July 10th 2015

કોણ કોનું

.                    . કોણ કોનું

તાઃ૧૦/૭/૨૦૧૫               પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોણ મારુ ને કોણ તમારુ,ના જગમાં કોઇ કહેનારુ
કર્મના બંધનથી રહેવાનું,ના કોઇથી છટકાવાનું
……….એજ અપારલીલા પ્રભુની,સૃષ્ટિની સાંકળમાં બંધાવાનું.
દેહ મળે એ કર્મનીકેડી,નિર્મળજીવનમાં સમજાવાનું
ના અહંમ ના આશા રાખતા,જીવે કર્મથી દુર રહેવાનુ
સરળજીવનનીરાહે જીવતા,અનેકનો સાથ મળવાનો
પ્રેમ મેળવી પ્રેમીઓનો ,અનેક શાંન્તિને એ સહેવાનો
……….એજ અપારલીલા પ્રભુની,સૃષ્ટિની સાંકળમાં બંધાવાનું.
કલમની શીતળકેડીએ,જીવને અનેકનો સાથ રહેવાનો
નામારુ નાતારુ છોડતાં,માતાની અસીમકૃપા મળવાની
દેખાવની દુનીયાને આંબતા,ઉજ્વળ જીવન આ થવાનું
અંતરમાં આનંદ મળે કૃપાએ,જીવને મુક્તિમાર્ગે જવાનુ
……….એજ અપારલીલા પ્રભુની,સૃષ્ટિની સાંકળમાં બંધાવાનું.

+++++++++++++++++++++++++++++++++++++