May 31st 2009

લોટી,ટકલો અને વાળ

               લોટી,ટકલો અને વાળ

તાઃ૩૧/૫/૨૦૦૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુર્ય કીરણ જ્યાં પડે અવનીએ, પ્રભાત થયુ કહેવાય
કુદરતનીછે અકળલીલા,માનવ જુદી રીતે ઓળખાય
                                    ……..સુર્ય કીરણ જ્યાં પડે.
સંસારી સરગમમાં ચાલતો માનવ, પ્રેમાળ છે દેખાય
ભાગેજે સંસારની સૃષ્ટિથી,કાઢીવાળ લોટીયો થઇજાય
મુંડન કરીને માળા પકડી,આમતેમ ભમતો એ દેખાય
માયાથી બચવાને કાજે,બહેનોથીએ દુર ભાગતો જાય
                                     ……..સુર્ય કીરણ જ્યાં પડે.
સકળ જગતના કર્તા જેને,જગે અવિનાશી છે કહેવાય
પ્રેમમળે ને માનવતા મળે,પણ ઉંમરના સંતાઇ જાય
વાળ ખરવા માંડે જ્યારે, છુટે મોહ જગના ધીરે ધીરે
સમયથી બચવા ખેલ કરે,તો ય ટકલો તે થઇ જાય
                                     ……..સુર્ય કીરણ જ્યાં પડે.
સૃષ્ટિના સકંજામાં આવી, અવનીએ મળે માનવદેહ
જુવાનીના જોશમાં રહેતો ત્યાં,વાળ ગોઠવતો અનેક
ગુચ્છો વાળનો ગોઠવી રાખી,સ્ટાઇલ પણ પકડી છેક
આજુ બાજુ જોતાં ચાલે,ને લટકા વાળ કરાવે અનેક
                                     ……..સુર્ય કીરણ જ્યાં પડે.

+++++++++++++++++++++++++++++++++++

May 31st 2009

વાળની કરામત

                 વાળની કરામત

તાઃ૩૦/૫/૨૦૦૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવતા જેને વાર લાગે,પણ જતા ના લાગે વાર
કાળાહોય ત્યારે સુંદરલાગે,ધોળા થતાંમન દુભાય
જેનીજગતમાં થાયમરામત,તેવી વાળનીકરામત
                   …… ભઇ તેને વાળની કરામત કહેવાય.
બાળપણમાં બાળકબુધ્ધિ પણ વાળનીવૃધ્ધિ થાય
આવેમાથે જ્યાં વાળ નાના,મા પાંથી પાડતીજાય
તેલ દીવેલનો સહવાસ મળે ત્યાં વાળ માથે થાય
                      ……..જે જોઇ માતા ખુબ પ્રેમે હરખાય.
જુવાનીના જોશમાં વાળની સ્ટાઇલ પણ બદલાય
પાંથીજાય સાઇડમાંને માથે ગુચ્છો મોટોથઇ જાય
ઉભરો આવતા જુસ્સામાં વાળને કાતરથી કતરાય
                       ……આ તો જુવાની નો જુસ્સો કહેવાય.
પચીસ,પાંત્રીસથી આગળચાલતા ઉંમરવધતીજાય
પોષણ આપતા ઘણા પ્રકારે તોય વાળ ખરતાથાય
બાળપણ પછી જુવાની વટાવી હવે માથે ટકલી થઇ
                   ……..ઉંમરની સાથે વાળની કરામત ભઇ.

——————————————————

May 31st 2009

સંબંધ કેટલો

                   સંબંધ કેટલો

તાઃ૩૦/૫/૨૦૦૯              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ચાલે સીધી ગાડી જીવનની,
                   જ્યાં મહેનત સાચી  થાયઃ
એક કામની વિટંમણામાં,
                 બીજામાં સફળતા છે દેખાય;
મળી જાય સાચો જ્યાં ટેકો,
               ત્યાં સંબંધ કેટલો છે સમજાય.
                              ………ચાલે સીધી ગાડી.
વણ માગે જ્યાં મળે પ્રેમ,
             ને હાથમાં મળે જ્યાં બીજો હાથ;
આનંદ ઉભરે હૈયે એવો,
                  જે માનવતામાં છે  મહેંકાય;
જીવજગતમાં જન્મધરે જ્યાં,
                  બંધનની સાંકળ મળી જાય;
કેવા કોના બંધન મળશે,
                જે જગમાં સંબંધથી સમજાય.
                                ………ચાલે સીધી ગાડી.
પ્રભુ કૃપા ને પ્રભુ પ્રેમ એ,
                 જીવની ભક્તિ સંગે છે આવે;
મળશે દયા પરમાત્માની,
                 ત્યાં છુટશે જગની આ માયા;
જલાસાંઇની ભક્તિની રાહે,
                મળશે કૃપા કરુણા આધારીની;
ના માગવી પડશે એ મળશે,
                જ્યાં ઝંઝટ જન્મજીવની ટળશે.
                                 ………ચાલે સીધી ગાડી.

++++++=======+++++++++======+++++++

May 30th 2009

ઉંઘ ક્યાંથી આવે?

                ઉંઘ ક્યાંથી આવે?

તાઃ ૩૦/૫/૨૦૦૯              પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાને મુકી ને નેવે, કરે હજારો એ કામ
સફળતા જ્યાં દુરભાગે,ત્યાં ઉંઘ ક્યાંથીઆવે?
                            …….માનવતાને મુકીને.
રોજબરોજની ટેવપડી જ્યાં,સાચી રાહનાદીસે
કરતાં કામ સમજીને પુરા,રહે સદા એ અધુરા
મનથીમાને હાશથયુ ભઇ,ને જગમાં થશેનામ
કામકામમાં ફેર છે એવો,જે સમજે સાચો વીર
                              …….માનવતાને મુકીને.
કાગળ પેનની પ્રીત નિરાળી જગમા છે દેખાય
સ્નેહ ભાવને પ્રેમ મળે,જ્યાં કૃપામાની થઇજાય
ચાલેકાગળપેન પાટાછોડી,ત્યાં બખાળા બહુથાય
ના પ્રીતમળે ના પ્રેમ,ભઇ મળે તિરસ્કારના વ્હેણ
                                  …….માનવતાને મુકીને.

()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()

May 30th 2009

જીભની ટેવ

                             જીભની ટેવ 

તાઃ૩૦/૫/૨૦૦૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતપિતાની લીલા એવી,ના પારખે પામર જીવ
આનંદ ઉલ્લાસની લહેરમળે,જ્યાંસંભાળો તમે જીભ
                            …….જગતપિતાની લીલા.
મારી જીભલડી છે એવી, ના ગમે ત્યાં ચાલે ભઇ
બબડવાની ના નાની ટેવ,કે ના ભાષણથી પ્રીત
જીભપર જ્યાં લગામ છે,ત્યાં સઘળુ તરી જવાય
મળે ન માગેલ પ્રેમ, ને હૈયા પણ ત્યાં ઠરી જાય
                                 …….જગતપિતાની લીલા.
જીવનની સરગમ નિરાળી,મળી ગયો મિત્રોનો પ્રેમ
સ્નેહભાવનેસાથેરાખતા,GSSના મળીગયામને હેત
નાશબ્દ મળેઆ જીભને,મળી જીવન જીવવાનીરીત
આદર આગમનના દ્વારે મને,જ્યોત મળી ગઇ જીભે
                                 …….જગતપિતાની લીલા.
લગામ જ્યાં હોય જીભને,ના ચાલે એ વાંકી ચુકી
લાગણી,પ્રીતને જીતમળેત્યાં,ને મળે દેહનેસન્માન
એક કહેતા મળેઅનેક જ્યાં,તેજીભ પવિત્ર કહેવાય
કૃપા,શાંન્તિ મળે જીવનમાં, ને ભાગે ચિંતાઓ દુર
                                 …….જગતપિતાની લીલા.

++++++++++++++++++++++++++++++++++

May 30th 2009

પ્રેમની દ્રષ્ટિ

                            પ્રેમની દ્રષ્ટિ

તાઃ૩૦/૫/૨૦૦૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળતાની એક લહેરમાં, હૈયે અનંત આનંદ થાય
પ્રેમનીદ્રષ્ટિ પડે જીવનમાં,ત્યાં જીવન ઉજ્વળ થાય
                                     ……શીતળતાની એક.
લફરાંલટકી ચાલે સાથે,જ્યાં દ્રષ્ટિ મનથીખોટી થાય
આવે ઉપાધીઓ સામે દોડી, ને તકલીફો મોટી થાય
                                     ……શીતળતાની એક.
માબાપની જ્યાં દ્રષ્ટિ પડે,સંતાનો જીવનમાં મલકાય
ને આશીર્વાદની હારમાળામાં,પ્રેમ સાચો પણ ઉભરાય
                                      ……શીતળતાની એક.
પ્રીતની રીત પણ વાંકી, જ્યાં દ્રષ્ટિ ટેઢી થઇ જાય
ડગલે પગલે ખાડા આવે,ને પગલાં તેમાં લબદાય
                                     ……શીતળતાની એક.
જલાસાંઇની દ્રષ્ટિનિરાળી,કૃપાળુને લઇને આવે દ્વાર
આવી બારણે પ્રભુજોતાં,જીવને જન્મમરણ ટળીજાય
                                     ……શીતળતાની એક.
પ્રેમનીદ્રષ્ટિ જગમાં નિરાળી,જીવજગતમાં મળે પ્રીત
અંતરની આતુરતાનો આવે અંત,ને મુક્તિ ખોલે દ્વાર
                                     ……શીતળતાની એક.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

May 27th 2009

ભક્તિભાવને પ્રેમ

                   ભક્તિભાવને પ્રેમ

તાઃ૨૬/૫/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ ભાવથી માળા કરુ છુ,ચરણે તમારે શીશ ધરુ હું,
ઉજ્વળજીવન શરણેધરીને,પાવનપ્રેમને માગી રહ્યો છુ.
…..ઓ ગણપતી બાપા તમને ભક્તિ ભાવથીનમન કરુ છુ.

સવાર સાંજ ને પારખી લેતા,ધુપદીપ ને વંદન કરુ છુ.
મળતી જગની માયા છોડીને,  કાયાના કામણ છોડુ હું,
સ્નેહપ્રેમની જ્યોતજાગીને,લાગે મનથી ભક્તિ તમારી,
પરમદયાળુ અતિ કૃપાળુ,સ્વીકારજો પ્રભુ પ્રેમ અમારો.
…..ઓ ગણપતી બાપા તમને ભક્તિ ભાવથીનમન કરુ છુ.

રીધ્ધીસીધ્ધીના છોઅધીકારી,જગતજીવના બલીહારી,
પ્રાણથીપ્યારા તમો પ્રભુછો,અધમઉધારણ અવીનાશી,
અંતરથી હુ સ્મરણ કરીને, પ્રેમથી જીવનચરણે ધરુ છુ,
માગણી મનથી મુક્તિકાજે,રાખજો હૈયે અરજી અમારી.
…..ઓ ગણપતી બાપા તમને ભક્તિ ભાવથીનમન કરુ છુ.

+++++++++++++++++++++++++++++++++++++

May 25th 2009

સફળતાની ચાવી

                  સફળતાની ચાવી

તાઃ૨૫/૫/૨૦૦૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઢોલ નગારા વાગે, ને ત્યાં શંખ જોરથી નાદે
હૈયે ટાઢક પણ લાગે, જાણે સફળતા મળી આજે.
ધીરજ હામ ને શ્રધ્ધા,જીવનમાં ત્યાં લાગી જાય,
મહેંકઆવીજાય જ્યાં સફળતાનીચાવી મળીજાય.
                                   …….ઢોલ નગારા વાગે.
મહેનત માનવતાથી કરતાં,સિધ્ધિ દેખાઇ જાય
આવી મળે ઉજ્વળતા,જે મહેનતથી મળી જાય
સંગી સાથી રહે સંગે ને,મળે સાગર સરખો પ્રેમ
જ્યોતીપ્રેમની જલે હંમેશાં,જે દિલમાં લાવે હેત
                                   …….ઢોલ નગારા વાગે.
સાર્થકજીવન છેઅવનીએ,જ્યાં પ્રેમનેમળે પ્રીત
કૃપાળુની થાય દયા,ને મળે માનવતાની રીત
આવતી કાલના  આગમને, કિરણ લાવે પ્રકાશ
સરળતા ને સહજતાં મળે,જીવનમાં આવે હાશ
                                   …….ઢોલ નગારા વાગે.

++++++++++++++++=+++++++++++++++++

May 25th 2009

मस्ताना मुसाफीर

              मस्ताना मुसाफीर

ताः२४/५/२००९            प्रदीप ब्रह्मभट्ट

कदम जहां धरतीपे रख्खा,
                 मेरे साथ सभी चलते है
हर कदमपे राह दिखानेवाले,
          मुझे मस्ताना मुसाफीर कहेते है
                           …….कदम जहां धरतीपे.
प्रेमकी मैने पाइ सीडीयां,
             जहां हर इन्सानको चलना है
सुखदुःखसे भरा संसारी जगमे
             मानवता ही एक बलीहारी है
                           …….कदम जहां धरतीपे.
ना जगमे कोइ रहेता है
             ना कोइ जगमे रह पाया है
आना जाना एक चक्कर है
             ना उससे कोइ बच पाया है
                           …….कदम जहां धरतीपे.
अजर अमर वो रह जाते है
              जो भक्ति प्रेमसे जीते है
भक्तिकी मस्ती है जगमें निराली
            जो जीव संग चली जाती है
                           …….कदम जहां धरतीपे.

???????????????????????????????????????????

May 24th 2009

વધામણા

                     વધામણા

તાઃ૨૩/૫/૨૦૦૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ

ફુલડાંનો લઇને ગુચ્છો, હું આવી ઉભો  છુ  બારણે
મારાપુરા થયા છે શમણા,હું દઉછુતને વધામણા
                               …….ફુલડાંનો લઇને ગુચ્છો.
ભણતરનીદોર જ્યાં પકડી,હાલમ ડોલમ એ કરતી
જ્યાં પાટી પેન ને જકડી, ત્યાં સીડી પકડી લીધી
એક,બે પછીત્રણ થતાં,મળીઉજ્વળજીવનનીલીટી
આવી સફળતા મારા દ્વારે,જેમળી મહેનતથી મારે
                               …….ફુલડાંનો લઇને ગુચ્છો.
સંસારની સોટી સીધી, જે સાચા પ્રેમ ભાવથી લીધી
સંતાન સંગીનીનો પ્રેમમળ્યો,મેં ઉજ્વળ જીંદગીદીઠી
ફુલોનો સથવાર સગા લઇ,આવે પ્રેમને પાવન કરવા
મહેંકપ્રેમની ને સુગંધપુષ્પની,સાથે ઉભરાતા હૈયાલાવે
                                   …….ફુલડાંનો લઇને ગુચ્છો.
જીવ જન્મની જ્યાં સમજ પડી,ભક્તિ પકડી લીધી
મંજીલ મળી મને જલાસાંઇની, સાચી રાહ મેં દીઠી
ઉજ્વળજીવન ને સાર્થકજન્મ,જ્યાં ભક્તિપ્રીતકીધી
આંગણે મારે ભક્તિ આવે,સાથે સંતો સ્નેહ વરસાવે
                                  …….ફુલડાંનો લઇને ગુચ્છો.

+++++++++++++++++++++++++++++++++++

Next Page »