January 31st 2018
. .સન્માનની રાહ
તાઃ૩૧/૧/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહથી સમયને સમજી,પળેપળને પકડી જીવજે ભઈ
નામોહ માયાને પકડતો જીવનમાં,કેના અભિમાન માગતો અહીં
......એજ સાર્થક જીવન કરે અવનીપર,જે સન્માનની રાહ મળે છે અહીં.
સમાજનો સંબંધ એ સમયની કેડી,ઉંમર વધતા મળી જાયછે ભઈ
મળે પ્રેમ મિત્રોનો દેહને જીવનમાં,જે ઉજ્વળરાહ પણ આપીજાય
ના કદી માગણીનો સ્પર્શ રહે જીવનમાં,ના આફત કોઇ મેળવાય
એજ કુદરતની પાવનકૃપા દેહપર,જે મળેલ જન્મ સફળ કરી જાય
......એજ સાર્થક જીવન કરે અવનીપર,જે સન્માનની રાહ મળે છે અહીં.
અનેક પ્રસંગનો સંબંધમળે જીવનમાં,જે અનેકનો સાથ આપી જાય
મળેલ દેહની માનવતા પ્રસરે સમાજમાં,ત્યાં પાવનરાહજ મળી જાય
પરમાત્માની અજબકૃપા જગતપર,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ જાય
શ્રધ્ધારાખી ભક્તિકરતા જીવનમાં.માનવજીવનમાં નાક્રોધ સ્પર્શી જાય
......એજ સાર્થક જીવન કરે અવનીપર,જે સન્માનની રાહ મળે છે અહીં.
==========================================================
January 30th 2018
. જીવનમાં મળે
તાઃ૩૦/૧/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આ નિર્મળ કૃપા અવનીપર,અનેક અનુભવથી સમજાય
મળે જીવનમાં અનેક પ્રસંગો માનવદેહને,જે સરળતા આપી જાય
......એ અદભુતલીલા પરમાત્માની,જે સમય સમયે સમજણ આપી જાય.
મળેલ માનવદેહ એ કૃપા પ્રભુની,જે અવનીપરના આગમને દેખાય
કર્મનો સંબંધ એ જીવને સ્પર્શે,જે અનેક દેહોના દર્શને અનુભવાય
માનવદેહ એ મળેલ દેહને સમજે,પળેપળને સમજીને દેહથી જીવાય
ભક્તિરાહને પવિત્રભાવે પકડી જીવતા,પરમાત્માની કૃપાય મેળવાય
......એ અદભુતલીલા પરમાત્માની,જે સમય સમયે સમજણ આપી જાય.
કર્મબંધન એજ જીવના છે બંધન,જગતપર દેહની આવનજાવન થાય
અનેકદેહ મળેછે જીવને અવનીપર,જે મળેલ દેહથી અવનીએ દેખાય
શ્રધ્ધા રાખીને નિખાલસ ભક્તિરાહે જીવતા,પ્રભુની કૃપાજ મેળવાય
જન્મ મળેલ જીવને દેહથી દેખાય,એપાવનરાહ જીવનમાં મળતી જાય
......એ અદભુતલીલા પરમાત્માની,જે સમય સમયે સમજણ આપી જાય.
========================================================
January 27th 2018
. .भारत देश
ताः२७/१/२०१८ प्रदीप ब्रह्मभट्ट
दुनीयामें मेरा भारत देश है महान,जीसने जगतमें नामना पाइ है
जन्म मीला भारतमें,अनेक देशमें आकर उज्वळ राह दीखाई है
......येही शान है दुनीयामें भारतकी,जो भारतीयोने अजबराहसे बताई है.
श्रध्धा रखके पावनराह पकडके,जीवनमें उज्वल कर्मही करते है
निर्मळ भावसे महेनत करके,जगतमें अजबकाम भी कर जाते है
जीवनमे तनमनसे कर्म है करते,जो सफलताकी राहसे दीखता है
अवनीपर आकर जीवने देहसे,भारतकी शान दुनीयामें प्रसराई है
......येही शान है दुनीयामें भारतकी,जो भारतीयोने अजबराहसे बताई है.
पवित्र भुमी जगतमें है भारत,जहां परमात्माने भी देह ले लीयाथा
पावनकर्मका संबंधहै जीवको,जो मानवके वर्तनसे दीखाई देता है
श्रध्धा और विश्वाससे जगतमे कामहै करते,सफळता मील जातीहै
ना मोहमायाका कोइ संबंध स्पर्शे,ये जगतमें नामना कहेलाती है
......येही शान है दुनीयामें भारतकी,जो भारतीयोने अजबराहसे बताई है.
=======================================================
January 20th 2018
..........
. . માતા સરસ્વતી
(મહા સુદ પાંચમ માતાનો જન્મ દીવસ)
તાઃ૨૦/૧/૨૦૧૮ (૨૨/૧/૨૦૧૮) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપા થઈ પરમાત્માની અવનીપર,માતાનો દેહ મળી જાય
કલમની પવિત્રરાહ આપી જીવોને,જે કલમની કેડીએ મેળવાય
......એજ કૃપા માતા સરસ્વતીની,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓથી દેખાઇ જાય.
પાવનરાહની ચીંધે આંગળી,જે શબ્દના સહવાસથી અનુભવાય
નિર્મળભાવથી પકડેલ કલમથી,અનેકજીવોને આનંદ આપીજાય
સુખનો સાગર સ્પર્શે જીવને,જ્યાં માતા સરસ્વતીની કૃપા થાય
પવિત્ર દીવસે અવનીપર આગમન થતા,સુખશાંન્તિ આપી જાય
......એજ કૃપા માતા સરસ્વતીની,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓથી દેખાઇ જાય.
અવનીપર પવિત્રભુમી ભારત છે,જ્યાં પરમાત્મા દેહ લઈ જાય
અનેકદેહને આશિર્વાદ મળે શ્રધ્ધાએ,જીવોને મુક્તિ મળી જાય
પવિત્રરાહ ચીંધે પ્રેમીઓને કલમથી,જે માતાની કૃપાજ કહેવાય
એજ માતા પર પરમકૃપા,જે મહાસુદ પાંચમે જન્મ મેળવી જાય
......એજ કૃપા માતા સરસ્વતીની,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓથી દેખાઇ જાય.
==========================================================
કલમપ્રેમીઓના પવિત્ર માતા સરસ્વતીનો જન્મદીવસ મહાસુદ પાંચમે
જે જગતમાં કલમથી સૌને આનંદ આપી જાય અને પ્રેરણા પણ આપી જાય
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટના માતાજીને પરિવાર સહિત વંદન અને પ્રણામ.
January 19th 2018
. .નિર્મળશ્રધ્ધા
તાઃ૧૯/૧/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર આગમન થતા,દેહને બાળપણ જુવાની ઘૈડપણ મળી જાય
અંત દેહનો ક્યારે આવશે અવનીથી,ના કોઇ જીવને કદીય સમજાય
......એ અદભુતલીલા પરમાત્માની,જે કળીયુગ સતયુગનો સ્પર્શ કરાવી જાય.
જીવને મળેલ દેહ અવનીપર,અનંત વર્ષોના કર્મની રાહથી મળી જાય
પશુ પક્ષી પ્રાણીનાદેહ એતો,નિરાધાર જીવને જન્મમરણ આપી જાય
માનવદેહ એજ કૃપા છે પરમાત્માની,જે જીવને દેહ મળતાજ સમજાય
મળેલ દેહને કર્મના સંબંધનો સ્પર્શ,જે સંબંધની સાંકળથી જકડી જાય
......એ અદભુતલીલા પરમાત્માની,જે કળીયુગ સતયુગનો સ્પર્શ કરાવી જાય.
જીવને આવનજાવન ત્યાં સ્પર્શે,જ્યાં કરેલ કર્મનો સંબંધ અડતો જાય
અનેક કર્મનો સંબંધ એદેહનુ વર્તન,જે જીવી રહેલ જીવનથી મેળવાય
દેહ પર થાય કૃપા પરમાત્માની,જ્યાં નિર્મળ શ્રધ્ધાએજ ભક્તિ કરાય
શ્રધ્ધારાખીને ભક્તિ કરતા દેહને,જીવનમાં પાવનરાહ પણ મળી જાય
......એ અદભુતલીલા પરમાત્માની,જે કળીયુગ સતયુગનો સ્પર્શ કરાવી જાય.
===========================================================
January 17th 2018
. .માનવીની મહેંક
તાઃ૧૭/૧/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની અજબકૃપાએ જગતપર,અદભુતલીલાઓ અનુભવાય
મળેલદેહને સંબંધનો સ્પર્શ થાય,જે થયેલ કર્મથી સમજાઈ જાય
.....પરમકૃપા મળે પરમાત્માની,જે મળેલ માનવજીવનને મહેંકાવી જાય.
સરળજીવનનો સંબંધ મળે દેહને,જે નિર્મળરાહે જીવન આપી જાય
ના તકલીફનો કોઇ સ્પર્શ અડે,કે ના મોહમાયાની ચાદર મેળવાય
નિર્મળ ભક્તિની રાહ મળે દેહને,જે સંત જલાસાંઇની રાહે લેવાય
માનવજીવનને અનંત શાંંતિ મળે,જે ના કોઇ અપેક્ષા આપી જાય
.....પરમકૃપા મળે પરમાત્માની,જે મળેલ માનવજીવનને મહેંકાવી જાય.
કુદરતની એજ કૃપા મળેલ જીવપર,જીવને દેહ મળતા અનુભવ થાય
શ્રધ્ધા ભક્તિની પવિત્રરાહે જીવતા,થયેલકર્મથી માનવતા મહેંકી જાય
કરેલકર્મ માનવ જીવનને સ્પર્શે,એ મળેલ દેહના સંબંધને સ્પર્શી જાય
ના અપેક્ષાની કોઇ માગણી રહે,કે ના કોઇજ મોહ દેહને અડી જાય
.....પરમકૃપા મળે પરમાત્માની,જે મળેલ માનવજીવનને મહેંકાવી જાય.
========================================================
January 16th 2018
. .અનુભવી પ્રેમ
તાઃ૧૬/૧/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનની પ્રગટે જ્યોત જગતમાં,નિર્મળપ્રેમના આશિર્વાદથી મેળવાય
મળેલ કૃપા પરમાત્માની ભક્તિએ,જ્યાં શ્રધ્ધા ભક્તિએ પુંજન કરાય
......એજ જીવને બંધનથી સ્પર્શે,જે મળેલ પ્રેમનો અનુભવ જ કહેવાય.
જન્મનો સંબંધ છે જીવને કરેલ કર્મનો,અવનીપરના આગમને દેખાય
માનવદેહ એજ છે કૃપા પરમાત્માની,જીવનમાં સમયને સમજી ચલાય
અગણીત અપેક્ષાઓતો ફરે અવનીએ,જગતપર ના કોઇથીય છટકાય
લાગણીમોહને દુર રાખીને જીવતા,વડીલના આશિર્વાદે પ્રેમ મળી જાય
......એજ જીવને બંધનથી સ્પર્શે,જે મળેલ પ્રેમનો અનુભવ જ કહેવાય.
કળીયુગ કુદરત એલીલા પરમાત્માની,અવનીપર સુખદુઃખ આપી જાય
મળેલદેહને એ સ્પર્શે જીવનમાં,જે સમજણ ને સહવાસથી જ સમજાય
કુદરતની આ અદભુતલીલા દુનીયાપર,સરળ જીવનની રાહ આપીજાય
પ્રગટે માનવદેહની રાહ જગે,જે સંત જલાસાંઇની પવિત્રરાહે મળીજાય
......એજ જીવને બંધનથી સ્પર્શે,જે મળેલ પ્રેમનો અનુભવ જ કહેવાય.
=======================================================
January 14th 2018
. .સંતાનનો સહવાસ
તાઃ૧૪/૧/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં જીવનમાં નિર્મળપ્રેમ મેળવાય
મળે પાવનકેડી માબાપને,જ્યાં સંતાનનો સહવાસ મળી જાય
.......એજ કુદરતની પરમકૄપા છે જીવ પર,જે સમયે સમજાઇ જાય.
થયેલ કર્મ જીવના અવનીપર,જે મળેલ દેહથી આગમને દેખાય
અનેકદેહનો સંબંધછે જીવને,ક્યારે કયો દેહ મળશે ના પકડાય
માનવદેહને કર્મનીકેડી મળે,જે મળેલદેહે પરમાત્માની પુંજા થાય
મળેલકૃપા પ્રભુની સંતાન મળતા,માબાપને લાયકાત મળી જાય
.......એજ કુદરતની પરમકૄપા છે જીવ પર,જે સમયે સમજાઇ જાય.
જ્યોતપ્રેમની પ્રગટે જીવનમાં,જ્યાં નિખાલસ માનવજીવન જીવાય
અપેક્ષાની ના કોઇ કેડી અડે,જ્યાં સંત જલાસાંઇની કૃપા થાય
નિર્મળ ભાવનાનો સંગ રાખતા જીવનમાં,સંસ્કારની પ્રેરણા થાય
પાવન ચિંધેલ આંગળી સંતાનને,માબાપને એ વંદન કરતા જાય
.......એજ કુદરતની પરમકૄપા છે જીવ પર,જે સમયે સમજાઇ જાય.
=====================================================
January 8th 2018
. .સફળતાનો સહવાસ
તાઃ૮/૧/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવનને સંબંધ સ્પર્શે,જે અનેક સમયનો સંગ આપી જાય
ના કોઇની તાકાત જગતમાં,કે એ સહેવાસથી એ દુર થઈ જાય
......એજ માનવતાને સ્પર્શે જગતપર,જે કુદરતની અદભુત કેડી કહેવાય.
મોહ એતોછે કળીયુગની કેડી,અવનીપર મળેલ દેહને સ્પર્શી જાય
આગમન થયેલ જીવથી જગતપર,નાકોઇ દેહથી જીવનમાં છટકાય
પવિત્રરાહની કેડી શ્રધ્ધાભક્તિથી મળે,જલાસાંઇની રાહ મળી જાય
નાઆફત અડે જીવનમાં,ત્યાં દેહને સફળતાનો સહવાસ મળી જાય
......એજ માનવતાને સ્પર્શે જગતપર,જે કુદરતની અદભુત કેડી કહેવાય.
મળેલદેહની એજ લાયકાત જીવનમાં,દરેક પગલે પ્રભુકૃપા મળી જાય
સરળ જીવનની રાહે રહેતા,સગા સંબંધીઓનો નિર્મળ પ્રેમ મેળવાય
અનંત આનંદની કેડી મળે જીવનમાં,ના કોઇજ અપેક્ષા સ્પ્ર્શી જાય
નિર્મળ જીવનમાં જીવન જીવતા,મળેલ ઘરનુ આંગણુ પવિત્ર થઈજાય
......એજ માનવતાને સ્પર્શે જગતપર,જે કુદરતની અદભુત કેડી કહેવાય.
=======================================================
January 7th 2018
. .માનવદેહ
તાઃ૭/૧/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મમરણનો સંબંધ દેહને,અવનીપર આવનજાવનથી અનુભવાય
કર્મની કેડી સ્પર્શે છે જીવને,જે મળતા દેહથી બંધન આપી જાય
.....કુદરતની આ અદભુતલીલા જગતપર,પ્રાણીપશુ કે માનવથી દેખાય.
મળેલદેહનો સંબંધ છે કર્મનો,જે જન્મ મળતા દેહથી સમજાઇ જાય
પવિત્રરાહે જીવન જીવતા જીવનમાં,સરળતાનો સહવાસ મળી જાય
માગણી મોહ કે માયા સ્પર્શેછે દેહને,જે સમય સમયથી સ્પર્શી જાય
જન્મમરણ એજ કુદરતની કૃપા,જે મળેલ દેહને સમજણ આપી જાય
.....કુદરતની આ અદભુતલીલા જગતપર,પ્રાણીપશુ કે માનવથી દેખાય.
મળેલદેહ પ્રાણીપશુનો જીવને,અવનીપર એ નિરાધાર જીવન કહેવાય
માનવદેહ એ પરમાત્માનીકૃપા,જે દેહને સમયની સમજણ આપી જાય
સવારસાંજ સમજીને જીવતા દેહને,મળતી ઉંમરનો અનુભવ થઈ જાય
શ્રધ્ધાવિશ્વાસથી કરેલ નિર્મળભક્તિ,પ્રભુકૃપાએ જીવને મુક્તિઆપીજાય
.....કુદરતની આ અદભુતલીલા જગતપર,પ્રાણીપશુ કે માનવથી દેખાય.
========================================================