May 31st 2009

લોટી,ટકલો અને વાળ

               લોટી,ટકલો અને વાળ

તાઃ૩૧/૫/૨૦૦૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુર્ય કીરણ જ્યાં પડે અવનીએ, પ્રભાત થયુ કહેવાય
કુદરતનીછે અકળલીલા,માનવ જુદી રીતે ઓળખાય
                                    ……..સુર્ય કીરણ જ્યાં પડે.
સંસારી સરગમમાં ચાલતો માનવ, પ્રેમાળ છે દેખાય
ભાગેજે સંસારની સૃષ્ટિથી,કાઢીવાળ લોટીયો થઇજાય
મુંડન કરીને માળા પકડી,આમતેમ ભમતો એ દેખાય
માયાથી બચવાને કાજે,બહેનોથીએ દુર ભાગતો જાય
                                     ……..સુર્ય કીરણ જ્યાં પડે.
સકળ જગતના કર્તા જેને,જગે અવિનાશી છે કહેવાય
પ્રેમમળે ને માનવતા મળે,પણ ઉંમરના સંતાઇ જાય
વાળ ખરવા માંડે જ્યારે, છુટે મોહ જગના ધીરે ધીરે
સમયથી બચવા ખેલ કરે,તો ય ટકલો તે થઇ જાય
                                     ……..સુર્ય કીરણ જ્યાં પડે.
સૃષ્ટિના સકંજામાં આવી, અવનીએ મળે માનવદેહ
જુવાનીના જોશમાં રહેતો ત્યાં,વાળ ગોઠવતો અનેક
ગુચ્છો વાળનો ગોઠવી રાખી,સ્ટાઇલ પણ પકડી છેક
આજુ બાજુ જોતાં ચાલે,ને લટકા વાળ કરાવે અનેક
                                     ……..સુર્ય કીરણ જ્યાં પડે.

+++++++++++++++++++++++++++++++++++

May 31st 2009

વાળની કરામત

                 વાળની કરામત

તાઃ૩૦/૫/૨૦૦૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવતા જેને વાર લાગે,પણ જતા ના લાગે વાર
કાળાહોય ત્યારે સુંદરલાગે,ધોળા થતાંમન દુભાય
જેનીજગતમાં થાયમરામત,તેવી વાળનીકરામત
                   …… ભઇ તેને વાળની કરામત કહેવાય.
બાળપણમાં બાળકબુધ્ધિ પણ વાળનીવૃધ્ધિ થાય
આવેમાથે જ્યાં વાળ નાના,મા પાંથી પાડતીજાય
તેલ દીવેલનો સહવાસ મળે ત્યાં વાળ માથે થાય
                      ……..જે જોઇ માતા ખુબ પ્રેમે હરખાય.
જુવાનીના જોશમાં વાળની સ્ટાઇલ પણ બદલાય
પાંથીજાય સાઇડમાંને માથે ગુચ્છો મોટોથઇ જાય
ઉભરો આવતા જુસ્સામાં વાળને કાતરથી કતરાય
                       ……આ તો જુવાની નો જુસ્સો કહેવાય.
પચીસ,પાંત્રીસથી આગળચાલતા ઉંમરવધતીજાય
પોષણ આપતા ઘણા પ્રકારે તોય વાળ ખરતાથાય
બાળપણ પછી જુવાની વટાવી હવે માથે ટકલી થઇ
                   ……..ઉંમરની સાથે વાળની કરામત ભઇ.

——————————————————

May 31st 2009

સંબંધ કેટલો

                   સંબંધ કેટલો

તાઃ૩૦/૫/૨૦૦૯              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ચાલે સીધી ગાડી જીવનની,
                   જ્યાં મહેનત સાચી  થાયઃ
એક કામની વિટંમણામાં,
                 બીજામાં સફળતા છે દેખાય;
મળી જાય સાચો જ્યાં ટેકો,
               ત્યાં સંબંધ કેટલો છે સમજાય.
                              ………ચાલે સીધી ગાડી.
વણ માગે જ્યાં મળે પ્રેમ,
             ને હાથમાં મળે જ્યાં બીજો હાથ;
આનંદ ઉભરે હૈયે એવો,
                  જે માનવતામાં છે  મહેંકાય;
જીવજગતમાં જન્મધરે જ્યાં,
                  બંધનની સાંકળ મળી જાય;
કેવા કોના બંધન મળશે,
                જે જગમાં સંબંધથી સમજાય.
                                ………ચાલે સીધી ગાડી.
પ્રભુ કૃપા ને પ્રભુ પ્રેમ એ,
                 જીવની ભક્તિ સંગે છે આવે;
મળશે દયા પરમાત્માની,
                 ત્યાં છુટશે જગની આ માયા;
જલાસાંઇની ભક્તિની રાહે,
                મળશે કૃપા કરુણા આધારીની;
ના માગવી પડશે એ મળશે,
                જ્યાં ઝંઝટ જન્મજીવની ટળશે.
                                 ………ચાલે સીધી ગાડી.

++++++=======+++++++++======+++++++