July 11th 2015

સુર્યદેવ

suryadev

 

 

 

 

 

 

 

 

 

 

.                            . સુર્યદેવ

તાઃ૫/૪/૨૦૧૫                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ શક્તિના છે અધિપતિ,જેને સુર્યનારાયણ કહેવાય

અવનીપરના આગમન વિદાય,જીવને સવારસાંજ દેખાય

………એવા જગતના એ દેવતા,જેમના દર્શન દરેક જીવને થાય.

ના મંદીરની જરૂર તેમને,કે ના પત્થરની મુર્તિ બનાવાય

આગમન તેમનુ છે સુર્યોદય,નેસુર્યાસ્તને વિદાય કહેવાય

ના બાર વાગે પોઢે એ મંદીરમાં,કેના ચાર વાગે ઉઠી જાય

રાત પડતાં બારણા બંધ કરતા,મંદીરમાં પ્રભુ પોઢી જાય

…….એવા જગતના એકજ દેવતા,જે સુર્યનારાયણથી ઓળખાય.

પત્થરનીમુર્તિને જીવ આપેમાનવી,તુટતાં ખંડીત થઇ જાય

કપડાં પહેરાવી દર્શન કરાવી,દાનની.પેટી કૃપા આપી જાય

કળીયુગી વાદળમાં રહેતા,માનવીને અંધશ્રધ્ધા મળી જાય

ભગવુ પહેરી ભટકી રહેતા,નારીના.દેહથી દુર ભાગતા જાય

…….એવી અંધશ્રધ્ધાની કેડી,માનવીને કળીયુગી.રાહે મળી જાય. +++++++++++++++++++++++++++++++++++++++++++++

 

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment