October 20th 2014

ક્યારે

kyaare

 

.

 

 

 

 

 

 

 

 

.                           .ક્યારે

તાઃ૨૦/૧૦/૨૦૧૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ પ્રેમના સંગે રહેતા,માબાપને સંતાન મળી જાય
સંસ્કાર સાચવી જીવન જીવતા,આજન્મસફળ થઈ જાય
……………. માનવતાની મહેંક પ્રસરે,જ્યાં પ્રભુકૃપા થઈ જાય.
અવની પરનુ આગમન જીવનું,કર્મબંધનથી મળી જાય
ગતજન્મના બંધન જીવને,કર્મની સાચીકેડી આપી જાય
અપેક્ષાની અજબશક્તિ છે,જે જીવને કળીયુગે મળીજાય
ના માગણીની કોઇ અપેક્ષા,તોય તકલીફો આવતી જાય
…………….. માનવતાની મહેંક પ્રસરે,જ્યાં પ્રભુકૃપા થઈ જાય.
મળે જીવને કાયા અવનીએ,શ્રધ્ધાએ જન્મમરણે બંધાય
સંત જલાસાંઇની નિર્મળ ભક્તિએ,જીવને રાહ મળી જાય
મળે પ્રેમે આશીર્વાદ જીવને,જીવનમાં શાંન્તિ આપી જાય
અનોખી શક્તિ મળે જીવને,ત્યાં મુક્તિનો માર્ગ મળી જાય
……………. માનવતાની મહેંક પ્રસરે,જ્યાં પ્રભુકૃપા થઈ જાય.

###################################

 

 

October 20th 2014

હરહર મહાદેવ

th

 

 

 

 

 

 

 

 

 

.                  .હરહર મહાદેવ

તાઃ૨૦/૧૦/૨૦૧૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ

બોલો હરહર ભોલે મહાદેવ હર,પ્રેમે જગતના છે પરમેશ્વર
ભોલેનાથની સાચી ભક્તિએ,ઉજ્વળ જીવનછે અવનીપર
.        ……………ૐ નમઃશિવાય જપો પ્રેમે ૐ નમઃ શિવાય.
નિર્મળ ભાવે દુધ અર્ચતા,શિવલીંગનુ ભક્તો પુંજન કરતા
પ્રેમ મળે મા પાર્વતીનો સંગે,જ્યાં શ્રધ્ધા પ્રેમે ફુલ અર્પતા
ગજાનંદની કૃપામળે,જ્યાં પિતા ભોલેનાથની આરતીગાજે
નમઃ શિવાયના સ્મરણ માત્રથી,ભક્તિપ્રેમની જ્યોત પ્રગટે
.         ……………ૐ નમઃશિવાય જપો પ્રેમે ૐ નમઃ શિવાય.
સોમવારની શીતળ સવારે,મહાદેવની આરતી મંદીરે ગાજે
આરતી અર્ચના સંગેભક્તો,શિવલીંગે દુધની ગંગા વહેવડાવે
ઢોલ નગારા ગાજતા મંદીરે,ભક્તો પ્રેમે આરતી ગાઈને  ગુંજે
પરમાત્માની પરમ કૃપાના સંગે,માનવજીવન ઉજ્વળ દીશે
.         ……………ૐ નમઃશિવાય જપો પ્રેમે ૐ નમઃ શિવાય.
++++ૐ=====ૐ+++++ૐ======ૐ++++++ૐ=====

October 20th 2014

આંગળી ચીંધેલ

Jalabapa,Virbaimata

 

 

 

 

 

 

 

 

.                      .આંગળી ચીંધેલ

તાઃ૨૦/૧૦/૨૦૧૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલારામની ચીંધેલ આંગળીએ,પાવનકર્મ જીવનમાં થાય
આંગણે આવી ઉભેલ જીવોને,અન્નદાન આપીને હરખાવાય
………… એવા જલારામની સાચી ભક્તિએ,ભગવાન ભાગી જાય.
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં પ્રેમે માનવતા સચવાય
નિર્મળભાવનાએ ભક્તિ કરતાં,જીવને સાચીરાહ મળી જાય
વિરબાઇ માતાના સંસ્કારે,જલારામની જ્યોત પ્રગટી જાય
ઝોળી ને લાકડી આપીને ભાગતા,પરમાત્મા પણ છટકી જાય
…………. એવા જલારામની સાચી ભક્તિએ,ભગવાન ભાગી જાય.
લાગણીમોહને દુર રાખતા,જીવને પરમાત્માનીકેડી મળી જાય
કર્મનાબંધન એ જીવને સ્પર્શે,પણ સાચી ભક્તિએ દુર રહેવાય
શ્રધ્ધા ને વિશ્વાસ રાખીને  ભજતા,જીવને કળીયુગના અથડાય
અન્ન્દાનની કેડીએ જીવતા,પરમાત્માની પરમકૃપા મળી જાય
…………… એવા જલારામની સાચી ભક્તિએ,ભગવાન ભાગી જાય.

++++++++++++++++++++++++++++++++++++++++=