May 3rd 2009

વળગે લફરાં

                વળગે લફરાં 

 તાઃ૩/૫/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

લફરાં લટકે છે ચાર, જગમાં શોધે સુખ અપાર
નામળે જ્યાં સાચોપ્યાર,ત્યાંથઇજાય તે બહાર
                              …….લફરાં લટકે છે ચાર.
એક લફરુ છે માયાનુ,જે કાયાને વળગી જાય
ફાંફમારી શોધે જ્યાંએક,ત્યાંમળે લફરાં બેચાર
                              …….લફરાં લટકે છે ચાર.
લફરું બીજુ સંબંધતણું,જે બહાર ફરે મળી જાય
આવી ઉભુ જ્યાં બારણે,ત્યાં ઉજાગરાથઇ જાય
                              …….લફરાં લટકે છે ચાર.
ત્રીજુલફરું તડફડતુ,ક્યાંક મુસાફરીએ મળીજાય
આંખમારતાં એમળી જાય,ત્યાં બૈડેએ પડીજાય
                              …….લફરાં લટકે છે ચાર.
લફરું મળે જો ભક્તિનુ,સાચા રસ્તે તે લઇ જાય
જીવને લફરુ નામળે,ત્યાં ઉધ્ધાર આજન્મે થાય
                               …….લફરાં લટકે છે ચાર.

++++++++++++++++++++++++++++++++++

May 3rd 2009

સવારની ભક્તિ

                            સવારની ભક્તિ

.તાઃ૩/૫/૨૦૦૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સવારની છે ભક્તિ સાચી,ઉજ્વળ જીવન કરવા વાળી
ભક્ત જલાની સેવા કરતાં,જન્મે જીવને શાંન્તિ મળતા
                                        …….સવારની છે ભક્તિ.
પ્રભુ કૃપા છે જગમાં ન્યારી,સુધરે મન વચન ને વાણી
સદા સ્નેહની ભરતી આવે, જીવનમાં શાંન્તિ લઇ આવે
                                        …….સવારની છે ભક્તિ.
મુક્તમને જેસ્મરણ થાતુ,સુખી જીવનમાં નાદુઃખદેખાતુ
કરુણા સાગર પરમ કૃપાળુ, પરમાત્માની દયા દેનારુ
                                        …….સવારની છે ભક્તિ.
કાયાના બંધન છે જીવને, જન્મ મળે આવે છે લઇને
ભક્તિસવારની કૃપાદેનારી,જલાબાપાની દ્રષ્ટિ થનારી
                                        …….સવારની છે ભક્તિ.

========================================