December 31st 2015
. .સલામ
૩૧/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનંત આનંદની વર્ષા થાય,જ્યાં મને સાચોપ્રેમ મળી જાય
સરસ્વતી સંતાનના સહવાસે,સાહિત્ય સરીતા ઉજ્વળ થાય
………..એ છે કલમપ્રેમીઓની કેડી,મિત્રોના સંગાથથી ઉભરાઈ જાય.
પ્રેમથી મળે પ્રેરણા જીવનમાં,જે કલમ થકી જ સચવાઇ જાય
મા સરસ્વતીની કૃપા વરસતા,જીવને અજબ રાહ મળી જાય
સલામકરુ હુ સંગાથીઓને,જેમના પ્રેમથી સાચીરાહ મેળવાય
ના મને અભિમાનઅડે કે કોઇમોહ,એજ આંગળી ચીંધી કહેવાય
………..એ છે કલમપ્રેમીઓની કેડી,મિત્રોના સંગાથથી ઉભરાઈ જાય.
મળ્યો છે સાચો નિર્મળપ્રેમ હ્યુસ્ટનમાં,જે મારૂ નસીબ કહેવાય
કલમ મારી નિર્મળચાલતા,સૌ પ્રેમીઓને અનંત આનંદ થાય
એ નિર્મળકલમપ્રેમીઓ છે,જે કલમથીઉજ્વળકેડીએ લઇજાય
દેખાવને પકડી ચાલતા સંગે,ના કોઇ લાયકાતને મેળવી જાય
………..એ છે કલમપ્રેમીઓની કેડી,મિત્રોના સંગાથથી ઉભરાઈ જાય.
૦+++++++૦********૦++++++૦*********૦+++++++૦
December 31st 2015
. . નિર્મળ સહવાસ
તાઃ૩૧/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે જીવનમાં સહવાસ નિખાલસ,જીવને શાંન્તિ સ્પર્શી જાય
પામર જીવન પાવન થઈ જાય,ત્યાં સ્નેહની ગંગા વહી જાય
……….એજ આપણી માનવતા કહેવાય,જ્યાં સાચો સહવાસ મળીજાય
અવની એ આધાર છે જીવનો,જે જીવને અનેક દેહથી દેખાય
કયો દેહ ક્યારે મળશે જીવને,એ કર્મના બંધનથી જ મેળવાય
આવનજાવન એ જીવના બંધન,જગતમાં ના કોઇથી છોડાય
શ્રધ્ધા રાખી નિર્મળભક્તિ કરતા,જીવને રાહ સાચી મળી જાય
……….એજ આપણી માનવતા કહેવાય,જ્યાં સાચો સહવાસ મળીજાય.
દેહ મળતા જીવને અવનીપર,સમયની સીડી પકડાઇ જાય
કળીયુગનીકેડી જ્યાંમળે જીવને,ત્યાં સદકર્મો દુર ભાગી જાય
મોહ માયાની ચાદર અડતા,જીવને દેખાવ ભક્તિ મળી જાય
મનથીકરેલ માળા જલાસાંઇની,સંસારી દેહ પાવન કરી જાય
……….એજ આપણી માનવતા કહેવાય,જ્યાં સાચો સહવાસ મળીજાય
#########################################
December 30th 2015
. .શીતળ
તાઃ૩૦/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ જીવન ને શીતળરાહ,જીવને આપે ઉજ્વળ રાહ
માનવદેહ મળે જગતે જીવને,ના કળીયુગ સ્પર્શી જાય
…………એ જીવનની શીતળ જ્યોત,જે પ્રભુકૃપાએ મળી જાય.
નિર્મળ ભાવે જીવન જીવતા,જીવ ઘણુ સહન કરી જાય
એકજ નિખાલસ ભાવનાએ,પરમાત્માની કૃપાથઈજાય
મળે માનવતાનો સાથ જીવને,જ્યાં રાહ સાચી પકડાય
પ્રેમમળે અંતરને સાચો,જેને ના કલીયુગ પણ અડીજાય
…………એ જીવનની શીતળ જ્યોત,જે પ્રભુકૃપાએ મળી જાય.
ભક્તિભાવને મનથી પકડતા,પ્રેમનીરાહ પણ મળીજાય
મનથી કરેલ ભક્તિસાચી,ને તનથી સાચી મહેનત થાય
ના કોઇ અપેક્ષાય રહે,કે ના બીજા જન્મને જીવ અથડાય
મુક્તિમાર્ગની રાહ મળે જીવને,જ્યાં જલાસાંઈ રાજીથાય
…………એ જીવનની શીતળ જ્યોત,જે પ્રભુકૃપાએ મળી જાય.
************************************************
December 30th 2015
. . મળતી માયા
તાઃ૩૦/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતી માયા દેહને અવનીએ,જ્યાં જીવને દેહ મળી જાય
સુંદરતાની સ્પર્શે માયા દેહને,જે દેખાવની દુનીયા કહેવાય
……….ના મંતર જંતર અડે કે ના કોઇ જીવથી અવનીને છોડાય.
કુદરતની આ અજબલીલા,દેહને જકડતી પ્રીત એ કહેવાય
મળે આંખથી માયા જીવને,જે જીવને સમયે જકડતી જાય
મળે મનને મોહ સુંદરતાનો,જે કળીયુગની કેડી જ કહેવાય
ના છટકે માનવદેહ ને ના કોઇ પ્રાણી પશુથી ય છટકાય
……….ના મંતર જંતર અડે કે ના કોઇ જીવથી અવનીને છોડાય.
પ્રથમ પ્રેમ મળે પરમાત્માનો,જીવને રાહ સાચી દઈ જાય
ભક્તિ જ્યોત પ્રગટતા જીવનમાં,અનંત શાંન્તિ મળી જાય
જલાસાંઈની માળા કરતા જીવ,જન્મ મરણથી છટકી જાય
મળેલ માયા ભક્તિની જીવનમાં,સુખ શાંન્તિય મળી જાય
……….ના મંતર જંતર અડે કે ના કોઇ જીવથી અવનીને છોડાય.
+++++++++++++++++++++++++++++++++++++++
December 30th 2015
. .આજ અને કાલ
તાઃ૩૦/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આજ કાલ એ દેહના સંબંધ,જગતમાં જન્મ મળે સમજાય
માનવદેહ મળતા અવનીએ,દેહને આજકાલ સ્પર્શી જાય
……….આ અદભુત છે લીલા જગતપિતાની,સમય સમયે સમજાય.
વર્તનવાણી તો દેહને સ્પર્શે,ના આજ અને કાલને પકડાય
કરેલ કર્મ એ જીવનેપકડે,જે જીવને જન્મ મળે અનુભવાય
મારૂતારૂ એ નિર્મળરાહ છે,જે જીવને દેહમળે સમજાઈજાય
અવનીપર તો દેહ અનેક છે,જે સમયની સીડીથી દેખાય
……….આ અદભુત છે લીલા જગતપિતાની,સમય સમયે સમજાય.
મળેલ સમયની સાથે ચાલતા,આજે કામ પવિત્ર થઈ જાય
આવતી કાલની ના વ્યાધી કોઇ,જે કરેલ કર્મથી મળી જાય
કૃપાનીકેડી આંગળી ચીંધે,એ દેહથી ઉજ્વળજીવન જીવાય
મળેલ જન્મને સાર્થક કરતા,જીવને મુક્તિમાર્ગ મળી જાય
……….આ અદભુત છે લીલા જગતપિતાની,સમય સમયે સમજાય.
=======================================
December 30th 2015
. . જન્મ દીવસ
તાઃ૩૦/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપિતાની આ અદભુત લીલા,આગમને અનુભવાય
સંતાન થઈને આવતા જીવને,માબાપનોપ્રેમ મળી જાય
…………દેહ મળતા જીવને અવનીએ,કર્મનો આધાર મળી જાય.
જીવ જગતમાં ઘુમી રહે આકાશમાં,ના કોઇ દેહથી જોવાય
અદભુતલીલા પરમાત્માની જગે,જે જન્મ મળતા સહેવાય
દેહે કરેલ કર્મ અવનીએ,જે સમયની સંગે જ ચાલતા જાય
માનવતાની મહેંક પ્રસરે,ત્યાં દેહનો જન્મદીવસ ઉજવાય
…………દેહ મળતા જીવને અવનીએ,કર્મનો આધાર મળી જાય.
પુણ્યકર્મ જે થાય દેહથી,તે જીવનમાં ભક્તિ રાહ દઈ જાય
શ્રધ્ધા રાખી જલાસાંઇને ભજતા,જીવપર કૃપા પ્રભુની થાય
માગણીમોહને દુર રાખીને જીવતા,જીવન ઉજ્વળ થઈજાય
અવનીપરના આગમનને સમજતા,દેહ મુક્તિમાર્ગે દોરાય
…………દેહ મળતા જીવને અવનીએ,કર્મનો આધાર મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++
December 30th 2015
. . નિર્મળકેડી
તાઃ૩૦/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ જીવન રાખીને જીવતા,જગે માનવતા મહેંકી જાય
અભિમાનની ના ચાદર અડે,કે ના અપમાનપણ મળી જાય
…………આજ જીવની રાહ છે સાચી,જ્યાં કળીયુગ પણ ભાગી જાય.
પળેપળ એ સમયની કેડી,જગતમાં ના કોઇ જીવથી છટકાય
દેહ મળતા જીવને અવનીએ,કર્મનાબંધન દેહથી જકડીજાય
માનઅપમાનને નેવે મુકતા,જીવને નિર્મળ જીવન મળીજાય
કળીયુગ સતયુગ એ લીલા પ્રભુની,જે સમયથી સમજાઈજાય
…………આજ જીવની રાહ છે સાચી,જ્યાં કળીયુગ પણ ભાગી જાય.
દેહ મળે જીવને અવનીએ,જે સમયની સાથે જ એ ચાલી જાય
બાળપણના સમયને છોડતા,દેહને ઉંમરે જુવાની મળી જાય
અસીમ કૃપા મળે જીવને,જ્યાં સાચી ભક્તિ નિર્મળતા એ થાય
અનંત આનંદની ગંગા વહેતા,જીવ પાવનરાહને મેળવી જાય
…………આજ જીવની રાહ છે સાચી,જ્યાં કળીયુગ પણ ભાગી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%
December 29th 2015
. . લગની કે લાગણી
તાઃ૨૯/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લગની લાગી પ્રેમની જીવને,ત્યાં અનેક રાહને મેળવાય
સાચીરાહે લગની લાગતા,મનપર શાંન્તિવર્ષા થઈજાય
……….દેહ મળતા જીવને અવનીએ,લગની કે લાગણી મળી જાય.
શ્રધ્ધા રાખીને જીવન જીવતા,જીવને લગની લાગી જાય
સાચો પ્રેમ નિખાલસતા આપે,જે જીવ લગનીએ દોરાય
પાવનકર્મની રાહમળે જીવનમાં,જ્યાં કૃપા પ્રભુનીથાય
માનવતાની મહેંક પ્રસરે,અવનીએ જીવને શાંન્તિથાય
………દેહ મળતા જીવને અવનીએ,લગની કે લાગણી મળી જાય.
પ્રેમનો સંબધ સાચવી ચાલતા,મનથીજ લાગણી થાય
ઉજ્વળતાની રાહ દેવા દેહના,સંબંધ સાચવીને જીવાય
અંતરથી આપેલપ્રેમ જીવનમાં,સાચી લાગણી કહેવાય
દેહમુકતા અવનીથી જીવને,લાગણી સાચીરાહ દઈજાય
………દેહ મળતા જીવને અવનીએ,લગની કે લાગણી મળી જાય.
======================================
December 29th 2015
. .રાહ
તાઃ૨૯/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મમરણના બંધન જીવને,કર્મબંધનથી મળી જાય
અવનીપરના આગમને દેહને,અનેક રાહ મળી જાય
………..નિર્મળ જીવનની રાહે જીવતા,માનવજીવન મહેંકી જાય.
ભક્તિરાહની જ્યોતે જીવતા,જલાસાંઇની કૃપા થાય
સંસારી જીવનપાવન કરતા,અવનીએ જીવ હરખાય
મળેલ પરમાત્માની જ્યોતે જીવતા,શાંન્તિ મળીજાય
નામાગણીમોહ સ્પર્શે જીવને,જીવનપવિત્રરાહેજીવાય
………..નિર્મળ જીવનની રાહે જીવતા,માનવજીવન મહેંકી જાય.
પ્રેમની પાવન કેડી મળે,જ્યાં જીવન નિર્મળ થઈ જાય
થાય જીવ પર પ્રભુકૃપા,જ્યાં શ્રધ્ધાએ ભક્તિપુંજા થાય
મળેલ જન્મને સાર્થક કરવા,ભક્તિથી કળીયુગદુર જાય
આવી આંગણે પરમાત્મા રહે,જ્યાં નિખાલસ ભક્તિ થાય
………..નિર્મળ જીવનની રાહે જીવતા,માનવજીવન મહેંકી જાય.
**************************************************
December 29th 2015
. .કઈ જ્યોત
તાઃ૨૯/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિ છે જ્યોતની અવનીએ,અનુભવથી સમજાય
કઈ જ્યોત ક્યારે મળે જીવને,જે પ્રભુની કૃપાએજ મેળવાય
………..માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં ઉજ્વળ જ્યોત મળી જાય.
મળે જ્યોત માબાપના પ્રેમની,ત્યાં મળેલ દેહ સાર્થક થાય
રાહમળે ભણતરની સંતાનને,જીવને લાયકાતે એદોરી જાય
માતાની ચીંધેલ આંગળીએ,સંતાનને ભક્તિ રાહ મળી જાય
ના અપેક્ષાની કોઇ ભાવના રહે,કે નાકોઇ માગણી અડી જાય
………..માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં ઉજ્વળ જ્યોત મળી જાય.
સંગાથીઓનો જ્યાં સાથ મળે,મા સરસ્વતીની કૃપા થઈજાય
કલમની પકડી કેડીએ ચાલતા,અનેક જીવોને પ્રેમ મળી જાય
માન અભિમાનને નેવે મુકતા,મળેલ જન્મ પાવન થઈ જાય
નિર્મળજીવન જીવે અવનીએ,સૌનો નિખાલસપ્રેમ મળીજાય
………..માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં ઉજ્વળ જ્યોત મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++