July 11th 2015

સુર્યદેવ

suryadev

 

 

 

 

 

 

 

 

 

 

.                            . સુર્યદેવ

તાઃ૫/૪/૨૦૧૫                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ શક્તિના છે અધિપતિ,જેને સુર્યનારાયણ કહેવાય

અવનીપરના આગમન વિદાય,જીવને સવારસાંજ દેખાય

………એવા જગતના એ દેવતા,જેમના દર્શન દરેક જીવને થાય.

ના મંદીરની જરૂર તેમને,કે ના પત્થરની મુર્તિ બનાવાય

આગમન તેમનુ છે સુર્યોદય,નેસુર્યાસ્તને વિદાય કહેવાય

ના બાર વાગે પોઢે એ મંદીરમાં,કેના ચાર વાગે ઉઠી જાય

રાત પડતાં બારણા બંધ કરતા,મંદીરમાં પ્રભુ પોઢી જાય

…….એવા જગતના એકજ દેવતા,જે સુર્યનારાયણથી ઓળખાય.

પત્થરનીમુર્તિને જીવ આપેમાનવી,તુટતાં ખંડીત થઇ જાય

કપડાં પહેરાવી દર્શન કરાવી,દાનની.પેટી કૃપા આપી જાય

કળીયુગી વાદળમાં રહેતા,માનવીને અંધશ્રધ્ધા મળી જાય

ભગવુ પહેરી ભટકી રહેતા,નારીના.દેહથી દુર ભાગતા જાય

…….એવી અંધશ્રધ્ધાની કેડી,માનવીને કળીયુગી.રાહે મળી જાય. +++++++++++++++++++++++++++++++++++++++++++++

 

 

July 11th 2015

હાર મળે

.                . હાર મળે

તાઃ૧૧/૭/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

શબ્દની સાચી સમજણ પડે,જ્યાં અસર તેની પડી જાય
માનવતાની મહેંક પ્રસરે,યા જીવને અશાંન્તિ મળીજાય.
……….એજ શબ્દની અજબ કેડી,જે અનુભવથી જ સમજાઇ જાય.
શ્રધ્ધાની સરળકેડી પકડી ચાલતા,નિર્મળતાને સહેવાય
મળે પ્રેમથી હાર ફુલોનો જીવને,અનંતઆનંદ મળી જાય
નિખાલસતાનો  સંગાથ રાખતા,સૌ મિત્રોને આનંદ થાય
આપે ફુલોનો હાર પ્રેમથી દેહને,જે લાયકાતેજ મળી જાય
……….એજ શબ્દની અજબ કેડી,જે અનુભવથી જ સમજાઇ જાય.
કળીયુગની કેડીને પકડતા,ના સફળતાનો સંગ મેળવાય
દેખાવની રાહેજ ચાલતા,જીવનમાં અહીં તહીં મોહ રખાય
સફળતાની અપેક્ષાને રાખતા,જીવનમાં હાર જ મળી જાય
એ છે કુદરતની લીલા જગે,જે શબ્દની સમજણેજ સમજાય
……….એજ શબ્દની અજબ કેડી,જે અનુભવથી જ સમજાઇ જાય.

===========================================

July 10th 2015

કોણ કોનું

.                    . કોણ કોનું

તાઃ૧૦/૭/૨૦૧૫               પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોણ મારુ ને કોણ તમારુ,ના જગમાં કોઇ કહેનારુ
કર્મના બંધનથી રહેવાનું,ના કોઇથી છટકાવાનું
……….એજ અપારલીલા પ્રભુની,સૃષ્ટિની સાંકળમાં બંધાવાનું.
દેહ મળે એ કર્મનીકેડી,નિર્મળજીવનમાં સમજાવાનું
ના અહંમ ના આશા રાખતા,જીવે કર્મથી દુર રહેવાનુ
સરળજીવનનીરાહે જીવતા,અનેકનો સાથ મળવાનો
પ્રેમ મેળવી પ્રેમીઓનો ,અનેક શાંન્તિને એ સહેવાનો
……….એજ અપારલીલા પ્રભુની,સૃષ્ટિની સાંકળમાં બંધાવાનું.
કલમની શીતળકેડીએ,જીવને અનેકનો સાથ રહેવાનો
નામારુ નાતારુ છોડતાં,માતાની અસીમકૃપા મળવાની
દેખાવની દુનીયાને આંબતા,ઉજ્વળ જીવન આ થવાનું
અંતરમાં આનંદ મળે કૃપાએ,જીવને મુક્તિમાર્ગે જવાનુ
……….એજ અપારલીલા પ્રભુની,સૃષ્ટિની સાંકળમાં બંધાવાનું.

+++++++++++++++++++++++++++++++++++++

July 9th 2015

પ્રભુ બચાવે

.             પ્રભુ બચાવે

તાઃ૯/૭/૨૦૧૫                પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોણ સાથી ને કોણે બાંધી,ના કોઈ જીવને સમજાય
સમયની શીતળકેડીએ ચાલતા,પ્રભુ બચાવી જાય
…..શ્રધ્ધા રાખી નિર્મળપ્રેમે ભક્તિ કરતા,સરળ જીવન થઈજાય.
માયા કેરા માર્ગ પર ચાલતા જ,હિંમત મનથી રખાય
ડગલે ડગલુ સાચવી ભરતા,ના આફત કોઇ અથડાય
નિર્મળરાહે પગલુભરતા,જીવને નામોહમાયા ભટકાય
મળી જાય કૃપા જલાસાંઇની,સાચીભક્તિ પ્રેમે થાય
……..સરળ જીવનની રાહ મળે,એજ પરમાત્માની કૃપા કહેવાય.
અવનીપર અંધકાર વધે,જ્યાં અનિતીનુ સર્જન થાય
ના માનવીને કોઇ રાહ મળે,જ્યાં પપુડી એપકડી જાય
શ્રધ્ધાનો સંગ રાખી ભક્તિ કરતા,શાંન્તિનો સંગ થાય
ત્યાં જ પ્રભુ બચાવે જીવને,અંતે મુક્તિમાર્ગે દોરી જાય
……..એજ કૃપા પરમાત્માની,જે જલાસાંઇની આંગળીએ ચીંધાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++

July 8th 2015

નજર પડે

.                     . નજર પડે

તાઃ ૮/૭/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

નજર પડે જ્યાં દેહ પર,એ અનુભવથી ઓળખાય
મળે પ્રેમ નિખાલસ દેહને,એજ શાંન્તિ આપી જાય
………એજ સાચી પ્રેમની કેડી,જે નિર્મળ પ્રેમથી મેળવાય.
વાણી વર્તન છે માનવી જ્યોત,જે  સમયે સમજાય
મળેલ સાચો પ્રેમ અંતરથી,ના આફત કોઇ અથડાય
આવીઆંગણે નજર ઉભેલી,બારણુ ખોલતામળી જાય
સ્વાર્થભાવના દુરરાખતા,જીવનેસુખશાંન્તિ થઈજાય
………..એજ પવિત્ર નિર્મળ પ્રેમ છે,જે  પ્રભુ કૃપા દઈ જાય.
મનમાં મોહ ને અપેક્ષા સંગે,જ્યાં નજર દેહે પડી જાય
સ્નેહાળ ભાવથી આવકાર દેતા,ના દ્રષ્ટિ નિર્મળ થાય
આડી અવળી પડેલ દ્રષ્ટિ,મુંઝવણના માર્ગે દોરી જાય
શીતળજીવનમાં માયાવળગે,એ અશાંન્તિ આપી જાય
………એજ ક્ળીયુગી કાતર છે,જીવનની ગાડી ભટકાઈ જાય.

=====================================

July 6th 2015

ભક્તિનો માર્ગ

.          . ભક્તિનો માર્ગ

તાઃ૬/૭/૨૦૧૫                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતપિતાની આ અજબ  છે લીલા,આગમને દેખાય જીવને મળેલ દેહ અવનીએ,ભક્તિ માર્ગે જ સમજાય …….શ્રધ્ધાએ કરેલ પ્રાર્થના,પરમાત્માના ચરણને સ્પર્શી જાય. મનનેમળે છે માયા જીવનમાં,જ્યાં કળીયુગ અડીજાય
અપેક્ષાની ચાદરને છોડતા,જીવને શાંન્તિજ મળી જાય
સાચાસંતને શરણે જતા,નિખાલસ જીવન આ થઈજાય
જલાસાંઈની સાચી રાહે,જીવને ભક્તિ માર્ગ મળી જાય ………એજ સાચી ભક્તિ છે,જે જીવને અનંત શાંન્તિ દઈ જાય.
કર્મના બંધન એજ જીવના સંબંધ,જે કર્મ થકી મેળવાય અજબશક્તિ અવીનાશીની,જન્મમરણના બંધનેદેખાય
માતાપિતાનો પ્રેમ સાચો,જીવને દેહ મળતાજ સમજાય મળેલ દેહને પાવન કરવા,સંત જલાસાંઇની ભક્તિથાય
………જે જીવને નિર્મળ જીવન આપી,મુક્તિ માર્ગે જદોરી જાય. ====================================

July 3rd 2015

જીવનસંગીની

Pradip Rama

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                  .જીવનસંગીની

તાઃ૩/૭/૨૦૧૫  (તાઃ૩/૭/૧૯૬૦) પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મદીન છે આજે રમાનો,જે મારી જીવનસંગીની કહેવાય
પ્રેમ ભાવથી જીવન જીવીને,અંતરથી એ સાથ આપી જાય
…………..મળ્યો જ્યારથી સહવાસ જીવનમાં,સુખશાંન્તિ મળી જાય.
ડગલે પગલે નિર્મળ સાથ આપતા,અનેક વર્ષો વહી જાય
પ્રદીપને હૈયે આનંદ અનેરો,જ્યાં રમાનો સાથ મળી જાય
ભક્તિનો સંગ સાથે રાખતાજ,ઉજ્વળરાહ પણ  મળી જાય
જલાસાંઇની અસીમ કૃપાએ,મળેલ જીવન સરળ થઈ જાય
…………..મળ્યો જ્યારથી સહવાસ જીવનમાં,સુખશાંન્તિ મળી જાય.
ઉજ્વળ જીવનનીરાહ મળી,દીકરા રવિને જે ભણતરે દેખાય
દીકરી દીપલ વ્હાલ કરી,મમ્મીનો જન્મ દીવસ ઉજવી જાય
પ્રવિત્ર દીને પ્રાર્થના જલાસાંઇને,રમાને પવિત્રરાહ દઈ જાય
મોહમાયા નાસ્પર્શે રમાને,ત્યાંજ ઘરમાં સુખશાંન્તિમળી જાય
…………..મળ્યો જ્યારથી સહવાસ જીવનમાં,સુખશાંન્તિ મળી જાય.
=============================================
. ……આજે મારી પત્નિ રમાનો જન્મદીવસ છે.સંત પુજ્ય જલાસાંઇને અને
પિતા ભોલેનાથને વંદન કરી પ્રાર્થના કરુ છુ કે મને અને મારા સંતાન રવિ
અને દીપલને મળેલ જન્મ સાર્થક કરી તન,મન,ધનથી શાંન્તિ આપી સદાય
પ્રેમની વર્ષા વરસાવે.
લી. પ્રદીપના જય જલારામ સહિત રમાને હેપ્પી બર્થ ડે.

July 2nd 2015

શ્રધ્ધા જ્યોત

jaliyan

.             . શ્રધ્ધા જ્યોત

તાઃ૨/૭/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધાની જ્યોત જલારામની,પાવનકર્મ કરાવી જાય
સંસ્કારની કેડી વિરબાઈની,પરમાત્માને ભગાડી જાય.
………..અન્નદાનની પ્રેમાળ જ્યોતે,અનેક જીવોને સંતોષી જાય. માનવજીવન એ કર્મની કેડી,જે જીવને સ્પર્શતી જાય
અવનીપરનુ આગમન જીવને,જન્મ મરણથી બંધાય
જલારામની નિર્મળ સેવા,એ જ સાચીભક્તિ કહેવાય
જીવોને અન્નદાનથી સંતોષી,માનવતા મહેંકાવી જાય
………..એજ સાચી ભક્તિરાહ છે,જે  જીવને મુક્તિએ દોરી જાય.
કળીયુગનીકેડી છોડતા,પાવનરાહ જીવને મળી જાય આંગણે આવેલા જીવોને પ્રેમથી,સંતોષી એકરી જાય વિરબાઈમાતાનીસેવા,જલારામનીજ્યોત બની જાય
પાવનરાહને પકડી લેતા,પ્રભુ ઝંડો ઝોળી આપી જાય …………..પરમાત્માએ કરી કસોટી,સાચી ભક્તિએ જીતી જવાઈ. ======================================

July 1st 2015

દેહની લાયકાત

.             .દેહની લાયકાત

તાઃ૧/૭/૨૦૧૫                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવનની રાહ મળે,ત્યાં નિર્મળ જીવન થઈ જાય
મોહમાયાના  સ્પશે દેહને,એજ સાચી માનવતા કહેવાય
……….જે જીવે કરેલ કર્મ જીવનમાં લાયકાતની કેડીએ સહેવાય.
પ્રેમ મળે સંતાનને માબાપનો,જ્યાં માબાપને માન અપાય
શ્રધ્ધા રાખી આંગળી પકડી ચાલતા,પિતાની કેડી મળી જાય
આશિર્વાદની ગંગા વહે સંતાન પર,જ્યાં માતાને વંદન થાય
ના કોઇ અપેક્ષા જીવનમાં રાખતા,સાચીરાહ કૃપાએ મેળવાય
……….એજ સાચી લાયકાતની કેડી,જે માબાપના પ્રેમે મળી જાય.
ભણતર એ છે જીવનની કેડી,જે  જીવને સદમાર્ગે  દોરી જાય
મળે માન અને સન્માન દેહને ,જે કરેલ ભણતરથી મેળવાય
મળે કૃપા સંત જલાસાંઈની,જ્યાં વડીલને પ્રેમે વંદન થાય
આજકાલને આંબી લેતા જગે,મળેલ દેહનુ સન્માન થઈ જાય
………..એજ સાચી લાયકાતની કેડી,જે માબાપના પ્રેમે મળી જાય.

+++++++++++++++++++++++++++++++++++++++++++

« Previous Page