January 17th 2018

માનવીની મહેંક

.        .માનવીની મહેંક 

તાઃ૧૭/૧/૨૦૧૮            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની અજબકૃપાએ જગતપર,અદભુતલીલાઓ અનુભવાય
મળેલદેહને સંબંધનો સ્પર્શ થાય,જે થયેલ કર્મથી સમજાઈ જાય
.....પરમકૃપા મળે પરમાત્માની,જે મળેલ માનવજીવનને મહેંકાવી જાય.
સરળજીવનનો સંબંધ મળે દેહને,જે નિર્મળરાહે જીવન આપી જાય
ના તકલીફનો કોઇ સ્પર્શ અડે,કે ના મોહમાયાની ચાદર મેળવાય
નિર્મળ ભક્તિની રાહ મળે દેહને,જે સંત જલાસાંઇની રાહે લેવાય
માનવજીવનને અનંત શાંંતિ મળે,જે ના કોઇ અપેક્ષા આપી જાય
.....પરમકૃપા મળે પરમાત્માની,જે મળેલ માનવજીવનને મહેંકાવી જાય.
કુદરતની એજ કૃપા મળેલ જીવપર,જીવને દેહ મળતા અનુભવ થાય
શ્રધ્ધા ભક્તિની પવિત્રરાહે જીવતા,થયેલકર્મથી માનવતા મહેંકી જાય
કરેલકર્મ માનવ જીવનને સ્પર્શે,એ મળેલ દેહના સંબંધને સ્પર્શી જાય
ના અપેક્ષાની કોઇ માગણી રહે,કે ના કોઇજ મોહ દેહને અડી જાય
 .....પરમકૃપા મળે પરમાત્માની,જે મળેલ માનવજીવનને મહેંકાવી જાય.
========================================================