June 8th 2012

શીતળ

.                        .શીતળ

તાઃ૮/૬/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજાસનો સહવાસ મળે,જો જીવને રાહ સાચી મળી જાય
મોહમાયાની ચાદર છુટતાં,શીતળતાનો સાથ મળી જાય
.                         ……………….ઉજાસનો સહવાસ મળે.
પરમાત્માની પરમકૃપાએ,માનવદેહ જીવને મળી જાય
સમજણનો સથવારોસાચો,નાઅશાંન્તિ જીવથીમેળવાય
જાગી લેવા ભવસાગરથી,સંત જલાસાંઇની કૃપા લેવાય
ભક્તિ ભાવના જીવનમાં મળતાં,પાપકર્મથી જ છટકાય
.                        ………………..ઉજાસનો સહવાસ મળે.
મનથી ભક્તિ સાચીકરતાં,દેહને મહેનતમાર્ગ મળી જાય
પગલેપગલુ સમજીચાલતાં,નાઆફત કોઇ કદીઅથડાય
માગણીની નાઆંગળી ચીંધાય,જ્યાં સ્નેહસાચો મેળવાય
સરળતાનો સાથમળે જીવનમાં,જીવે જન્મસફળ થઇજાય
.                         ………………..ઉજાસનો સહવાસ મળે.

++++++++++++++++++++++++++++++++++++

June 8th 2012

જીવની આશા

.                    .જીવની આશા

તાઃ૮/૬/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મરતાં જીવને માયા નાવળગે,ના દેહના રહે કોઇ મોહ
કળીયુગની આજ અક્ળલીલામાં,જીવને લાગે છે લોભ
.                       ……………….મરતાં જીવને માયાના વળગે.
દેનારાની આઅજબ દુનીયા,લાભની ઇચ્છાના હોય મહેલ
એક દેતા અનેકની અપેક્ષા,એ જ જીવ પર કળીયુગી ખેલ
મોહની સાંકળ મળે જીવને,કળીયુગે કોઇથીય ના છટકાય
મળેજીવને સદગતીપ્રભુથી,જ્યાંસાચીભક્તિરાહમળીજાય
.                       ………………..મરતાં જીવને માયાના વળગે.
દેહનીમાયા વળગેજીવને કળીયુગે,જ્યાંભક્તિપ્રેમ ના હોય
આડીઅવળી કદીક આંટીધુંટીએ,જીવ લબદાયેલ પણહોય
મળે જીવનેય માર્ગ સાચો,જેણે જીવનમાં ઉજ્વળ રાહ જોઇ
આજકાલને તડછી દેતાં જ,જીવને મુક્તિરાહ મળી જ હોય
.                        ………………..મરતાં જીવને માયાના વળગે.

=======================================

June 8th 2012

છોડાવો

.                      .છોડાવો

તાઃ૮/૬/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલાસાંઇને પ્રાર્થના જીવની,કળીયુગની ના મળે મહેર
મળીજાય જીવને જોએક,સુખશાંન્તિની ભાગે ત્યાં લહેર
.                ………………જલાસાંઇને પ્રાર્થના જીવની.
અવનીપરના આગમને જીવને,સતયુગમાં મળે પ્રભુપ્રેમ
આધી વ્યાધીની હેલી ભાગે,ને મળી જાય શાંન્તિના વ્હેણ
ના વ્યાધી કોઇ બારણે આવે.કે ના કોઇ ઉપાધીય દેખાય
સર્વશાંન્તિના વાદળવરસે,અવનીએ સાર્થક જન્મલેવાય
.              ………………..જલાસાંઇને પ્રાર્થના જીવની.
કાતર ફરે જીવનમાં પળેપળ,એજ કળીયુગની છે લહેર
સાંન્તિ શોધવા અહીંતહીં ફરતાં,જીવન વ્યર્થ થાય એમ
કૃપા થાય જ્યાં સાચાસંતની,મલે જીવને મુક્તિનીરહેમ
આવીપ્રેમ મળે અવનીએ,એ જ સાચી પ્રભુભક્તિનીદેણ
.              ………………..જલાસાંઇને પ્રાર્થના જીવની.

*઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼*