October 17th 2013

સંબંધની શીતળતા

.                .સંબંધની શીતળતા                              

તાઃ૧૭/૧૦/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મની કેડી સરળ બને જીવની,જ્યાં માનવદેહ મળી જાય
અવનીપરનુ આગમન છે એવું,જે કર્મના બંધનથીસંધાય
.                    ………………..કર્મની કેડી સરળ બને જીવની.
લેખ લખેલ જીવના જગતમાં,ના કોઇ માનવીને સમજાય
શીતળ સંબંધએ સંસ્કાર છે જીવના,જે સદમાર્ગે  દોરી જાય
માનવજીવનનો મોહ મુકતા,જીવે  જલાસાંઇની  કૃપા થાય
માનવતાની મહેંક પ્રસરતા,અવનીએ જીવને આનંદથાય
.                 …………………..કર્મની કેડી સરળ બને જીવની.
આશીર્વાદથી ઉજ્વળરાહ મળે,ત્યાં અનેક સદકાર્યો થઈજાય
મોહમાયાના વાદળ છુટતાં,અનેક પાવનકર્મ જીવનમાં થાય
મારુ તારુને નેવે મુકતા જીવનમાં,સગાસંબંધીયો પણ હરખાય
અંતઆવે દેહનો અવનીથી,ત્યાં પરમાત્માની શીતળકૃપાથાય
.                ……………………કર્મની કેડી સરળ બને જીવની.

======================================