December 30th 2015

મળતી માયા

.                 . મળતી માયા

તાઃ૩૦/૧૨/૨૦૧૫                પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતી માયા દેહને અવનીએ,જ્યાં જીવને દેહ મળી જાય
સુંદરતાની સ્પર્શે માયા દેહને,જે દેખાવની દુનીયા કહેવાય
……….ના મંતર જંતર અડે કે ના કોઇ જીવથી અવનીને છોડાય.
કુદરતની આ અજબલીલા,દેહને જકડતી પ્રીત એ કહેવાય
મળે આંખથી માયા જીવને,જે જીવને સમયે જકડતી જાય
મળે મનને મોહ સુંદરતાનો,જે કળીયુગની કેડી જ કહેવાય
ના છટકે માનવદેહ ને ના કોઇ પ્રાણી પશુથી ય છટકાય
……….ના મંતર જંતર અડે કે ના કોઇ જીવથી અવનીને છોડાય.
પ્રથમ પ્રેમ મળે પરમાત્માનો,જીવને રાહ સાચી દઈ જાય
ભક્તિ જ્યોત પ્રગટતા જીવનમાં,અનંત શાંન્તિ મળી જાય
જલાસાંઈની માળા કરતા જીવ,જન્મ મરણથી છટકી જાય
મળેલ માયા ભક્તિની જીવનમાં,સુખ શાંન્તિય મળી જાય
……….ના મંતર જંતર અડે કે ના કોઇ જીવથી અવનીને છોડાય.

+++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment