December 30th 2015

શીતળ

.                       .શીતળ

તાઃ૩૦/૧૨/૨૦૧૫              પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ જીવન ને શીતળરાહ,જીવને આપે ઉજ્વળ રાહ
માનવદેહ મળે જગતે જીવને,ના કળીયુગ સ્પર્શી જાય
…………એ જીવનની શીતળ જ્યોત,જે પ્રભુકૃપાએ મળી જાય.
નિર્મળ ભાવે જીવન જીવતા,જીવ ઘણુ સહન કરી જાય
એકજ નિખાલસ ભાવનાએ,પરમાત્માની કૃપાથઈજાય
મળે માનવતાનો સાથ જીવને,જ્યાં રાહ સાચી પકડાય
પ્રેમમળે અંતરને સાચો,જેને ના કલીયુગ પણ અડીજાય
…………એ જીવનની શીતળ જ્યોત,જે પ્રભુકૃપાએ મળી જાય.
ભક્તિભાવને મનથી પકડતા,પ્રેમનીરાહ પણ મળીજાય
મનથી કરેલ ભક્તિસાચી,ને તનથી સાચી મહેનત થાય
ના કોઇ અપેક્ષાય રહે,કે ના બીજા જન્મને જીવ અથડાય
મુક્તિમાર્ગની રાહ મળે જીવને,જ્યાં જલાસાંઈ રાજીથાય
…………એ જીવનની શીતળ જ્યોત,જે પ્રભુકૃપાએ મળી જાય.

************************************************

December 30th 2015

મળતી માયા

.                 . મળતી માયા

તાઃ૩૦/૧૨/૨૦૧૫                પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતી માયા દેહને અવનીએ,જ્યાં જીવને દેહ મળી જાય
સુંદરતાની સ્પર્શે માયા દેહને,જે દેખાવની દુનીયા કહેવાય
……….ના મંતર જંતર અડે કે ના કોઇ જીવથી અવનીને છોડાય.
કુદરતની આ અજબલીલા,દેહને જકડતી પ્રીત એ કહેવાય
મળે આંખથી માયા જીવને,જે જીવને સમયે જકડતી જાય
મળે મનને મોહ સુંદરતાનો,જે કળીયુગની કેડી જ કહેવાય
ના છટકે માનવદેહ ને ના કોઇ પ્રાણી પશુથી ય છટકાય
……….ના મંતર જંતર અડે કે ના કોઇ જીવથી અવનીને છોડાય.
પ્રથમ પ્રેમ મળે પરમાત્માનો,જીવને રાહ સાચી દઈ જાય
ભક્તિ જ્યોત પ્રગટતા જીવનમાં,અનંત શાંન્તિ મળી જાય
જલાસાંઈની માળા કરતા જીવ,જન્મ મરણથી છટકી જાય
મળેલ માયા ભક્તિની જીવનમાં,સુખ શાંન્તિય મળી જાય
……….ના મંતર જંતર અડે કે ના કોઇ જીવથી અવનીને છોડાય.

+++++++++++++++++++++++++++++++++++++++

December 30th 2015

આજ અને કાલ

.            .આજ અને કાલ

તાઃ૩૦/૧૨/૨૦૧૫            પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજ કાલ એ દેહના સંબંધ,જગતમાં જન્મ મળે સમજાય
માનવદેહ મળતા અવનીએ,દેહને આજકાલ સ્પર્શી જાય
……….આ અદભુત છે લીલા જગતપિતાની,સમય સમયે સમજાય.
વર્તનવાણી તો દેહને સ્પર્શે,ના આજ અને કાલને પકડાય
કરેલ કર્મ એ જીવનેપકડે,જે જીવને જન્મ મળે અનુભવાય
મારૂતારૂ એ નિર્મળરાહ છે,જે જીવને દેહમળે સમજાઈજાય
અવનીપર તો દેહ અનેક છે,જે સમયની સીડીથી  દેખાય
……….આ અદભુત છે લીલા જગતપિતાની,સમય સમયે સમજાય.
મળેલ સમયની સાથે ચાલતા,આજે કામ પવિત્ર થઈ જાય
આવતી કાલની ના વ્યાધી કોઇ,જે કરેલ કર્મથી મળી જાય
કૃપાનીકેડી આંગળી ચીંધે,એ દેહથી ઉજ્વળજીવન જીવાય
મળેલ જન્મને સાર્થક કરતા,જીવને મુક્તિમાર્ગ  મળી જાય
……….આ અદભુત છે લીલા જગતપિતાની,સમય સમયે સમજાય.

=======================================

December 30th 2015

જન્મ દીવસ

.                 . જન્મ દીવસ

તાઃ૩૦/૧૨/૨૦૧૫                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતપિતાની આ અદભુત લીલા,આગમને અનુભવાય
સંતાન થઈને આવતા જીવને,માબાપનોપ્રેમ મળી જાય
…………દેહ મળતા જીવને અવનીએ,કર્મનો આધાર મળી જાય.
જીવ જગતમાં ઘુમી રહે આકાશમાં,ના કોઇ દેહથી જોવાય
અદભુતલીલા પરમાત્માની જગે,જે જન્મ મળતા સહેવાય
દેહે કરેલ કર્મ અવનીએ,જે સમયની સંગે જ ચાલતા જાય
માનવતાની મહેંક પ્રસરે,ત્યાં દેહનો જન્મદીવસ ઉજવાય
…………દેહ મળતા જીવને અવનીએ,કર્મનો આધાર મળી જાય.
પુણ્યકર્મ જે થાય દેહથી,તે જીવનમાં  ભક્તિ રાહ દઈ જાય
શ્રધ્ધા રાખી જલાસાંઇને ભજતા,જીવપર કૃપા પ્રભુની થાય
માગણીમોહને દુર રાખીને જીવતા,જીવન ઉજ્વળ થઈજાય
અવનીપરના આગમનને સમજતા,દેહ મુક્તિમાર્ગે દોરાય
…………દેહ મળતા જીવને અવનીએ,કર્મનો આધાર મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++

December 30th 2015

નિર્મળકેડી

.              . નિર્મળકેડી

તાઃ૩૦/૧૨/૨૦૧૫               પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ જીવન રાખીને જીવતા,જગે  માનવતા મહેંકી જાય
અભિમાનની ના ચાદર અડે,કે ના અપમાનપણ મળી જાય
…………આજ જીવની રાહ છે સાચી,જ્યાં કળીયુગ પણ ભાગી જાય.
પળેપળ એ સમયની કેડી,જગતમાં ના કોઇ જીવથી છટકાય
દેહ મળતા જીવને અવનીએ,કર્મનાબંધન દેહથી જકડીજાય
માનઅપમાનને નેવે મુકતા,જીવને નિર્મળ જીવન મળીજાય
કળીયુગ સતયુગ એ લીલા પ્રભુની,જે સમયથી સમજાઈજાય
…………આજ જીવની રાહ છે સાચી,જ્યાં કળીયુગ પણ ભાગી જાય.
દેહ મળે જીવને અવનીએ,જે સમયની સાથે જ એ ચાલી જાય
બાળપણના સમયને  છોડતા,દેહને ઉંમરે જુવાની  મળી જાય
અસીમ કૃપા મળે જીવને,જ્યાં સાચી ભક્તિ નિર્મળતા એ થાય
અનંત આનંદની ગંગા વહેતા,જીવ પાવનરાહને  મેળવી જાય
…………આજ જીવની રાહ છે સાચી,જ્યાં કળીયુગ પણ ભાગી જાય.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%