February 11th 2020

માયા સંગે કાયા

.           .માયા સંગે કાયા

તાઃ૧૧/૨/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવનો સંબંધ જગતપર,જે થયેલ કર્મના બંધનથી જ મેળવાય  
અવનીપરના આગમનથી મળેલદેહ ના,વર્તનને એ સ્પર્શી જાય
......એજ માયાનો સંબંધ છે દેહનો,જે જીવને જગતપર લાવી જાય.
મળેલદેહ એ કૃપા છે પરમાત્માની,એ માનવતાને મહેંકાવી જાય
પવિત્રકર્મનો સંબંધએ મળેલદેહનો,જે પરમાત્માની કૃપાએ દેખાય
સત્કર્મનો સંગાથ મળે દેહના કર્મથી.જે શ્રધ્ધાભક્તિએજ મેળવાય
નાકોઇ અપેક્ષા દેહની રહે જીવનમાં,જે પવિત્રકર્મનીરાહે દઇ જાય
......એજ માયાનો સંબંધ છે દેહનો,જે જીવને જગતપર લાવી જાય.
પવિત્રપ્રેમ મળે દેહ અવનીપર,જેપાવનરાહના માર્ગે દેહનેલઈ જાય
સરળ જીવનમાં નાકોઇ અપેક્ષા રહે,એ માનવતાને મહેંકાવી જાય
સંત જલાસાંઇનો પ્રેમમળે દેહને,જે નિર્મળ ભક્તિરાહ આપી જાય
કાયાનો નાસંબંધ રહે જીવને,જે સત્કર્મની રાહે મુક્તિમાર્ગદઈ જાય
......એજ માયાનો સંબંધ છે દેહનો,જે જીવને જગતપર લાવી જાય.
=====================================================