October 6th 2013

માતા ચરણે

.                 માતા ચરણે                               

તાઃ૬/૧૦/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગરબે ઘુમતી માડીના ચરણે,આ ધરતી પાવન થાય
ઘુઘરૂ બાંધી તાલીઓના તાલે,તારી કૃપા મળી જાય
.             ………………… ગરબે ઘુમતી માડીના ચરણે.
નવરાત્રીની નવલી રાતે,મા તારા ઘુંઘરૂ છે સંભળાય
ભક્તિભાવની ઉજ્વળકેડીએ,આજન્મ સફળ થઇ જાય
ગરબે ઘુમતા માડી આંગણે,આનવરાત્રી ઉજ્વળ થાય
ધુપદીપ ને અર્ચન સ્વીકારી,માડી કૃપાતારી થઈ જાય
.            …………………. ગરબે ઘુમતી માડીના ચરણે.
જય આધ્યાશક્તિની આરતી  ગાતા,મંજીરા ઘણકાય
તાલીતાલમાં ઢોલ વાગતા,તારા ભક્તો પણ હરખાય
ઉજ્વલરાહ મળે જીવને,ત્યાં માતા અંબાજી રાજી થાય
સુખશાંન્તિના વાદળવરસે,જ્યાં કૃપામાડીની થઇજાય
.            ………………….. ગરબે ઘુમતી માડીના ચરણે.

====================================

October 4th 2013

માડીના ગરબા

Ambaji .

 

 

 

 

 

 

 

 

 

 

 

.                     .માડીના ગરબા

તાઃ૪/૧૦/૨૦૧૩                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

નવરાત્રીના નવ દીવસે,ગરબે ઘુમતા માતા રાજી થાય
આશીર્વાદની કેડી પકડતા,મળેલજીવન ધન્ય થઈ જાય
.                          ………………..નવરાત્રીના નવ દીવસે.
ગરબે ઘુમી તાલી દેતા,માડી તારા પ્રેમની વર્ષા થાય
પગલે પગલુ સાચવી ભરતા,કૃપાએ પાવાગઢ ચઢાય
કાળકામાની એક દ્રષ્ટિએ,પ્રદીપનુ જીવન ઉજ્વળથાય
મળી જતા પ્રેમ માતાજીનો,અમારૂ જીવન પાવન થાય
.                       …………………. નવરાત્રીના નવ દીવસે.
અંબામાતાને ગરબે ઘુમતા,જયઅંબે જયઅંબે સંભળાય
માતાની અસીમ કૃપાએ,માતાના દર્શન પણ થઈ જાય
મેલડી માતાની એક મહેરે,જીવને પાવનરાહ મળી જાય
બહુચરામાની એકદ્રષ્ટિએ,ઉજ્વળ સંતાનપ્રેમ મળીજાય
.                       …………………..નવરાત્રીના નવ દીવસે.

**********************************************
.        .આવતીકાલથી હિન્દુ ધર્મમાં નવરાત્રીનો પ્રારંભ થાય છે.માતાજીની અસીમ કૃપા
શ્રધ્ધાથી જ મળે છે.સાચી શ્રધ્ધા રાખી નવરાત્રીમાં માતાજીની પુંજા કરવાથી માતાની
અસીમ કૃપા મળે છે અને મળેલ જન્મ સાર્થક કરે છે.સૌ વાંચકોને શુભ નવરાત્રી.

લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ અને પરિવારના જય જલારામ.

 

October 3rd 2013

અભિમાન

.                    .અભિમાન

તાઃ૩/૧૦/૨૦૧૩                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

અભિમાનની કેડી જીવને મળતા,દેહ અહીં તહીં ભટકી જાય
ઉજ્વળતાની રાહ છુટતાજ માનવી,નિરાશા મેળવતો જાય
.              …………………અભિમાનની કેડી જીવને મળતા.
સાચી રાહ મળે છે જીવને,જ્યાં માનવતા પકડીને જીવાય
સરળતાની સાચીકેડીને લેતાં,સંત જલાસાંઇની કૃપા થાય
અવનીપરનુ આગમન એજ,જીવનાકર્મના બંધન કહેવાય
અભિમાનને મુકી માળીયે જીવતાં,સાથ સૌનોય મળી જાય
.              ………………….અભિમાનની કેડી જીવને મળતા.
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં મળેલ સંસ્કારનેજ સચવાય
આશિર્વાદની વર્ષા વરસતા,માનવ જન્મ સફળ થઈ જાય
સત્કર્મની કેડીને પકડીને ચાલતા,કર્મનાબંધન છુટતા જાય
અંતઆવતા દેહનો અવનીથી,અંતે પરમાત્માની કૃપાથાય
.             ………………….અભિમાનની કેડી જીવને મળતા.

+++++++++++++++++++++++++++++++++++

October 2nd 2013

માનવીમન

.                      માનવીમન                 

તાઃ૨/૧૦/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માની શીતળ દ્રષ્ટિએ,માનવ જીવન મહેંકી જાય
પ્રેમની સાચી કેડી મળતા,જીવનમાં શાંન્તિ વરસી જાય
.                 …………………પરમાત્માની શીતળ દ્રષ્ટિએ.
અદભુત લીલા અવિનાશીની,જ્યાં સાચીભક્તિ પ્રેમે થાય
કળીયુગના બંધનો છુટતા,જીવને અનંતશાંન્તિ મળીજાય
પાવનકર્મની કેડી મળતાંજ,આધીવ્યાધી પણ ભાગી જાય
અનંતપ્રેમ શ્રીજલાસાંઇનો મળતા,આમાનવમન મલકાય
.                ………………….પરમાત્માની શીતળ દ્રષ્ટિએ.
સિધ્ધીના સોપાન ખુલતા જીવનમાં,સફળતા મળતી જાય
મહેનત સાચી રાહે કરતા જીવનમાં,ના તકલીફને મેળવાય
કરેલ કર્મ એ ઉજ્વળતાના વાદળ,અંતે પ્રેમ વરસાવી જાય
માનવમનની મહેંક પ્રસરતા,મળતા જીવોનેય આનંદ થાય
.              ……………………પરમાત્માની શીતળ દ્રષ્ટિએ.

===================================

October 1st 2013

સાંકળની સમજ

.                 .સાંકળની સમજ

 તાઃ૧/૧૦/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરનુ આગમન જીવનું,કર્મનું બંધન એ કહેવાય
જીવનો સંબંધ જીવથી રહે,એને લોહીનો સંબંધ સમજાય
.                ………………….અવનીપરનુ આગમન જીવનું.
કરેલ સત્કર્મ જીવનમાં,એ જીવને સદમાર્ગે જ દોરી જાય
આવી અવનીપર એસમજતા,પાવનકર્મ જીવનમાં થાય
મળે માર્ગ ભક્તિનો સાચો,જે થકી કૃપા જલાસાંઇની થાય
ભક્તિની સાંકળ છે નિરાળી,જીવને મુક્તિમાર્ગે દોરી જાય
.                …………………. અવનીપરનુ આગમન જીવનું.
અનીતિનો માર્ગ પકડતા દેહ,લોખંડની સાંકળથી જકડાય
પડેમાર લાકડીનોદેહને,જે થકી આખુ જીવન વેડફાઇ જાય
સાંકળની સમજ પડે જો જીવને,તો ભક્તિનીએ પકડી જાય
કળીયુગની સાંકળમાં ફસાતાં,જન્મમૃત્યુથી એ બંધાઇ જાય
.                 …………………..અવનીપરનુ આગમન જીવનું.

++++++++++++++++++++++++++++++++++++++

« Previous Page