January 14th 2018

સંતાનનો સહવાસ

.        .સંતાનનો સહવાસ       

તાઃ૧૪/૧/૨૦૧૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં જીવનમાં નિર્મળપ્રેમ મેળવાય
મળે પાવનકેડી માબાપને,જ્યાં સંતાનનો સહવાસ મળી જાય
.......એજ કુદરતની પરમકૄપા છે જીવ પર,જે સમયે સમજાઇ જાય.
થયેલ કર્મ જીવના અવનીપર,જે મળેલ દેહથી આગમને દેખાય
અનેકદેહનો સંબંધછે જીવને,ક્યારે કયો દેહ મળશે ના પકડાય
માનવદેહને કર્મનીકેડી મળે,જે મળેલદેહે પરમાત્માની પુંજા થાય
મળેલકૃપા પ્રભુની સંતાન મળતા,માબાપને લાયકાત મળી જાય
.......એજ કુદરતની પરમકૄપા છે જીવ પર,જે સમયે સમજાઇ જાય.
જ્યોતપ્રેમની પ્રગટે જીવનમાં,જ્યાં નિખાલસ માનવજીવન જીવાય
અપેક્ષાની ના કોઇ કેડી અડે,જ્યાં સંત જલાસાંઇની કૃપા થાય
નિર્મળ ભાવનાનો સંગ રાખતા જીવનમાં,સંસ્કારની પ્રેરણા થાય
પાવન ચિંધેલ આંગળી સંતાનને,માબાપને એ વંદન કરતા જાય
.......એજ કુદરતની પરમકૄપા છે જીવ પર,જે સમયે સમજાઇ જાય.
=====================================================