June 3rd 2012

અગમ નિગમ

.                     .અગમ નિગમ

તાઃ૩/૬/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

અગમ નિગમના ભેદ અનોખા,ના જાણી શકે જગમાં કોઇ છેક
ભક્તિની શક્તિની છે એ ભેંટ,ના સમજાવી શકે જીવનમાં એક
.                       ………………..અગમ નિગમના ભેદ અનોખા.
સરળ જીવનની શીતળ કેડી,જ્યાં જીવને મળે પ્રેમની જ્યોત
સાચી સેવા જલાસાંઇની  કરતાં,ઉગારે જીવને જન્મોથી છેક
મળતી માયા ભાગે છે દુર,એજ જગે છે અગમ નિગમના ભેદ
મનથીજ કરેલ ભક્તિ જીવનમાં,ના અટકે જીવ જગતમાં નેક
.                      …………………અગમ નિગમના ભેદ અનોખા.
આંગળી ચિંધી અણસાર દઇ દે,જે ભક્તિની સમજે  સમજાય
નિર્મળ ભાવના ને નિખાલસ પ્રેમ,એજ પરમાત્માની છે દેણ
મળશે માયા વણ માગી જગે,જે કળીયુગી કથા જ  સમજાય
જ્યાં સુધી એ સંભળાશે કાને,ના મળશે દેહને કોઇ સાચો સ્નેહ
.                       ………………..અગમ નિગમના ભેદ અનોખા.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment