July 11th 2015

હાર મળે

.                . હાર મળે

તાઃ૧૧/૭/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

શબ્દની સાચી સમજણ પડે,જ્યાં અસર તેની પડી જાય
માનવતાની મહેંક પ્રસરે,યા જીવને અશાંન્તિ મળીજાય.
……….એજ શબ્દની અજબ કેડી,જે અનુભવથી જ સમજાઇ જાય.
શ્રધ્ધાની સરળકેડી પકડી ચાલતા,નિર્મળતાને સહેવાય
મળે પ્રેમથી હાર ફુલોનો જીવને,અનંતઆનંદ મળી જાય
નિખાલસતાનો  સંગાથ રાખતા,સૌ મિત્રોને આનંદ થાય
આપે ફુલોનો હાર પ્રેમથી દેહને,જે લાયકાતેજ મળી જાય
……….એજ શબ્દની અજબ કેડી,જે અનુભવથી જ સમજાઇ જાય.
કળીયુગની કેડીને પકડતા,ના સફળતાનો સંગ મેળવાય
દેખાવની રાહેજ ચાલતા,જીવનમાં અહીં તહીં મોહ રખાય
સફળતાની અપેક્ષાને રાખતા,જીવનમાં હાર જ મળી જાય
એ છે કુદરતની લીલા જગે,જે શબ્દની સમજણેજ સમજાય
……….એજ શબ્દની અજબ કેડી,જે અનુભવથી જ સમજાઇ જાય.

===========================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment