October 6th 2014

લક્ષ્મીબાનો જન્મદીવસ

lakshmiba

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                   લક્ષ્મીબાનો  જન્મદીવસ                

તાઃ૬/૧૦/૨૦૧૪                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ પ્રેમની જ્યોત લઈને,પધાર્યા છે એ હ્યુસ્ટન અહીં
જલાસાંઇની સાચી ભક્તિએ,મંદીર કર્યા છે પ્રેમથી અહીં
એવા પુજ્ય લક્ષ્મીબાનો જન્મદીવસ ઉજ્વાય આજે અહીં
……………જય જલારામ જય સાંઇબાબા,પગે લાગીને બોલે છે સૌ.
ઠક્કર કુળને ઉજાળ્યુ જગતમાં,વિરપુરના જલારામે ભઇ
હ્યુસ્ટન જલાસાંઇની જ્યોતને,લક્ષ્મીબાએ પ્રગટાવી ભઈ
ભક્તિરાહને પકડી બાએ,ઠક્ક્રર કુળને ઉજ્વળ રાહ દીધી
દીકરી જ્યોતિબેનની પ્રેમનીરાહે,નિર્મળતાની કેડી લીધી
…………. એવા પુજ્ય લક્ષ્મીબાનો જન્મદીવસ ઉજ્વાય આજે અહીં.
શ્રી બેચરદાસની આંગળી પકડી,લક્ષ્મીબા આવ્યા છે અહીં
ભક્તિરાહે પ્રેમથી ચાલતા,જલાસાંઇનુ મંદીર કર્યું છે અહીં
સંત જલાસાંઇની જ્યોત,અમેરીકામાં પ્રગટાવી આવી અહીં
પ્રદીપને હૈયે આનંદઅનેરો,જન્મદીને પગે લાગે છે એ જઈ
…………..એવા પુજ્ય લક્ષ્મીબાનો જન્મદીવસ ઉજ્વાય આજે અહીં.

++++++++++++++++++++++++++++++++++++++++++++++
.                .અમેરીકામાં સંત પુજ્ય જલારામ બાપા અને  સંત પુજ્ય સાંઇબાબાનુ
સૌ પ્રથમ મંદીર હ્યુસ્ટનમાં પુજ્ય લક્ષ્મીબેન બેચરદાસ ઠક્કરે હીલક્રોફ્ટપર કર્યુ
જે ભક્તિમાર્ગની ઉજ્વળ જ્યોત દેનાર લક્ષ્મીબાનો આજે  ૮૧ મોજન્મદીવસ છે
તે યાદ રૂપે આ કાવ્ય સપ્રેમ ભેંટ

લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ પરિવાર તરફથી જય જલાસાંઇ સહિત સપ્રેમ ભેંટ.