January 19th 2018

નિર્મળશ્રધ્ધા

.           .નિર્મળશ્રધ્ધા       

તાઃ૧૯/૧/૨૦૧૮            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર આગમન થતા,દેહને બાળપણ જુવાની ઘૈડપણ મળી જાય
અંત દેહનો ક્યારે આવશે અવનીથી,ના કોઇ જીવને કદીય સમજાય
......એ અદભુતલીલા પરમાત્માની,જે કળીયુગ સતયુગનો સ્પર્શ કરાવી જાય.
જીવને મળેલ દેહ અવનીપર,અનંત વર્ષોના કર્મની રાહથી મળી જાય
પશુ પક્ષી પ્રાણીનાદેહ એતો,નિરાધાર જીવને જન્મમરણ આપી જાય
માનવદેહ એજ કૃપા છે પરમાત્માની,જે જીવને દેહ મળતાજ સમજાય
મળેલ દેહને કર્મના સંબંધનો સ્પર્શ,જે સંબંધની સાંકળથી જકડી જાય
......એ અદભુતલીલા પરમાત્માની,જે કળીયુગ સતયુગનો સ્પર્શ કરાવી જાય.
જીવને આવનજાવન ત્યાં સ્પર્શે,જ્યાં કરેલ કર્મનો સંબંધ અડતો જાય
અનેક કર્મનો સંબંધ એદેહનુ વર્તન,જે જીવી રહેલ જીવનથી મેળવાય
દેહ પર થાય કૃપા પરમાત્માની,જ્યાં નિર્મળ શ્રધ્ધાએજ ભક્તિ કરાય
શ્રધ્ધારાખીને ભક્તિ કરતા દેહને,જીવનમાં પાવનરાહ પણ મળી જાય
......એ અદભુતલીલા પરમાત્માની,જે કળીયુગ સતયુગનો સ્પર્શ કરાવી જાય.
===========================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment