July 30th 2015
. .ગુરૂ પુર્ણિમા
તાઃ૩૦/૭/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર જીવનની રાહ મળે,જ્યાં ગુરૂની કૃપા થઈ જાય
માનવતાની મહેંક પ્રસરે જગે,જ્યાં ગુરૂને વંદન થાય.
……..એજ કેડી સંસ્કારની જીવનમાં,જે જન્મ સફળ કરી જાય.
ભણતરથી ર્ઉજ્વળ રાહ મળે,જ્યાં ગુરૂજીને અનુસરાય
દીધેલરાહને પકડી ચાલતા,મા સરસ્વતીની કૃપાથાય
ડગલે પગલે સફળતામળે,એ સાચી લાયકાત કહેવાય
ઉજ્વળજીવન જીવતા,જીવનમાં સંગાથપણ મળીજાય
……..એજ કેડી સંસ્કારની જીવનમાં,જે જન્મ સફળ કરી જાય.
માનવદેહ એ કૃપા પ્રભુની,જ્યાં નિખાલસ જીવન જીવાય
ભક્તિમાર્ગની કેડીમળે,જ્યાં સંત જલાસાઇને ગુરૂ કહેવાય
ગુરૂ પુર્ણિમાના દીવસે અંતરથી,સાચા સંતને વંદન થાય
મળે માર્ગ મુક્તિનો જીવને,જે ગુરૂદેવની કૃપાએ મેળવાય
……..એજ કેડી સંસ્કારની જીવનમાં,જે જન્મ સફળ કરી જાય.
===========================================
July 28th 2015
. . ભક્તિનો રંગ
તાઃ૨૮/૭/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉંમર તો છે સમયની કેડી,સમય સમયે સમજાઈ જાય
પાવનરાહ મળે છે જીવને,જે ભક્તિ માર્ગ બતાવી જાય
……..એજ કૃપા જલાસાંઈની,જે ભક્તિનો નિર્મળ રંગ આપી જાય.
પ્રેમનિખાલસ પામવા જીવનમાં,શ્રધ્ધાએ જીવન જીવાય
મોહમાયાની કદમ છોડતા,જીવનમાં દરેક પળ સચવાય
સતત સ્મરણ કરતા જલાસાંઇનું,પરમાત્માની કૃપા થાય
આંગણે આવી કૃપામળે પ્રભુની,જીવને શાંન્તિ આપી જાય
……..એજ કૃપા જલાસાંઈની,જે ભક્તિનો નિર્મળ રંગ આપી જાય.
મનથી કરેલ ભક્તિ સાચી,એજીવને સાચીરાહ આપી જાય
તનથી કરેલ મહેનત જીવને,શાંન્તિનો સંગાથ આપી જાય
માગણીની ના કોઇ આશા રહે,જ્યાં જીવને સઘળુમળી જાય
સરળ જીવનની રાહ મળે,જ્યાં સાચો ભક્તિ રંગ મળી જાય
……..એજ કૃપા જલાસાંઈની,જે ભક્તિનો નિર્મળ રંગ આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++
July 27th 2015
. .માનવતા મળે
તાઃ૨૭/૭/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની કેડી છે ન્યારી,જે જીવને સમજ્ણથી સમજાય
મળેલ દેહને ઉજ્વળરાહ,નિર્મળ માનવતાએ મળી જાય
……..નિખાલસપ્રેમ ને અંતરનોસ્નેહ,જીવને સદમાર્ગે દોરી જાય. પ્રેમનીગંગા જગતમાં વહે છે,લાયકાતે જીવને મળી જાય
સરળજીવનની રાહે ચાલતા,સંત જલાસાંઈની કૃપા થાય
મોહમાયાથી દુર રહેતા,મળેલ દેહ કળીયુગથી છુટી જાય પરમાત્માની એકજ દ્રષ્ટિએ,પાવનકર્મ જીવનમાં થઈજાય
…….નિખાલસપ્રેમ ને અંતરનોસ્નેહ,જીવને સદમાર્ગે દોરી જાય.
આજને સમજી ચાલતા જીવનમાં,આવતીકાલ સુધરી જાય
મળે આશીર્વાદ માબાપના સંતાનને,જીવનમાં શાંન્તિથાય અજબકૃપા સુર્યદેવની થતાં,જીવની માનવતા પ્રસરીજાય
નાઅપેક્ષાની કોઇ આશા રહે,કે નાકોઇ મુંઝવણ આવી જાય
…….નિખાલસપ્રેમ ને અંતરનોસ્નેહ,જીવને સદમાર્ગે દોરી જાય. =======================================
July 19th 2015
. .ઉજ્વળ કાલ
તાઃ૧૯/૭/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં સમયને પરખાય
ડગલુ પારખી ભરતા જીવનમાં,સફળતા મળી જાય
……..એજ સફળ જીવનની સાંકળ બને,જે નિર્મળતા દઈ જાય.
અવનીપરનુ આગમન દેહને,કર્મબંધન આપી જાય
આવનજાવન દેહનુ અવનીએ,એ સમયેજ સમજાય
કરેલ કર્મ જકડેજીવને,જે અનુભવની દોરીએ દેખાય
આજકાલને સમજી ચાલતા,પવિત્રકર્મ જીવથી થાય
……..એજ સફળ જીવનની સાંકળ બને,જે નિર્મળતા દઈ જાય.
માનવ જીવનમાં મળે કેડી,જેને સમજી પગલુ ભરાય
વિચારના વમળથી નીકળતા,જીવને શાંન્તિ મળીજાય
માયાની ચાદરને છોડતા,ઉજ્વળ કાલ પણ મળીજાય
જન્મ મરણના બંધનછુટે,જે જીવને મુક્તિરાહ દઈજાય
……..એજ સફળ જીવનની સાંકળ બને,જે નિર્મળતા દઈ જાય.
=====================================
July 18th 2015
. . આધીવ્યાધી
તાઃ૧૮/૭/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આધી વ્યાધી ના આંબે કોઇ,કે જગે ના કોઇથી છટકાય
સમજણ સાચી સાથે રાખતા,ના તકલીક કોઇ અથડાય
……….એ જ કૃપા પરમાત્માની,જે નિર્મળ ભક્તિએ મળી જાય.
માનવ જીવન એ કર્મની કેડી,જે દેહે બંધનથી સમજાય
અવનીપરનું આગમન થતાં,જીવને કર્મથી સ્પર્શી જાય
આધી વ્યાધીએ કળીયુગની ચાલ,ના કોઇથીય છટકાય
નિર્મળ ભક્તિ પ્રેમથી કરતાં,જલાસાંઇની કૃપા થઈ જાય
……….એ જ કૃપા પરમાત્માની,જે નિર્મળ ભક્તિએ મળી જાય.
આજે સમજીને કાલે કરીશ,એજ માનવીની મતી કહેવાય
કળીયુગમાં નાકોઇ રાહ મળે,કે નાકોઇનો સંગાથમેળવાય
અજ્ઞાનતાની એકજ કેડીએ,જીવને વ્યાધીએ મળતી જાય
ના કોઇને સમજણ પડે,કે ના આધી વ્યાધી થી દુર જવાય
……….એ જ કૃપા પરમાત્માની,જે નિર્મળ ભક્તિએ મળી જાય.
====================================
July 16th 2015
. . ભાગંભાગ
તાઃ૧૬/૭/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ જીવનની સમજ મળે,જ્યાં સમયને સમજાય
મળે માનતાની મહેંક જીવને,જે પ્રભુકૃપાએ મેળવાય
………..અપેક્ષાના વાદળને છોડતા,ભાગંભાગથી છટકાય.
સમયને ના પકડી શક્યું છે કોઇ,કે ના કોઇથીય છટકાય
મળેલ માનવ દેહ જીવને,જે જીવને બંધનથી મેળવાય
ભક્તિકેરી જ્યોત પ્રગટતા,માનવ જીવન ઉજ્વળ થાય
પરમાત્માની એકજ કૃપાએ,મળેલ જન્મસફળ થઈ જાય
………..અપેક્ષાના વાદળને છોડતા,ભાગંભાગથી છટકાય.
માયા વળગે જ્યાં કાયાને,એજ કળીયુગની કેડી કહેવાય
સમજી વિચારી પગલુ ભરતાં,આવતી આફતથીછટકાય
મળે સાચી રાહ ભક્તિની,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
ના અંતરમાં કોઇ ઉભરો રહે,કે નાકોઇ માગણીય રખાય
………..અપેક્ષાના વાદળને છોડતા,ભાગંભાગથી છટકાય.
==========================================
July 14th 2015
. .શીતળતાનો સંગાથ
તાઃ૧૪/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનની આ નિર્મળકેડી,જ્યાં શીતળતાનો સંગાથ
મળે સાચીરાહ જીવનમાં,ના જીવને કોઇથી બંધાય
……એજ સાચી કેડી જીવનમાં,જે સાચી માણસાઇથી મેળવાય.
મનથી કરેલ કર્મ જીવનમાં,સફળતાએ જ દોરી જાય
નાઆશા કે અપેક્ષાને રાખતા,સરળ જીવન થઈ જાય
પરમાત્માની કૃપામળે,ત્યાં ડગલે ડગલુ સચવાઇ જાય
અંતરમાં આનંદ થઈ જાય,જ્યાં જલાસાંઇની કૃપાથાય
……એજ સાચી કેડી જીવનમાં,જે સાચી માણસાઇથી મેળવાય.
મેં કર્યુ ને મારું કર્યુ પકડતા,કળીયુગની કેડી મળી જાય
જીવને મળેલ સાચી સમજણ,એ જ સાચી રાહ દઈ જાય
અપેક્ષાના વાદળઉડતા,જીવથી અજબશાંન્તિ મેળવાય
અંત આવતા દેહનો અવનીથી,મુક્તિમાર્ગની મળીજાય
…….એજ સાચી કેડી જીવનમાં,જે સાચી માણસાઇથી મેળવાય.
=====================================
July 14th 2015
. .જગતની જ્યોત
તાઃ૨૧/૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુર્યદેવના આગમનથી જગતમાં પ્રકાશ પથરાઈ જાય
સાહિત્ય જગતનીજ્યોત જગતમાં હ્યુસ્ટનથીપ્રસરી જાય
…એવા કલમપ્રેમી વિશ્વદીપભાઇ સાહિત્યજ્યોત પ્રગટાવી જાય.
આજકાલને ના આંબે કોઇ,કે ના જન્મ દીવસથી છટકાય
૧૮મી ફેબ્રુઆરીએ જન્મદીન,જે ઉંમરે ભુતકાળ થતોજાય
અજબપ્રેમ મળે કલમપ્રેમીઓનો,જે કલમથીજ મેળવાય
સંગ મળ્યો જ્યાં રેખાબેનનો,ત્યાં જીવન ઉજ્વળથઈજાય
…એવા કલમપ્રેમી વિશ્વદીપભાઇની જન્મદીને કૅક કપાઇ જાય.
સાહિત્ય સર્જકો મળે પ્રેમથી,જે નિર્મળ સ્નેહથી મેળવાય
આણંદમાં હો કે અમદાવાદમાં,કે પછી ભાવનગરમાંય હો
જગતમાં પ્રસરે સાહિત્યપ્રેમ,જે કલમપ્રેમીઓથીમળીજાય
કલમની કેડીસંગે પ્રેમ નિખાલસ,એસાચાપ્રેમથી મેળવાય
…એવા કલમપ્રેમી વિશ્વદીપભાઇની જન્મદીને કૅક કપાઇ જાય.
===================================================
. .હ્યુસ્ટનની સાહિત્ય સરીતાની જ્યોત જગતમાં પ્રસરાવી નિખાલસતાનો
સંગ રાખી ઉજ્વળ જીવનની રાહ દોરતા એવા શ્રી વિશ્વદીપભાઇને હ્યુસ્ટનના
કલમપ્રેમીઓ સહીત પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જલારામ સહિત Happy Birthday.
July 13th 2015
. .સરળરાહ
તાઃ૧૩/૭/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં સમયનો સાથ મળી જાય
નિર્મળતાનો સાથ મળતા,મોહમાયા જીવથી આધી જાય
………..મળે જીવને સરળ જીવન,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય.
અવતરણના બંધન છે જીવના,દેહ મળતાજ એ સમજાય
મનુષ્ય જીવન એ કૃપા પ્રભુની,સરળ જીવનથી મળી જાય
દાન માનને દુર રાખીને જીવતા,લોભ મોહ દુર ભાગી જાય
અંતરમાં આનંદની મહેંક રહે,પરમાત્માનો પ્રેમ મળી જાય
………..મળે જીવને સરળ જીવન,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય.
લઘરવઘર જીવન છે જીવનુ,જ્યાં કળીયુગીકેડી અડી જાય
સંબંધ પકડે છે દેહને અવનીએ,જે કર્મે જીવને જકડતો જાય
સુખદુઃખનાવાદળ તોવરસે,જગે ના સાધુબાવાથીય બચાય
ભક્તિભાવની નિર્મળરાહે,જીવનેમળેલ જન્મ સફળથઈજાય
………..મળે જીવને સરળ જીવન,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય.
*********************************************
July 11th 2015
. . સ્મરણ સીતારામ
તાઃ૩૦/૩/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનથી ભજી લેજે શ્રી રામ,તારા પુરણ થશે સૌ કામ
ઘરમાં સ્મરી લેજે સીતારામ,અંતે મળશેમુક્તિધામ
. ……………………મનથી ભજી લેજે શ્રી રામ.
ભક્તિમાર્ગની નિર્મળ કેડી,સાચી શ્રધ્ધાએ મળીજાય
માનઅપમાનને છોડી દેતાંજ,આજીવન મહેંકી જાય
કળીયુગની કાતર છે એવી,જે સાચી ભક્તિકાપીજાય
દેખાવની દુનીયા આંબવા,જલાસાંઇની ભક્તિ થાય
. …………………..મનથી ભજી લેજે શ્રી રામ.
નિર્મળજીવનની જ્યોતપ્રગટે,જ્યાં સીતારામભજાય
કુદરતની એજ અસીમ કૃપા છે,જે સદમાર્ગે લઈ જાય
ભક્તિ ભાવને નિખાલસ રાખી,શ્રી રામની ભક્તિથાય
ના સંસારની ચાદર ઢંકાય,કે ના મોહમાયા અથડાય
. ……………………મનથી ભજી લેજે શ્રી રામ.
++++++++++++++++++++++++++++++++++