June 3rd 2012

અગમ નિગમ

.                     .અગમ નિગમ

તાઃ૩/૬/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

અગમ નિગમના ભેદ અનોખા,ના જાણી શકે જગમાં કોઇ છેક
ભક્તિની શક્તિની છે એ ભેંટ,ના સમજાવી શકે જીવનમાં એક
.                       ………………..અગમ નિગમના ભેદ અનોખા.
સરળ જીવનની શીતળ કેડી,જ્યાં જીવને મળે પ્રેમની જ્યોત
સાચી સેવા જલાસાંઇની  કરતાં,ઉગારે જીવને જન્મોથી છેક
મળતી માયા ભાગે છે દુર,એજ જગે છે અગમ નિગમના ભેદ
મનથીજ કરેલ ભક્તિ જીવનમાં,ના અટકે જીવ જગતમાં નેક
.                      …………………અગમ નિગમના ભેદ અનોખા.
આંગળી ચિંધી અણસાર દઇ દે,જે ભક્તિની સમજે  સમજાય
નિર્મળ ભાવના ને નિખાલસ પ્રેમ,એજ પરમાત્માની છે દેણ
મળશે માયા વણ માગી જગે,જે કળીયુગી કથા જ  સમજાય
જ્યાં સુધી એ સંભળાશે કાને,ના મળશે દેહને કોઇ સાચો સ્નેહ
.                       ………………..અગમ નિગમના ભેદ અનોખા.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

June 3rd 2012

રાવણયાત્રા

.                  .રાવણયાત્રા

તાઃ૩/૬/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

લંકેશ્વરની અજબ ભક્તિએ,ભોલેનાથની અખંડ કૃપા થાય
સતયુગની એક અજબકેડીએ,નાકોઇ માનવીથી પહોંચાય
.                         ………………લંકેશ્વરની અજબ ભક્તિએ.
સાચી ભક્તિ મનથી કરતાં,શીવજીની દયા દ્રષ્ટિ થઈ જાય
ભોલેનાથના આશિર્વાદ મળતાં,ના કોઇથીય  તેને અંબાય
માગી લીધી અજબશક્તિ પ્રભુથી,જેને ના કોઇથી પહોંચાય
એવા લંકેશ્વરનોડંકો ભક્તિનો,આખીદુનીયામાં વાગતોજાય
.                         ……………….લંકેશ્વરની અજબ ભક્તિએ.
અહંકારને નાઆંબી શકેકોઇ,એ જીવની જીંદગી બગાડીજાય
સમયની કેડી સંકેલાતા,રાજા રાવણની મતિ ભ્રષ્ટ થઈ જાય
સીતાજીનાઅપહરણની કેડીને લેતાં,પ્રભુરામને મળ્યોપડકાર
પરમાત્માના એસ્વરૂપે,રાવણની જીવનયાત્રા પુરી થઈ જાય
.                         ………………..લંકેશ્વરની અજબ ભક્તિએ.

**********************************************************