December 31st 2015

નિર્મળ સહવાસ

.              . નિર્મળ સહવાસ

તાઃ૩૧/૧૨/૨૦૧૫               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જીવનમાં સહવાસ નિખાલસ,જીવને શાંન્તિ સ્પર્શી જાય
પામર જીવન પાવન થઈ જાય,ત્યાં સ્નેહની ગંગા વહી જાય
……….એજ આપણી માનવતા કહેવાય,જ્યાં સાચો સહવાસ મળીજાય
અવની એ આધાર છે જીવનો,જે  જીવને અનેક દેહથી દેખાય
કયો દેહ ક્યારે મળશે જીવને,એ કર્મના બંધનથી જ મેળવાય
આવનજાવન એ જીવના બંધન,જગતમાં ના કોઇથી છોડાય
શ્રધ્ધા રાખી નિર્મળભક્તિ કરતા,જીવને રાહ સાચી મળી જાય
……….એજ આપણી માનવતા કહેવાય,જ્યાં સાચો સહવાસ મળીજાય.
દેહ મળતા જીવને અવનીપર,સમયની  સીડી પકડાઇ જાય
કળીયુગનીકેડી જ્યાંમળે જીવને,ત્યાં સદકર્મો દુર ભાગી જાય
મોહ માયાની ચાદર અડતા,જીવને દેખાવ ભક્તિ મળી જાય
મનથીકરેલ માળા જલાસાંઇની,સંસારી દેહ પાવન કરી જાય
……….એજ આપણી માનવતા કહેવાય,જ્યાં સાચો સહવાસ મળીજાય

#########################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment