June 27th 2012

અડચણ

.                      અડચણ

તાઃ૨૭/૬/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મતિને આવે સમજણ સાચી,જે પ્રભુ કૃપાએ મેળવાય
અડચણ આવેજીવનમાં,જ્યાં જીવ કળીયુગે લબદાય
.                ………………મતિને આવે સમજણ સાચી.
સરળજીવનમાં સાથસૌનો,જ્યાં નિર્મળતાઘુમતી થાય
મનવચન ને વાણી સમજતાંજીવને શાંન્તિ મળી જાય
શીતળજીવન જગમાંમળેતેને,જે સાચીભક્તિએસંધાય
માયાના વાદળ ના વરસે,જ્યાં જલાસાંઇની કૃપા થાય
.                 ……………….મતિને આવે સમજણ સાચી.
લાગણી એ ના લાચારી,એ તો જીવની મનથી છે પ્રીત
અંતરથી એસમજાય જ્યાંસાચી,ના કરાવે જગમાં વેઠ
સરળ જીવનમાં સમય આવે,ત્યાં અડચણ આવી જાય
સમજી લઈને કેડી પકડતાં,ના આફત જીવને અથડાય
.                 ……………….મતિને આવે સમજણ સાચી.

++++++++++++++++++++++++++++++++++++++++