July 8th 2015

નજર પડે

.                     . નજર પડે

તાઃ ૮/૭/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

નજર પડે જ્યાં દેહ પર,એ અનુભવથી ઓળખાય
મળે પ્રેમ નિખાલસ દેહને,એજ શાંન્તિ આપી જાય
………એજ સાચી પ્રેમની કેડી,જે નિર્મળ પ્રેમથી મેળવાય.
વાણી વર્તન છે માનવી જ્યોત,જે  સમયે સમજાય
મળેલ સાચો પ્રેમ અંતરથી,ના આફત કોઇ અથડાય
આવીઆંગણે નજર ઉભેલી,બારણુ ખોલતામળી જાય
સ્વાર્થભાવના દુરરાખતા,જીવનેસુખશાંન્તિ થઈજાય
………..એજ પવિત્ર નિર્મળ પ્રેમ છે,જે  પ્રભુ કૃપા દઈ જાય.
મનમાં મોહ ને અપેક્ષા સંગે,જ્યાં નજર દેહે પડી જાય
સ્નેહાળ ભાવથી આવકાર દેતા,ના દ્રષ્ટિ નિર્મળ થાય
આડી અવળી પડેલ દ્રષ્ટિ,મુંઝવણના માર્ગે દોરી જાય
શીતળજીવનમાં માયાવળગે,એ અશાંન્તિ આપી જાય
………એજ ક્ળીયુગી કાતર છે,જીવનની ગાડી ભટકાઈ જાય.

=====================================