October 30th 2013
. .સમયની કેડી
તાઃ૩૦/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની લીલા છે ન્યારી,સમયની કેડીએજ સમજાય
માનવ થઈને જીવન જીવતા,સૌ કામ સરળ થઈ જાય
. ………………….કુદરતની લીલા છે ન્યારી.
કર્મ બંધન છે કેડી અવનીની,ના કોઇ જીવથી છટકાય
અવનીપરનુ આગમનપારખતા,જીવન ઉજ્વળ થાય
મળેલ કાયાના બંધન જગતમાં,કર્મની કેડી બની જાય
લખેલ લેખ જીવના આગમને,સાચી ભક્તિએ છુટીજાય
. ……………………કુદરતની લીલા છે ન્યારી.
તારૂ મારૂ એ લાકડી કુદરતની,દેહને અવનીએ જકડી જાય
જન્મમૃત્યુના બંધન મળીજતા,સમયની કેડીને નાપકડાય
સમજણ સાચી જીવને મળતા,મોહમાયાથી દુર જતો જાય
મૃત્યુ દ્વારે જીવ આવતા જગતમાં,મુક્તિની રાહ મળી જાય
. ……………………કુદરતની લીલા છે ન્યારી.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
October 29th 2013
. .પ્રીતની પરખ
તાઃ૨૯/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ પ્રેમની જ્યોત જીવનમાં,સુખ શાંન્તિને આપી જાય
સાચીપ્રીતની પરખ થાય,જ્યાં નિર્મળ જીવન મળી જાય
. ………………….સરળ પ્રેમની જ્યોત જીવનમાં.
કેડી મળે છે જીવને અવનીએ,જે કર્મ બંધનથીજ પકડાય
અવનીપરનુ આગમન બને,જ્યાં કર્મનીકેડી ના સમજાય
દેહનોસંબંધ જીવને વળગે,કળીયુગમાં નાકોઇથી છટકાય
અવનીપરના દેહથી,માનવતાની મહેંક વર્તનથી દેખાય.
. ………………….સરળ પ્રેમની જ્યોત જીવનમાં.
લાગણી પ્રેમની સરળ કેડી મળે,જ્યાં સમજણથી જીવાય
મળે પ્રીત જ્યાં નિખાલસતાએ,ત્યાં જીવન ઉજ્વળ થાય
કળીયુગની કાતર તોછે વાંકી,જીવને દુર્માર્ગેજ દોરી જાય
અંતઆવતા દેહનો અવનીથી,જીવ કર્મનીકેડીએ બંધાય
. …………………..સરળ પ્રેમની જ્યોત જીવનમાં.
==================================
October 27th 2013
. .જય શ્રીરામ
તાઃ૨૭/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામનામના સતત સ્મરણથી,જીવને શાંન્તિ મળતી જાય
ઉજ્વળ રાહ મળે જીવનમાં,ને પાવનકર્મ જીવનમાં થાય
. ………………….રામનામના સતત સ્મરણથી.
મોહમાયા ને લાગણી છુટે,ને સંગે નિર્મળતા મળતી જાય
ભક્તિ માર્ગની સાચી કેડી,જીવને પાવન કર્મ આપી જાય
સંસ્કારસાચવી વંદનકરતાં,પિતા દશરથ પણ રાજી થાય
સીતાજીનો સંગપામીને,ભવસાગરનો માર્ગ બતાવી જાય
. …………………રામનામના સતત સ્મરણથી.
રાવણને આંગળી ચીંધી કર્મની,કળીયુગમાં એભટકી જાય
અભિમાનને એ આદર કરતાં,શ્રીરામથી એનુ દહન થાય
કુદરતની આ રીત નિખાલસ,સાચી ભક્તિરાહે સમજાય
શ્રીરામ શ્રીરામની માળાકરતાં,જીવને શાંન્તિ મળી જાય
. ………………….રામનામના સતત સ્મરણથી.
*************************************
October 26th 2013
. પરમપ્રેમ
તાઃ૨૬/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપ્રેમ મળે માબાપનો,જન્મે સંતાન બની જાય
આવી અવનીએ દેહ મળે,એજ કર્મબંધન બની જાય
. ………………….પરમપ્રેમ મળે માબાપનો.
લાગણી મોહને કૃપા મળે,જ્યાં નિર્મળ સ્નેહને સચવાય
ઉજ્વળતાનીકેડી મળેજીવને,જ્યાંઆશીર્વાદ મળીજાય
લઘર વઘર જીવનથી બચવા,નિર્મળ ભક્તિને પકડાય
પ્રેમનીસાચી વર્ષા મળતા,મળેલ જન્મસફળ થઈ જાય
. ……………………પરમપ્રેમ મળે માબાપનો.
વાણીવર્તન એકેડી જીવની,માબાપનીકૃપા એમળી જાય
સમજણ સાચી મળીજતાં,નાકોઇ આફત આવી અથડાય
કળીયુગનો નાસ્પર્શ જીવને,એજ સાચી પ્રભુકૃપા કહેવાય
સંતજલાસાંઇનીજ્યોત પ્રગટતા,પાવનકર્મ જીવથી થાય
. ……………………પરમપ્રેમ મળે માબાપનો.
************************************
October 25th 2013
. .મુક્તિમાર્ગ
તાઃ૨૫/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવનની નિર્મળતા,એ સરળજીવન દઈ જાય
પ્રેમની સાંકળ સ્નેહથી મળતા,મુક્તિમાર્ગ મળી જાય
. …………………..માનવજીવનની નિર્મળતા.
દેહમળતા અવનીએ જીવને,જન્મમરણનું બંધન થાય
જન્મ મળે જ્યાં અવનીએ,ત્યારથી સંબંધ મળતા જાય
કર્મની નિર્મળ કેડી પકડીને ચાલતા,પ્રભુ કૃપા થઈ જાય
માનવતાનીમહેંક પ્રસરતા,જીવનો જન્મસફળ થઇજાય
. ……………………માનવજીવનની નિર્મળતા.
અપારકૃપા મળે જીવને,જ્યાં નિર્મળભક્તિ મનથી થાય
મોહ માયાની ચાદર છુટતાં,પાવન કર્મ જીવનમાં થાય
જલાસાંઇની નિર્મળભક્તિ,જીવનેઉજ્વળરાહ આપીજાય
ભક્તિપ્રેમની સાચીજ્યોતલેતા,જીવનાબંધન છુટી જાય
. ……………………માનવજીવનની નિર્મળતા.
===================================
October 23rd 2013
. .સુંદર સવાર
તાઃ૨૩/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માનુ સ્મરણ કરતાં,દેહની જ્યાં ઉંઘ પુરી થાય
આવી મળે કૃપા જલાસાંઇની,સુંદર સવાર મળી જાય
. ………………….પરમાત્માનુ સ્મરણ કરતાં.
માનવી મનને બંધન અનેક,નાકોઇ જીવથી છટકાય
કુદરતની આ છે અનેરીલીલા,સુખ શાંન્તિ લુંટી જાય
કર્મનીકેડી એતો જીવના બંધન,નાજીવથી છુટી થાય
ભક્તિ માર્ગની સરળ કેડી પકડે,પ્રભાત ઉજ્વળ થાય
. …………………..પરમાત્માનુ સ્મરણ કરતાં.
લાગણીમોહ એ કળીયુગીરાહ,સાચી સમજણે સચવાય
નિર્મળતાને પકડીને ચાલતાજ,પવિત્ર રાહ મળી જાય
પુંજનઅર્ચન પ્રેમથીકરતા,આવતી વ્યાધી ભાગી જાય
સુર્યદેવના પહેલાકિરણે,મળેલ દેહ ઉજ્વળ થઈ જાય
. ……………………પરમાત્માનુ સ્મરણ કરતાં.
+++++++++++++++++++++++++++++++++
October 22nd 2013
. ……………………….નજરની પરખ
તાઃ૨૨/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નજર પડી જાય જ્યાં પ્રેમથી,સુખસાગર છલકાઇ જાય
અતુટ આફત આવી મળે,જ્યાં ઇર્ષાથી દ્રષ્ટિ પડી જાય
. ………………….નજર પડી જાય જ્યાં પ્રેમથી.
આનંદ આનંદ મળે પળે પળ,એ નિખાલસતા કહેવાય
સાચો સંબંધ નિર્મળ પ્રેમનો,જગે માનવતાએ મેળવાય
અહીંતહીંની ઝંઝટ નાજીવે,સરળતાએપ્રભુકૃપાસહેવાય
નિર્મળતાનો સંગ રહે સંગે,જ્યાં જલાસાંઇની કૃપા થાય
. …………………..નજર પડી જાય જ્યાં પ્રેમથી.
કળીયુગની કેડી છે વ્યાધીઓ,જે નાઅપેક્ષાએ મળી જાય
સરળતાનો ના સંગ રહે,જ્યાં ઇર્ષાની હેલીઓ આવી જાય
દેખાવનો દરીયો વહે જગતમાં,ક્યારે ક્યાંથી એ ભટકાય
માતાની ચૉકીને પ્રેમેપુંજતા,નાકોઇ બુરી નજર પડી જાય
. …………………..નજર પડી જાય જ્યાં પ્રેમથી.
=================================
October 21st 2013
. .મનની માગણી
તાઃ૨૧/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર આવેલા જીવને,સુખદુઃખ જીવનમાં સંધાય
મનની માગણી પ્રભુને ધરતાં,જીવનેકૃપા મળતી જાય
. ………………….અવનીપર આવેલા જીવને.
અપારલીલા કુદરતની જગે,ના માનવમનને સમજાય
પ્રભુભક્તિનો માર્ગ પકડતા,જીવને સરળતા મળી જાય
માનવતાની મહેંક પ્રસરતા જ,સૌનો સાથ મળતો જાય
અજબલીલા અવિનાશીનીજગે,સાચી પ્રેરણાઆપીજાય
. ………………….. અવનીપર આવેલા જીવને.
મોહમાયા કળીયુગમાંવળગે,નિર્મળ જીવનમાં અડી જાય
સાચી રાહ મળતા જીવને,આધી વ્યાધીઓથી બચી જાય
એકજકેડી મળે જીવને,જ્યાં જલાસાંઇની પ્રેમે ભક્તિ થાય
દેહ છુટતાઅવનીથી જીવને,મુક્તિમાર્ગની કેડીમળી જાય .
. …………………….અવનીપર આવેલા જીવને.
+++++++++++++++++++++++++++++++++++
October 19th 2013
. .कुदरतकी देन
ताः१९/१०/२०१३ प्रदीप ब्रह्मभट्ट
सपनोमें ना खोना जगमें,सपने कदी नाहोते साकार
उज्वल प्रेमकी राह मीले,जहां श्रध्धा होती है अपार
. …………….सपनोमें ना खोना जगमे.
अवनीपरका आगमन ही है,जीवका कर्मोका संगाथ
कर्मका बंधन जीवसे है,ना कोइ रहे सकता निराधार
जहां ज्योत प्रेमकी जले दीलसे,हो जाते है सब काम
आकरमिले क्रुपा जलासांइकी,जहा भक्तिका हो साथ
. ……………..सपनोमें ना खोना जगमे.
जन्ममरणका नाता जीवको,जहांमानवता रहेती साथ
निर्मलताका संग रहे जीवनमें,वो ही कुदरतकी हे देन
परम क्रुपा हो जाये परमात्माकी,जन्मसफल हो जाये
जन्ममरणका नाता तुटे,श्रीजलासांइकी हो जाये रहेम
. …………………सपनोमें ना खोना जगमे.
+++++++++++++++++++++++++++++++++
October 18th 2013
. . શરદ પુનમ
તાઃ૧૮/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શરદ પુનમના ચાંદને નિરખી,શીતળતાનો સાથ આવી જાય
આવી આંખમાં કિરણ પડતા,જીવને અનંત શાંન્તિ મળી જાય
. ………………….શરદ પુનમના ચાંદને નિરખી.
સુર્ય કિરણનો સહવાસ મેળવતા,અવનીએ તાપ આવી જાય
અનંત અકણામણને તોડવા,જીવ દેહ લઈ અહીં તહીં ભટકાય
પ્રેમની સુવાસ મેળવવા કાજે,વૃક્ષનો પડછાયો પકડવા જાય
ઉદય ને અસ્ત સુરજનો અવનીએ,જીવને ટાઢક આપી જાય
. ……………………શરદ પુનમના ચાંદને નિરખી.
ચાંદનીની શીતળતા ન્યારી લાગે,જીવની શાંન્તિએ દેખાય
મળે કિરણ જ્યાંદેહને અવનીએ,મન શાંન્તિએ હરખાઇ જાય
શરદપુનમના શીતળચાંદે,અવનીએ સુખશાંન્તિઆવી જાય
સ્નેહપ્રેમનીજ્યોત પ્રગટાવીજીવને,અનંતશાંન્તિઆપી જાય
. ……………………શરદ પુનમના ચાંદને નિરખી.
====================================