September 30th 2019

માતા ભ્રમચારીણી

 

.Image result for મા બ્રહ્મચારિણી
.            .માતા ભ્રમચારીણી
તાઃ૩૦/૯/૨૦૧૯             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

વંદન કરીને પગે લાગતાં,ભક્તોપર માતાની પરમકૃપા થઈ જાય
ગરબે ઘુમી તાલી પાડતા,માતાની અનંતકૃપા જીવને મળી જાય
.....માડી તારા દર્શન કરવા શ્રધ્ધા સંગે,નવરાત્રીએ ગરબા ગવાઈ જાય. 
તાલીઓના તાલ સંગે ડાંડીયા રાસ રમતા,અનંતઆનંદ મળી જાય
પાવનરાહની કેડીમળતા જીવનમાં,ભક્તિથી માતાની કૃપા મેળવાય
સુખશાંંતિનો સાથ મળે શ્રધ્ધાએ,ત્યાં અનેક સ્વરૂપના દર્શન થાય 
જયજય માડી છો શક્તિશાળી,નમનકરીને વંદન કરતા અનુભવાય
.....માડી તારા દર્શન કરવા શ્રધ્ધા સંગે,નવરાત્રીએ ગરબા ગવાઈ જાય.
મોહમાયા ના અડે જીવનમાં,જ્યાં દુર્ગામાતાના સ્વરૂપોની પુંજાથાય
નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપને,ગરબે ઘુમીતા ડાડીયારાસ રમાય
પરમકૃપાળુ છે માતા હિંદુધર્મમાં,જે પવિત્ર તહેવારોથી સમજાઈ જાય
ગરબે ઘુમતા સમયને સમજાય દેહને,જે સત્કર્મનો સંગાથ મેળવીજાય
.....માડી તારા દર્શન કરવા શ્રધ્ધા સંગે,નવરાત્રીએ ગરબા ગવાઈ જાય.
=========================================================
September 29th 2019

માતાજીને વંદન

..
.         માતાજીને વંદન     
તાઃ૨૯/૯/૨૦૧૯            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય અંબે માતા મા જય કાળકા માતા,વંદન છે માતાને
નવરાત્રીના પવિત્ર દીવસે,તાલીપાડી સૌગરબે ઘુમતા જાય
......એવા પ્રેમાળ કૃપાળુ માતાના અનેક સ્વરૂપે દર્શન થઈ જાય.
તાલીઓના તાલે માતાને વંદન કરતા ભક્તો સૌ હરખાય
ગરબે ઘુમતા ભક્તજનો પર માનીકૃપાએ શાંંતિ મળીજાય
પવિત્ર ધર્મની રાહ મળે દેહને,જે સમય સમયેજ સમજાય
પાવનરાહની કેડીમળે જીવનમા,જ્યાં નવરાત્રીએ માપુંજાય
......એવા પ્રેમાળ કૃપાળુ માતાના અનેક સ્વરૂપે દર્શન થઈ જાય.
અનેક સ્વરૂપે આવ્યા માતા ભારતમાં,ધરતી પાવન થાય
મળેલદેહને પાવનકરે માતા,જ્યાં નવરાત્રિએ ગરબા ગવાય
તાલીઓના તાલે ઘુમતા ભક્તો પર માતાનોપ્રેમ મળી જાય
સરળજીવનની રાહ મળે જીવને,પાવનકર્મનો સંગ થઈ જાય
......એવા પ્રેમાળ કૃપાળુ માતાના અનેક સ્વરૂપે દર્શન થઈ જાય.
====================================================

 

September 17th 2019

આશીર્વાદની ગંગા

.      .Image result for શ્રી નરેન્દ્રભાઈ
.              આશીર્વાદની ગંગા  
          (શ્રી નરેન્દ્રભાઈનો જન્મદીવસ) 
તાઃ૧૭/૯/૨૦૧૯                   પ્રદીપ બ્રહ્મભટ્
          
અનંતપ્રેમની ગંગા વહે જીવનમાં,જે ગુજરાતની શાન વધારી જાય
મુખ્યપ્રધાન હતા ગુજરાતના,હવે ભારતદેશના વડાપ્રધાનથઈ જાય
......એજ કૃપા માતા હિરાબાની મળી,આજે નરેન્દ્રભાઈનો જન્મદીન ઉજવાય.
પવિત્ર કર્મની રાહ મળી જીવનમાં,જે ગુજરાતની શાન વધારી જાય
પાવનરાહ પકડી ચાલતા નરેંદ્રભાઇને,અનંત પ્રેમની ગંગા મળી જાય
મળ્યો પ્રેમ માતાનો ગાધીનગરમાં,જે પવિત્ર રાહની કેડી આપી જાય
સુખશાંંતિનો સાગર વહેવડાવી ગુજરાતમાં,દુનીયામાં ઓળખાઈ જાય
......એજ કૃપા માતા હિરાબાની મળી,આજે નરેન્દ્રભાઈનો જન્મદીન ઉજવાય.
સમય સમજીને ચાલતા જીવનમાં,આજે અગ્નોસીત્તેર વર્ષના એ  થાય
ગુજરાતની એશાન કહેવાય જગતમાં,જેભારતના વડાપ્રધાન થઈ જાય 
જન્મદીવસની શુભકામના કલમપ્રેમીઓની,જે હ્યુસ્ટનથી પણ મળીજાય
પરમકૃપા મળે પરમાત્માની વડાપ્રધાનને,જે પાવનરાહને પકડાવી જાય
......એજ કૃપા માતા હિરાબાની મળી,આજે નરેન્દ્રભાઈનો જન્મદીન ઉજવાય.
============================================================
     ગુજરાતની એ શાન છે જે મુખ્યપ્રધાન થઈ ભારતદેશના વડાપ્રધાન થઈ જાય 
એવા અમારા વ્હાલા શ્રી નરેન્દ્રભાઈનો આજે જન્મ દીવસ છે તે નીમિત્તે હ્યુસ્ટનથી
શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત કલમપ્રેમીઓ તરફથી હેપ્પી બર્થ ડે.
==============================================================