May 9th 2009

લાકડી માબાપની

                         લાકડી માબાપની

તાઃ૯/૫/૨૦૦૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્નેહ  ભરેલ સંસારમાં, માનવી મન સદા મલકાય
કાજળ આંખમાં લગાવતા,જેમ આંખમાં ટાઢક થાય
                              …….સ્નેહ  ભરેલ સંસારમાં.
મન માનવતાને માયા મળે,
                       જ્યાં પ્રેમ માબાપનો અપાર
વૃત્તિ વર્તન ને વાચા સમજાય,
                   જ્યાં આશીર્વાદે પ્રેમ મળી જાય
સંતાનની સમજ ત્યાં પરખાય,
                            જ્યાં મળે ટેકો પળવાર
ઉપકાર અપાર છે તેમનો,
                    જેને અંતરથી માબાપ કહેવાય
                               …….સ્નેહ  ભરેલ સંસારમાં.
વરસ વરસની ચાલતી કેડી,
                          જેને વરસોવરસ કહેવાય
ઉંમરને વળગીને ચાલે,
                         ના છોડે એ દેહને પળવાર
એક,વીસ,પચાસ કરતાં ચાલતી રાહે ,
                  જ્યાં પહોંચે જીંદગી સાઇઠનીવાટે
બે પગ જ્યાં માગે દેહે સહારો,
               સંતાન બને માબાપની લાકડીનોટેકો
                              …….સ્નેહ ભરેલ સંસારમાં.

++++++++++++++++++++++++++++++++++

May 9th 2009

નાજુક માયા

                           નાજુક માયા

તાઃ૯/૫/૨૦૦૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી જાય જો માન તમને,ના કરશો અભિમાન
ઉજ્વળ જીવન થઇ જશેને,મળશે સદા સન્માન
                            …….મળી જાય જો માન.
નમણી નાજુક માયામાં,જો પડી ગયા પળવાર
મળશે માયાને મોહ અપાર,તો નહીંરહે ઘરબાર
મોહકલાગે જ્યાં મનથી,ત્યાં વિચાર જો અપાર
નહીંતો જીવનમાંઝંઝટ,નેનહીંરહે શાંન્તિ લગાર
                            …….મળી જાય જો માન.
કિરણ એક સુરજનું, જગમાં પ્રભાતમાં દે ઉજાસ
સૃષ્ટિના સહવાસમાં રહેતાં,માનવ મન મલકાય
કુદરતની કામણગારી આલીલા,સૃષ્ટિમાંસથવાર
પ્રભુકૃપા મળી જાય જો,નહીં વળગે માયાલગાર
                           …….મળી જાય જો માન.

====================================

May 9th 2009

મુ.જશુલાલનો ૭૦મો જન્મદીવસ

           મુ.જશુલાલનો
                         ૭૦મો જન્મદીવસ
                        सतं जीवं शरदं
તાઃ૯/૫/૨૦૦૯
                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંગળી પકડી ચાલતા ચીખોદ્રામાં;
                       ત્યાં પિતા ડાહ્યાલાલ હરખાય,
     મમ્મી મમ્મી કરતાં દોડતા આવે;
                             ત્યાં માતા સવિતાબા મલકાય,
           એવા અમારા વ્હાલા જશુલાલ આજે સીત્તેર વર્ષના થાય.
બાળપણની જ્યાં બારાખડી છુટી;
                     ત્યાં ભણતરની સીડી શરુ થાય,
      ઉજ્વળ સોપાન જીવનના મળતાં;
                             પ્રેમભક્તિને પ્રીત મળતી ગઇ,
           મોહમાયાના બંધન પણ છુટ્યા;
                     જ્યાં કૈલાસબેનથી જીંદગી જોડાઇ ગઇ.
            એવા અમારા વ્હાલા જશુલાલ આજે સીત્તેર વર્ષના થાય.
સંસારની સાંકળમાં સંતાનથી પ્રીત થઇ;
                     ને નિતીનભાઇનો પ્રેમ મળ્યો ભઇ,
        જીતે જ્યાં આંગળી પકડી દાદાની;
                           ત્યાં જશુદાદાની પ્રીત મળી ગઇ,
            ઇલાબેન ને અનુબેનને લાગણી અંતરમાં;
                                  જે પપ્પાને ખુશી જોતા થઇ જાય.
                 એવા અમારા વ્હાલા જશુલાલ આજે સીત્તેર વર્ષના થાય.
પ્રદીપને પ્રેમ મળ્યો જશુલાલનો;
                   ને રમાને મળ્યો પ્રેમ કૈલાસબેનનો,
      રવિને આનંદ થાય દાદાને નિરખી;
                           ને દીપલ,નિશીતને દાદાથી હેત,
            આશીર્વાદ મળતા અમને આનંદ થાય;
                        જલાબાપાની કૃપાએ સો વરસના થાય.
             એવા અમારા વ્હાલા જશુલાલ આજે સીત્તેર વર્ષના થાય.
____________________________________________________________
મુ.શ્રી જશુલાલનો આજે સીત્તેરમો જન્મદીન છે,તે પવિત્ર પ્રસંગે પુ. જલાબાપા તથા શીવબાબાને પ્રાર્થના કે તેઓને સર્વરીતે સુખી રાખે સર્વ મનોકામના પુર્ણ કરી અને લાંબુ આયુષ્ય આપે.
       લી.પ્રદીપ,રમા,રવિ,દીપલ તથા નિશીતકુમારના પ્રેમથી જય જલારામ સહિત ૐ શાંન્તિ
           તાઃ૯/૫/૨૦૦૯.