October 29th 2014

જન્મદીન શુભેચ્છા

Bapa jalaram

 

 

.

.

.

.

.

.

.

.

.

.

.               .જન્મદીન શુભેચ્છા

તાઃ૨૭/૧૦/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

વિરપુર ગામ થયુ પાવનધામ,જ્યાં જન્મ્યા શ્રી જલારામ
ભક્તિ જ્યોત જીવનમાં પ્રગટાવી,મુખથી બોલે સીતારામ
………..એવા પવિત્ર દેહ ધારીને,જન્મદીને પ્રેમથી વંદન થાય.
કારતકસુદ સાતમે દેહદીધો,માતા રાજબાઇએ વિરપુરમાં
ને પિતા પ્રધાન ઠક્કરે,ઉજ્વળ રાહ દીધી ભક્તિની અપાર
શ્રધ્ધાએ લીધી રાહ જીવનમાં,જ્યાં સૌને અન્નદાન દેવાય
મળીકૃપા પરમાત્માની,જ્યાં વિરબાઇમાતા સંગેમળી જાય
………..એવા પવિત્ર દેહ ધારીને,જન્મદીને પ્રેમથી વંદન થાય.
વિરપુરના કહેવાય છે એ વૈરાગી,એવા જલારામ પણ જોગી
વિરબાઇ માના અજબ સંસ્કારે,બની ગયા અન્નદાનનાભોગી
ઉજ્વલરાહ મળી ભોજલરામથી,ઉજ્વળતા ત્યાં પામી લીધી
મળેલ જન્મને સાર્થક કરતા,પ્રેમની  જ્યોત પ્રગટાવી દીધી
………..એવા પવિત્ર દેહ ધારીને,જન્મદીને પ્રેમથી વંદન થાય.

****************************************************************

.                     .સંત પુજય શ્રી જલારામબાપાના જન્મદીને હ્યુસ્ટનમાં હીલ્ક્રોફટ પર આવેલ
જલારામ મંદીરમાં શ્રીમતી લક્ષ્મીબેન ઠક્કર તરફથી જન્મજયંતી ઉજવવાનો કાર્યક્રમ
રાખવામાં આવેલ છે.તો આ પ્રસંગમાં હાજરી આપી સંત જલારામ બાપાની કૃપા મેળવશો.
તાઃ૩૦/૧૦/૨૦૧૪   ગુરૂવાર   કાર્તકસુદ સાતમ  દર્શનનો લાભ લેવા અચુક પધારશોજી.
5645 Hillcroft St, Houston, TX 77036    (713) 782-1211

October 23rd 2014

સમય એ સમય

imgres

 

 

 

 

 

.                    .સમય સમય

તાઃ૨૩/૧૦/૨૦૧૪     (દીવાળી)    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય ના પકડાયો શ્યામથી,કે ના પકડાયો શ્રી રામથી
સમય સમજીને  ચાલતા ,મળે જીવને કૃપા ભગવાનની
…………..એજ સમયની શાન છે,ને એજ છે કુદરતનો પડકાર.
જન્મ જીવનો સંબંધ છે,જે કર્મ થકીજ જીવને મળી જાય
ઉજ્વળતાની રાહ મળે જીવને,ના આધીવ્યાધી અથડાય
પરમકૃપાળુની કૃપામળે,જ્યાં સાચીશ્રધ્ધાએ ભક્તિથાય
સમય સાથે સમજી જીવતા,સંત જલાસાંઇની કૃપા થાય
…………….એજ સમયની શાન છે,ને એજ છે કુદરતનો પડકાર.
જન્મમળતા જીવને અવનીએ,માબાપનોપ્રેમ મળી જાય
સંસ્કાર સાચવી મહેનત કરતા,ભણતરની કેડીને પકડાય
મનનેમળેલ સાચીસમજણે,ઉજ્વળરાહ જીવને મળીજાય
આવતી કાલને ના આંબે કોઇ,એજ સમયની કેડી કહેવાય
……………..એજ સમયની શાન છે,ને એજ છે કુદરતનો પડકાર.

++++++++++++++++++++++++++++++++++++++

October 22nd 2014

કુળદેવી મા કાળકા

 

Ma Kali

 

 

 

 

 

 

 

 

 

.                . કુળદેવી મા કાળકા

તાઃ૨૨/૧૦/૨૦૧૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુળદેવી મા કાલકા માતાની ચૌદશ આજ ઉજવાય
પ્રેમથી માતાને વંદન કરતા,આશીર્વાદ મળી જાય
………એવા માતા કાલકાને ૐ ક્રીમ કાલિયે નમઃ કહેવાય.
પવિત્ર આતહેવાર દીવાળીનો,અનંતપ્રેમે મળીજાય
ધુપદીપને અર્ચના કરતા,જીવથી પાવનકર્મજ થાય
મળે પ્રેમ માબાપનો સંતાનને,જ્યાં પ્રેમે વંદન થાય
કાળીચૌદશ ઉત્તમદીવસ,જીવને મુક્તિમાર્ગેલઈ જાય
………એવા માતા કાલકાને ૐ ક્રીમ કાલિયે નમઃ કહેવાય.
પાવાગઢથી આવે દોડી માતા,કાસોરમાં દર્શન થાય
મળે માતાની સાચી કૃપા,જીવને અખંડ આનંદ થાય
મળે માતાનીકૃપા કુળને,પાવનરાહ જીવને મળીજાય
જન્મસફળ થાય જીવનો,જ્યાં સાચીશ્રધ્ધાભક્તિથાય
………એવા માતા કાલકાને ૐ ક્રીમ કાલિયે નમઃ કહેવાય.

@@@@@@@@ૐ ક્રીમ કાલિયે નમઃ@@@@@@@@@@

October 21st 2014

મહાલક્ષ્મી માતા

th

th

 

 

 

 

 

 

 

 

 

 

 

..      .                                 .મહાલક્ષ્મી  માતા

તાઃ૨૧/૧૦/૨૦૧૪  (ધનતેરસ)   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મમ્મી મારી વ્હાલી લક્ષ્મીમા,ને પિતા છે મારા વિષ્ણુદેવ
ઉજ્વળરાહ દેતી મા જીવને, પ્રેમની પરખ  પિતાની દેણ
……….એવા વ્હાલા માબાપને,તેરસે વંદનથી જીવન છે અર્પણ.
ભક્તિનીકેડી મળી પિતાથી,ને માતાથી મળ્યા છે સંસ્કાર
ઉજ્વળ જીવનની રાહ મળી પ્રદીપને,પામી કૃપા અપાર
પળેપળે વંદન કરતાં માતાને,કૃપાનો થઈ જાય  વરસાદ
બાદાદાના અપારપ્રેમથી,દીપલ,રવિ,વિર પણ રાજીથાય
……….એવા વ્હાલા માબાપને,તેરસે વંદનથી જીવન છે અર્પણ.
લક્ષ્મીમાતાની અપાર કૃપાએ,જીવનની ગાડી ચાલી જાય
કળીયુગની નાકેડી સ્પર્શે,જ્યાંપિતાની અખંડકૃપા થઈ જાય
આવી આશિર્વાદ મળે વડીલના,નામોહમાયા કોઇ અથડાય
સરળજીવનની સાચી રાહે,જીવને અંતે મુક્તિમાર્ગ મળીજાય
………..એવા વ્હાલા માબાપને,તેરસે વંદનથી જીવન અર્પણ.

.***********************************************.

October 20th 2014

ક્યારે

kyaare

 

.

 

 

 

 

 

 

 

 

.                           .ક્યારે

તાઃ૨૦/૧૦/૨૦૧૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ પ્રેમના સંગે રહેતા,માબાપને સંતાન મળી જાય
સંસ્કાર સાચવી જીવન જીવતા,આજન્મસફળ થઈ જાય
……………. માનવતાની મહેંક પ્રસરે,જ્યાં પ્રભુકૃપા થઈ જાય.
અવની પરનુ આગમન જીવનું,કર્મબંધનથી મળી જાય
ગતજન્મના બંધન જીવને,કર્મની સાચીકેડી આપી જાય
અપેક્ષાની અજબશક્તિ છે,જે જીવને કળીયુગે મળીજાય
ના માગણીની કોઇ અપેક્ષા,તોય તકલીફો આવતી જાય
…………….. માનવતાની મહેંક પ્રસરે,જ્યાં પ્રભુકૃપા થઈ જાય.
મળે જીવને કાયા અવનીએ,શ્રધ્ધાએ જન્મમરણે બંધાય
સંત જલાસાંઇની નિર્મળ ભક્તિએ,જીવને રાહ મળી જાય
મળે પ્રેમે આશીર્વાદ જીવને,જીવનમાં શાંન્તિ આપી જાય
અનોખી શક્તિ મળે જીવને,ત્યાં મુક્તિનો માર્ગ મળી જાય
……………. માનવતાની મહેંક પ્રસરે,જ્યાં પ્રભુકૃપા થઈ જાય.

###################################

 

 

October 20th 2014

હરહર મહાદેવ

th

 

 

 

 

 

 

 

 

 

.                  .હરહર મહાદેવ

તાઃ૨૦/૧૦/૨૦૧૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ

બોલો હરહર ભોલે મહાદેવ હર,પ્રેમે જગતના છે પરમેશ્વર
ભોલેનાથની સાચી ભક્તિએ,ઉજ્વળ જીવનછે અવનીપર
.        ……………ૐ નમઃશિવાય જપો પ્રેમે ૐ નમઃ શિવાય.
નિર્મળ ભાવે દુધ અર્ચતા,શિવલીંગનુ ભક્તો પુંજન કરતા
પ્રેમ મળે મા પાર્વતીનો સંગે,જ્યાં શ્રધ્ધા પ્રેમે ફુલ અર્પતા
ગજાનંદની કૃપામળે,જ્યાં પિતા ભોલેનાથની આરતીગાજે
નમઃ શિવાયના સ્મરણ માત્રથી,ભક્તિપ્રેમની જ્યોત પ્રગટે
.         ……………ૐ નમઃશિવાય જપો પ્રેમે ૐ નમઃ શિવાય.
સોમવારની શીતળ સવારે,મહાદેવની આરતી મંદીરે ગાજે
આરતી અર્ચના સંગેભક્તો,શિવલીંગે દુધની ગંગા વહેવડાવે
ઢોલ નગારા ગાજતા મંદીરે,ભક્તો પ્રેમે આરતી ગાઈને  ગુંજે
પરમાત્માની પરમ કૃપાના સંગે,માનવજીવન ઉજ્વળ દીશે
.         ……………ૐ નમઃશિવાય જપો પ્રેમે ૐ નમઃ શિવાય.
++++ૐ=====ૐ+++++ૐ======ૐ++++++ૐ=====

October 20th 2014

આંગળી ચીંધેલ

Jalabapa,Virbaimata

 

 

 

 

 

 

 

 

.                      .આંગળી ચીંધેલ

તાઃ૨૦/૧૦/૨૦૧૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલારામની ચીંધેલ આંગળીએ,પાવનકર્મ જીવનમાં થાય
આંગણે આવી ઉભેલ જીવોને,અન્નદાન આપીને હરખાવાય
………… એવા જલારામની સાચી ભક્તિએ,ભગવાન ભાગી જાય.
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં પ્રેમે માનવતા સચવાય
નિર્મળભાવનાએ ભક્તિ કરતાં,જીવને સાચીરાહ મળી જાય
વિરબાઇ માતાના સંસ્કારે,જલારામની જ્યોત પ્રગટી જાય
ઝોળી ને લાકડી આપીને ભાગતા,પરમાત્મા પણ છટકી જાય
…………. એવા જલારામની સાચી ભક્તિએ,ભગવાન ભાગી જાય.
લાગણીમોહને દુર રાખતા,જીવને પરમાત્માનીકેડી મળી જાય
કર્મનાબંધન એ જીવને સ્પર્શે,પણ સાચી ભક્તિએ દુર રહેવાય
શ્રધ્ધા ને વિશ્વાસ રાખીને  ભજતા,જીવને કળીયુગના અથડાય
અન્ન્દાનની કેડીએ જીવતા,પરમાત્માની પરમકૃપા મળી જાય
…………… એવા જલારામની સાચી ભક્તિએ,ભગવાન ભાગી જાય.

++++++++++++++++++++++++++++++++++++++++=

October 17th 2014

સ્નેહની સાંકળ

.                    .સ્નેહની સાંકળ

તાઃ૧૭/૧૦/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

વાણી વર્તન છે સ્નેહની સાંકળ,પાવનકર્મ કરાવી જાય
મળે જીવને પ્રેમનિખાલસ,એજ સુખશાંન્તિ આપી જાય
……………અવની પરના આગમને જીવથી કર્મ પવિત્ર થાય.
માનવદેહ એ છે  કૃપા પ્રભુની,જે સમજણથી જ સમજાય
અવનીપરના આગમનમાં,જીવને કર્મબંધન  સ્પર્શી જાય
ભક્તિરાહની નિર્મળ કેડી,શ્રીજલાસાંઇની કૃપાએ મેળવાય
અંતે આવી દર્શન દઈ જાય,એજીવની સાચીભક્તિ કહેવાય
…………….અવની પરના આગમને જીવથી કર્મ પવિત્ર થાય.
આધી વ્યાધી આંબે કળીયુગમાં,નાકોઇ જીવથીય છટકાય
દેખાવની ભક્તિ એ કળીયુગી કાતર,અભિમાને મળી જાય
સંકટ આવે દોડી જીવનમાં,અવનીએ કોઇથી ના છટકાય
મુક્તિમાર્ગની કેડી મળે જીવને,જ્યાં ભક્તિ શ્રધ્ધાએથાય
…………….અવની પરના આગમને જીવથી કર્મ પવિત્ર થાય.

===================================

October 14th 2014

નિખાલસપ્રેમ

.                    .નિખાલસપ્રેમ

તાઃ ૧૪/૧૦/૨૦૧૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે નિખાલસ  પ્રેમ જીવનમાં,જ્યાં માનવતા સચવાય
ઉજ્વળતાની કેડી મળે કૃપાએ,જ્યાં વડીલને વંદન થાય
.            ……………એવા માનવ જીવનથી મહેંક પ્રસરી જાય.
સમજી વિચારી જીવન જીવતા,ના આફત કોઇજ અથડાય
મનને શાંન્તિમળે કૃપાએ,જ્યાં શ્રધ્ધાએ સાચીભક્તિ થાય
લાગણી મોહને નેવે મુકતાજ,મળેલ જન્મ સફળ થઈ જાય
મળે જીવનમાં પ્રેમનીકેડી,ત્યાં  નિખાલસજીવન મળી જાય
.          ……………..એવા માનવ જીવનથી મહેંક પ્રસરી જાય.
સફળતાનો સંગાથ મળે જીવને,જ્યાં શ્રધ્ધાનીકેડી પકડાય
નિર્મળતાના વાદળ વરસતા  જ,શાંન્તિ શાંન્તિ પ્રસરી જાય
મોહમાયા નાવળગે જીવનમાં,જ્યાં નિખાલસપ્રેમ મળીજાય
મુક્તિમાર્ગની આંગળી ચિંધતા,આ માનવજીવન મહેંકી જાય
.        ……………….એવા માનવ જીવનથી મહેંક પ્રસરી જાય.
===================================

October 13th 2014

આવી દિવાળી

Aavi Diwali

 

 

 

 

 

 

 

 

 

.                     .આવી દિવાળી

તાઃ૧૨/૧૦/૨૦૧૪                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવી દિવાળી દોડી હ્યુસ્ટન,એ તો પવિત્ર હિન્દુ પ્રેમ કહેવાય
હોળીનો આનંદ માણ્યો,હવે આસોવદ અમાસનીરાહ જોવાય
………….ખાવા મઠીયા સુંવાળીને ધુધરા પ્રેમથી મિત્રને ઘેર જવાય.
પાવનકર્મ એજ પવિત્ર ધર્મ,જ્યાં માનવતા પ્રેમથી પરખાય
મળે સરળપ્રેમને સંગે રાખી,એજ નિર્મળપવિત્ર ધર્મ કહેવાય
પરમાત્માની કૃપા પામવાને,શ્રધ્ધાએ સાચી ભક્તિ કરી જાય
મળે પ્રેમ જલાસાંઇનો જીવને,એજ સાચી રાહ પણ આપીજાય
…………આવો દોડી ખાવા મઠીયા સુંવાળી એજ સાચો પ્રેમ કહેવાય.
માનવજીવનની મહેંક રહે,જ્યાં શ્રધ્ધાએ નિર્મળ પ્રેમ દેવાય
મળે જીવને ઉજ્વળકેડી જીવનમાં,ના મોહમાયા કોઇ દેખાય
આવી પ્રેમ મળે જીવને મિત્રોનો,જે નિખાલસ પ્રેમછે કહેવાય
પવિત્ર તહેવાર માનવીના જીવનમાં,સુખશાંન્તિ આપી જાય
………….ખાવા મઠીયા સુંવાળીને ધુધરા પ્રેમથી મિત્રને ઘેર જવાય.

*********************************************

Next Page »