September 27th 2016

ભક્તિનો ભંડાર

.                    . ભક્તિનો ભંડાર

તાઃ૨૬/૯/૨૦૧૬     (ન્યુયોર્ક)        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિનો ભંડાર લઈ જીવતા,જીવને અનંત શાંન્તિ મળી જાય
અજબલીલા અવિનાશીની લેતા,મળેલ જન્મ સફળ થઈ જાય
………..એજ કૃપા જલાસાંઇની,જે મળેલ માનવજીવન મહેંકાવી જાય.
નિર્મળ ભાવથી ભક્તિ કરતાં,જીવ પર પરમાત્માની કૃપા થાય
નાઅપેક્ષા કે કોઇમાગણી રાખતા,ઉજ્વળ જીવનરાહ મળીજાય
કરેલ કર્મ જીવનમાં સ્પર્શે, ત્યાંજ અનંતપ્રેમની વર્ષા થઈ જાય
લાગણી મોહ ના જીવને કદી સ્પર્શે,એજ  પવિત્રરાહ આપી જાય
………..એજ કૃપા જલાસાંઇની,જે મળેલ માનવજીવન મહેંકાવી જાય.
અનેક જીવોને ભોજનદેતા,જીવનમાં ભક્તિભંડાર છલકાઈ જાય
માનવજીવનને સાર્થક કરવા,નાકોઈ ભેદભાવ જીવનમાં રખાય
જીવની જ્યોત પ્રગટતા અવનીએ,મળેલ જન્મ સાર્થક થઈજાય
વિદાય લેતા અવનીથી જીવને,જન્મ મરણના બંધન છુટી જાય
………..એજ કૃપા જલાસાંઇની,જે મળેલ માનવજીવન મહેંકાવી જાય.

+++++++++++++++++++++++++++++++++++++++++++

September 9th 2016

નિર્મળરાહ નવીનભાઈની

navin

 

.

.

.

.

.

.

.

.            . નિર્મળરાહ નવીનભાઈની

તાઃ૧૦/૯/૨૦૧૬                        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ઉજ્વળ જીવનની રાહ પકડી,હ્યુસ્ટન  આવ્યા વ્હાલા નવીનભાઈ
પ્રેમનિખાલસ લઈ જીવનસંગીની,બકુલાબેનને સંગે લાવ્યા અહીં
……….. એવી પવિત્રરાહે જીવતા નવીનભાઈ,૭૫ વર્ષના થઈ ગયા અહીં.
મોહમાયાને દુર રાખતા જીવનમાં,સંબંધીઓનો પ્રેમ મળી જાય
નામાગણી કે કોઇ અપેક્ષારાખતા,અનેકનો પ્રેમ નિખાલસ થાય
ઉંમરને નાઆંબી શકે કોઇ,કે ના કોઇથી જીવનમાં કદી છટકાય
પ્રાર્થના જલાસાંઇને પ્રદીપની,નવીનભાઈ હજારોવર્ષ જીવી જાય
…..…… એજ સંબંધીઓની અર્ચના પરમાત્માને,સુખસંપત્તિની વર્ષા થાય.
નિર્મળ પ્રેમ મળે દેવીકાબેનનો,સંગે કોકીલાબેનનો મળી જાય
અનંતપ્રેમની વર્ષાએજ, નવીનભાઈની જગતમાં નામના થાય
બકુલાબેનનો સાથ જીવનમાં,પત્નીનો પવિત્રસંગ આપી જાય
જય શ્રી કૃષ્ણના સ્મરણથી જીવનમાં,પરમાત્માની કૃપા થાય
………..એજ નિખાલસ ઉજ્વળ જીવનથી,તેમની હ્યુસ્ટનમાં નામના થાય.

************************************************************
.          પુજ્ય શ્રી નવીનભાઈને આજે ૭૫ વર્ષની ઉંમરને નમસ્કાર કરતા હ્યુસ્ટનના પ્રેમીઓ
તેમને અમૃત મહોત્સવનો ઉજવણીનો કાર્યક્રમ ગોઠવી તેમનુ સન્માન કરે છે તે નિમિત્તે
આ કાવ્ય જયજલારામ જય સાંઇરામ જય શ્રીકૃષ્ણ સહિત સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ,રમા બ્રહ્મભટ્ટ,રવિ બ્રહ્મભટ્ટ.