January 5th 2018

ક્યાંથી ક્યારે

.           .ક્યાંથી ક્યારે        

તાઃ૫/૧/૨૦૧૮               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય સ્પર્શે જીવને અવનીપર,એ કુદરતની કરામત કહેવાય
ક્યાંથી આવશો ને ક્યારે જશો,નાકોઇ જીવને કદી સમજાય
.....એજ અજબલીલા પરમાત્માની,જે સાચી શ્રધ્ધા ભક્તિએ મેળવાય.
કરેલ કર્મનો સંબંધ છે જીવને,જે અવનીપર દેહ મળે દેખાય
પ્રાણી પશુ કે માનવદેહ અવતર,દેહ મળતા રાહને મેળવાય
દેહને સ્પર્શે છે કરેલ કર્મ,જીવને ક્યાંથી ક્યાંય એ લઈ જાય
પ્રેમની પાવનરાહે જીવતા જીવને,જલાસાંઇની રાહ મળી જાય
.....એજ અજબલીલા પરમાત્માની,જે સાચી શ્રધ્ધા ભક્તિએ મેળવાય.
મળેલ દેહથી થયેલ કર્મથી,જગતપર આવનજાવન સ્પર્શી જાય
અજબ શક્તિશાળી છે પરમાત્મા,જીવને જગતપર ફેરવી જાય
નાકોઇ જીવને સ્પર્શે સમય કે ના કોઈ જીવથીય કદી છટકાય
એજ પાવનકૃપા છે પ્રભુની જગતપર,નિર્મળ જીવનથી સમજાય
.....એજ અજબલીલા પરમાત્માની,જે સાચી શ્રધ્ધા ભક્તિએ મેળવાય.
======================================================