October 17th 2013

સંબંધની શીતળતા

.                .સંબંધની શીતળતા                              

તાઃ૧૭/૧૦/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મની કેડી સરળ બને જીવની,જ્યાં માનવદેહ મળી જાય
અવનીપરનુ આગમન છે એવું,જે કર્મના બંધનથીસંધાય
.                    ………………..કર્મની કેડી સરળ બને જીવની.
લેખ લખેલ જીવના જગતમાં,ના કોઇ માનવીને સમજાય
શીતળ સંબંધએ સંસ્કાર છે જીવના,જે સદમાર્ગે  દોરી જાય
માનવજીવનનો મોહ મુકતા,જીવે  જલાસાંઇની  કૃપા થાય
માનવતાની મહેંક પ્રસરતા,અવનીએ જીવને આનંદથાય
.                 …………………..કર્મની કેડી સરળ બને જીવની.
આશીર્વાદથી ઉજ્વળરાહ મળે,ત્યાં અનેક સદકાર્યો થઈજાય
મોહમાયાના વાદળ છુટતાં,અનેક પાવનકર્મ જીવનમાં થાય
મારુ તારુને નેવે મુકતા જીવનમાં,સગાસંબંધીયો પણ હરખાય
અંતઆવે દેહનો અવનીથી,ત્યાં પરમાત્માની શીતળકૃપાથાય
.                ……………………કર્મની કેડી સરળ બને જીવની.

======================================

October 15th 2013

મંગલ દીન

.                         .મંગલ દીન

તાઃ૧૫/૧૦/૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ મળતા જીવને અવનીએ,એજ તેનો મંગલદીન કહેવાય
પરમાત્માની એજ અપાર કૃપા,જીવને માનવદેહ મળી જાય
.                     ………………….. દેહ મળતા જીવને અવનીએ.
સંસ્કાર સાચવી જીવન જીવતા,ના કળીયુગી ચોઘડીયા જોવાય
આંગળી ચીંધતા ચીંધારાઓને પણ,ના આફત કદીય છોડી જાય
જીવનીશ્રધ્ધાએકૃપા પરમાત્માની,જીવનમાંસરળતા મળી જાય
મોહમાયાને ત્યાગીદેતાં,દરેક દીન જીવનમાંમંગલદીનથઈજાય
.                    …………………….દેહ મળતા જીવને અવનીએ.
ઉજ્વલતાની સાચીકેડી મળે,જ્યાં વડીલના આશીર્વાદ મેળવાય
ડગલેપગલે સફળતા પામવા,સંત જલાસાંઇની ભક્તિ પ્રેમે થાય
નિર્મળતાનોસંગ રાખવા જીવનમાં,અભિમાનને દુર રાખતા જાવ
આવી આંગણે પ્રભુ કૃપા રહેતા,અંતે જીવ મુક્તિ માર્ગે ચાલી જાય
.                     …………………..દેહ મળતા જીવને અવનીએ.

=====================================

 

 

October 14th 2013

સ્વર્ગની સીડી

.                  .સ્વર્ગની સીડી

તાઃ૧૪/૧૦/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જ્યાં આશીર્વાદ માબાપના,જીવનમાં કર્મ ઉત્તમ થાય
માનવજીવનમાં સરળતા મળતા,સ્વર્ગની સીડી મળી જાય
.                 …………………મળે જ્યાં આશીર્વાદ માબાપના.
સંસ્કાર સાચવી જીવનમાંચાલતા,પ્રથમ વડીલને વંદન થાય
દીલથી સાચોસ્નેહ મળતા,જીવનેમળતી વ્યાધીઓ ભાગીજાય
પ્રથમસીડી સ્વર્ગનીચઢાય જીવથી,જ્યાં આશીર્વાદ મળીજાય
બીજી મળે છે જીવને જીવનમાં,જ્યાં સંસ્કારને સાચવી ચલાય
ત્રીજી સીડી સાચી શ્રધ્ધાએ મેળવાય,જ્યાં સાચી ભક્તિ થાય
સાચાસંતને નાશોધી શકેકળીયુગમાં,જ્યાં દેખાવી ભક્તિ થાય
ઉજ્વલતાની રાહમળે જીવને,જ્યાં સંતજલાસાંઇની કૃપા થાય
.                 …………………. મળે જ્યાં આશીર્વાદ માબાપના.
કર્મના બંધન જીવને જકડે,જગતમાં નાકોઇ જીવથીય છટકાય
અવનીપરનુ આગમન જીવનું,એને મળેલ દેહ થકી જ દેખાય
સંસ્કારભક્તિનેવર્તન સાચવતા,જીવને સાચીરાહ મળતી જાય
જન્મમૃત્યુના બંધનજીવના છે,જ્યાં સુધી કર્મના બંધન સંધાય
સ્વર્ગની અદભુત સીડી મેળવવા,સાચાસંતની ભક્તિપ્રેમે થાય
ઘરમાં કરેલ ભક્તિ ઉજ્વળતા દે,જે કર્મપાવન કરાવતી જાય
મુક્તિમાર્ગની કેડી ખુલે,જ્યાં પવિત્ર સ્વર્ગની સીડી મળી જાય
.                  …………………..મળે જ્યાં આશીર્વાદ માબાપના.

=======================================

 

 

October 13th 2013

વિશાલની વિશાળતા

.                  . વિશાલની વિશાળતા

તાઃ૧૩/૧૦/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુજરાતીઓની ગડબડને,જગતમાં નાકોઇ આંબી શક્યુ છે ભઈ
વિશાલની અદભુત વિશાળતાએ,કાગળમાં લખાઇ રહ્યુ છે અહીં
.                     …………………….ગુજરાતીઓની ગડબડને.
અબકડને આંબી લીધુછે અહીં,એજ પ્રમુખપૅડની જગતમાંતાકાત
ઉજ્વલતાની કેડી દેવા કાજે,મનમાં આવતા વિચારનેય લખાય
સાહિત્યની સરિતા વહેવડાવી હ્યુસ્ટનમાં,એજ માનવતા કહેવાય
શબ્દ નામળે કોઇને જગતમાં,જે વિશાલની મહેનતને માપી જાય
.                   ………………………ગુજરાતીઓની ગડબડને.
શુધ્ધ ભાવનાનો સંગ રાખીને,મનથી સાચી મહેનત કરે છે અહીં
શબ્દોની અજબકેડીને પકડીચાલવા,પૅડથી લખાઇ જાય છે ભઈ
કૃપા પુજ્ય પ્રમુખસ્વામીની થતાં,હ્યુસ્ટનમાં વિશાલ આવ્યાઅહીં
કલમનો સંગ સરસ્વતી સંતાનને દેતા,સરિતા આવી ગઈ અહીં
.                      …………………….ગુજરાતીઓની ગડબડને.

=========================================
.            .હ્યુસ્ટનમાં શ્રી વિશાલભાઇ મોનપુરાએ પુજ્ય પ્રમુખ સ્વામીના આશીર્વાદથી ગુજરાતી
ભાષાને કોમ્પ્યુટર પર લખવા માટે પ્રમુખ ટાઇપપૅડ બનાવી જગતમાં એક  ઉત્તમ કામ કરેલ છે.
ગુજરાતી સાહિત્ય સરિતાને કલમનો સાથ આપી ઘણી ઉત્તમ સેવા કરી છે.જે અભિનંદનને પાત્ર છે.
તેની યાદ રૂપે હ્યુસ્ટનના પ્રદીપ બ્રહ્મભટ્ટ અને કલમપ્રેમીઓ  તરફથી સપ્રેમ ભેંટ.

October 12th 2013

પવિત્ર આઠમ

Mata Amba

.                    .પવિત્ર આઠમ

 તાઃ૧૨/૧૦/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા ચરણમાં રહેતા,જીવને ભક્તિભાવ મળી જાય
આસો માસની પવિત્ર આઠમે,માતાની પુંજા પ્રેમથી થાય
.                      ………………….માડી તારા ચરણમાં રહેતા.
નિર્મળ ભાવથી અર્ચન કરતાં,માતાના પગલાને પુંજાય
શ્રધ્ધારાખી જ્યોત પ્રગટાવતા,માતાનાઝાંઝર સંભળાય
ગરબે ધુમતા તાલ મળે,જે માનવ જીવન મહેંકાવી જાય
આંગણે આવી કૃપાવરસતા,મળેલ જન્મસફળ થઈ જાય
.                     …………………..માડી તારા ચરણમાં રહેતા.
માડી તારી અજબલીલા છે,ના અવનીએ કોઇથી સમજાય
ભક્તિમાર્ગના દ્વારે આવતા જીવનમાં,સાચીરાહ મળી જાય
પવિત્ર તહેવારને સમજી લેતા,જીવને મુક્તિમાર્ગ સમજાય
કુદરતની આઅજબલીલા,શ્રધ્ધાભક્તિએ જીવને મળીજાય
.                  ……………………..માડી તારા ચરણમાં રહેતા.

====================================

 

October 11th 2013

દીપનો ઉજાસ

Divali

 

 

 

 

 

 

 

 

.                  .દીપનો ઉજાસ

.                      (દીવાળી)

તાઃ૧૧/૧૦/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુજરાતીઓનો પવિત્ર આ તહેવાર,જેને દીવાળી કહેવાય
આસો માસે અમાસ ઉજવે,વર્ષનો આખરી દીન બનીજાય
.               …………………ગુજરાતીઓનો પવિત્ર  આ તહેવાર.
મઠીયા સુંવાળી અને ઘુઘરા,એ હિન્દુઓના આગમને  દેવાય
પ્રેમથી ખાઇને આનંદ માણો,એ જ સાચી માનવતા  કહેવાય
માનવતાની આ સાચી કેડી,જ્યાં નિર્મળપ્રેમથી આવકારાય
આજકાલને સમજીલેતા જીવનમાં,સાચીમાનવતા સચવાય
.                ………………….ગુજરાતીઓનો પવિત્ર આ તહેવાર.
ગુજરાતીઓની ગરવીછે ગાથા,જગતમાં સંભારણા બનીજાય
ભારત દેશને ઉજ્વળરાહે દોરનાર,એ ગુજરાતીઓ જ કહેવાય
મનમક્કમ ને શ્રધ્ધા સાચીએ,માનવ જીવન પવિત્ર થઈ જાય
માનવતાની મહેંકપ્રસરાવતા,મળેલ આજન્મ સાર્થક થઈ જાય
.               …………………..ગુજરાતીઓનો પવિત્ર આ તહેવાર.

+++++++++++++++++++++++++++++++++++++

October 10th 2013

ઢોલીડાના ઢોલ

Garaba

 

 

 

 

 

 

 

.                        ઢોલીડાનાઢોલ

તાઃ૧૦/૧૦/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઢોલીડાના ઢોલ વાગતા,ને સંગે પ્રદીપના હાથે મંજીરા
રાજી કરવા મા અંબાને,ભક્તો નાચે તાલી દઈને તાલે
.                    …………………..ઢોલીડાના ઢોલ વાગતા.
ઉજ્વળ રાહ મળે જીવનમાં,એજ ભાવના મનમાં રાખે
નવરાત્રીના નવ દીવસે,માતાને રાજી કરવા સૌ આવે
ગરબે ઘુમતી નારીઓ આજે,ભક્તિપ્રેમને સંગે એ રાખે
રાજી કરવા માકાળીને,પાવાગઢ ને કાસોર દર્શને આવે
.                      ………………….ઢોલીડાના ઢોલ વાગતા.
કૃપાની કેડી મળે મા દર્શને,જીવને ભક્તિરાહે એ લાવે
તનમનથી મળે શાંન્તિ જીવનમાં,એજ ભાવના રાખે
આવી આંગણે જ્યાં કૃપા રહે,સુખ શાંન્તિ લઈને આવે
અપેક્ષાની કેડીને છોડતા,માતાનો ઘરમાં પ્રવેશ લાગે
.                     …………………..ઢોલીડાના ઢોલ વાગતા.

#################################

October 9th 2013

પધારો આજ

Ambe Mataji

 

 

 

 

 

 

.                         .પધારો આજ

તાઃ૯/૧૦/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગરબે ધુમતી નારી જુએ છે વાટ,પ્રેમથી હ્યુસ્ટન પધારો આજ
નવરાત્રીની આ નવલી રાત,ઉજ્વળ કરો માડી ધુમીને સાથ
.               ………………….ગરબે ધુમતી નારી જુએ છે વાટ.
ગરબે ધુમવા તાલ પડે,ત્યાં માડી તારી કૃપા અપરંપાર મળે
આવી હ્યુસ્ટન મા મહેંર કરો,ઉજ્વળ જીવનને સાચી રાહ મળે
વહેલા વહેલા પ્રેમથી પધારી,ગરબામાં નારીઓને સાથ રહે
આપામર જીવને મુક્તિમળે મા,જ્યાં તારી પ્રેમની નજર પડે
.             …………………….ગરબે ધુમતી નારી જુએ છે વાટ.
તાલીઓના તાલે બહેનો ધુમે,ને ડાંડીયા લઇને ઘુમે છે ભક્ત
પધારો પ્રેમે માડી જલ્દી આજ,રાહ જોઇને ગરબે ધુમે છે અહીં
સુખશાંન્તિના વાદળવરસે,જ્યાં માતાના પગલા પડે છે જઇ
ઘુઘરા વાગે ને ઝાંઝર પણ જણકે,કૃપા જ્યાં માડી તારી  થઈ
.               …………………..ગરબે ધુમતી નારી જુએ છે વાટ.

====================================

October 8th 2013

માતાની પુંજા

Mataji krupa

.                    .માતાની પુંજા

તાઃ૮/૧૦/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિભાવથી ગરબે ઘુમતા,જીવને શાંન્તિ મળી જાય
શ્રધ્ધા રાખી માતાને પુંજતા,માતાની કૃપા થઈ જાય
.                  …………………ભક્તિભાવથી ગરબે ઘુમતા.
અંતરમાં આનંદ અનેરો,જીવને નિર્મળરાહ મળી જાય
માતાજીની એક જ કૃપાએ,આ ધન્ય જીવન થઈ જાય
તાલી તાલે ગરબે ધુમતા,મનમાં અનંત આનંદ થાય
પાવનરાહ જીવને મળતા,મળેલ જન્મસફળથઈ જાય
.                 …………………..ભક્તિભાવથી ગરબે ઘુમતા.
ધુપ દીપથી અર્ચના કરતાં,માતાજીનો પ્રેમ મળી જાય
ગરબેધુમીપ્રાર્થનાકરતાં,માદુર્ગા,કાલી,અંબા રાજીથાય
ચામુંડા દશામા મેલડી કૃપાએજ,ધન્ય જીવન થઈ જાય
મુક્તિમાર્ગની સરળકેડીએ,જીવનીવ્યાધીઓ ભાગીજાય
.                    ………………….ભક્તિભાવથી ગરબે ઘુમતા.

++++++++++++++++++++++++++++++++++

 

October 7th 2013

કુળદેવી મા કાલી

Ma Kali

 

.                 .કુળદેવી મા કાલી

તાઃ૭/૧૦/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુળદેવી મા કાળકા આવીને,શ્રધ્ધાએ કૃપા વરસાવી જાય
ભક્તિપ્રેમની જ્યોત સાચીએ,પ્રદીપને શાંન્તિ આપી જાય
.                    …………………કુળદેવી મા કાળકા આવીને.
નવરાત્રીની નવલી રાતે,ભક્તિ ભાવથી ગરબા છે ગવાય
તાલીઓના તાલને પકડી,મા મહાકાળીને રાજી પણ કરાય
ગરબે ઘુમતા ભક્તજનોની,માડી શ્રધ્ધા પારખીને હરખાય
પાવાગઢથી દોડી કુળદેવી મા કાલી,કલોલમાં આવી જાય
.                 ……………………કુળદેવી મા કાળકા આવીને.
સંસ્કાર સિંચન માની કૃપાએ મળતા,પાવનરાહ મળી જાય
જીવને સાચી રાહ મળે અવનીએ,એજ સાચી પુંજા કહેવાય
કુળને ઉજ્વળ કરતી કુળદેવી,નેમાતાના પ્રેમનીવર્ષા થાય
મુક્તિમાર્ગની કેડીએ દોરતી,નવરાત્રીએ ગરબે ઘુમતીજાય
.                 ………………….. કુળદેવી મા કાળકા આવીને.

**********************************************

+++જય મહાકાળી મા+જય મહાકાળી મા+જય મહાકાળી મા+++

« Previous PageNext Page »