September 30th 2019

માતા ભ્રમચારીણી

 

.Image result for મા બ્રહ્મચારિણી
.            .માતા ભ્રમચારીણી
તાઃ૩૦/૯/૨૦૧૯             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

વંદન કરીને પગે લાગતાં,ભક્તોપર માતાની પરમકૃપા થઈ જાય
ગરબે ઘુમી તાલી પાડતા,માતાની અનંતકૃપા જીવને મળી જાય
.....માડી તારા દર્શન કરવા શ્રધ્ધા સંગે,નવરાત્રીએ ગરબા ગવાઈ જાય. 
તાલીઓના તાલ સંગે ડાંડીયા રાસ રમતા,અનંતઆનંદ મળી જાય
પાવનરાહની કેડીમળતા જીવનમાં,ભક્તિથી માતાની કૃપા મેળવાય
સુખશાંંતિનો સાથ મળે શ્રધ્ધાએ,ત્યાં અનેક સ્વરૂપના દર્શન થાય 
જયજય માડી છો શક્તિશાળી,નમનકરીને વંદન કરતા અનુભવાય
.....માડી તારા દર્શન કરવા શ્રધ્ધા સંગે,નવરાત્રીએ ગરબા ગવાઈ જાય.
મોહમાયા ના અડે જીવનમાં,જ્યાં દુર્ગામાતાના સ્વરૂપોની પુંજાથાય
નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપને,ગરબે ઘુમીતા ડાડીયારાસ રમાય
પરમકૃપાળુ છે માતા હિંદુધર્મમાં,જે પવિત્ર તહેવારોથી સમજાઈ જાય
ગરબે ઘુમતા સમયને સમજાય દેહને,જે સત્કર્મનો સંગાથ મેળવીજાય
.....માડી તારા દર્શન કરવા શ્રધ્ધા સંગે,નવરાત્રીએ ગરબા ગવાઈ જાય.
=========================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment