Archive for the ‘ભક્તિગીત’ Category

સાંઇ કે સાંઇરામ

Saturday, August 2nd, 2008

                           photo0070.jpg             

………………………..    સાંઇ કે સાંઇરામ ………………………
તાઃ૧/૮/૨૦૦૮ …………………………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનમાં રટણ સાંઇ સાંઇનું,ને થતું હૈયે સ્મરણ સાંઇરામનું
અંતર ઉભરે સંત સ્મરણથી,જીવન પાવન સાંઇ રટણથી
……………જીભે હરપળ સાંઇસાંઇ, ને હૈયે હરપળ સાંઇરામ સાંઇરામ.

જ્યોત ઉજ્વળ બને જીવનની,પ્રભુભક્તની અમી દ્રષ્ટિથી
સર્જનહારની સૃષ્ટિ નિરાળી, શાંન્તિ મનને ભક્ત સાંઇથી
……………જીભે હરપળ સાંઇસાંઇ, ને હૈયે હરપળ સાંઇરામ સાંઇરામ.

સ્મરણ માત્રથી સ્નેહ મળે, ને ઉજ્વળ જીવન સદા દીસે 
સુખઃદુખની આ એક ધાર પર  ભક્તિપ્રેમ સદા દીપી ઉઠે
……………જીભે હરપળ સાંઇસાંઇ, ને હૈયે હરપળ સાંઇરામ સાંઇરામ.

સંત સમાગમ સ્મરણ માગતા, સ્નેહમળતા હૈયા હરખાય
ના મોહ કે માયા વળગે, સ્મરણ સાંઇથી જીવન ઉજળાય
……………જીભે હરપળ સાંઇસાંઇને, હૈયે હરપળ સાંઇરામ સાંઇરામ.

સૃષ્ટિનો સહવાસ મળે,ને જ્યાં જીવમાનવ દેહ અટવાય
સાચોરાહ પ્રભુભજનથી,જે પ્રદીપને સંતસાંઇથીમળીજાય
……………જીભે હરપળ સાંઇસાંઇને, હૈયે હરપળ સાંઇરામ સાંઇરામ.

઼઼઼જયજય રામ જય જલારામ જય જય રામ જય સાંઇરામ ઼઼઼

મુક્તિદાતા

Monday, July 28th, 2008

                  mrityudev.jpg 

                        મુક્તિદાતા 

તાઃ૨૮/૭/૨૦૦૮                      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પધારો ભોલેનાથ ભગવાન તમારી જોવુ બારણે વાટ
આનંદ હૈયામાં આજે થાય કે જેની સીમાનો નહીં પાર
                                          બોલો ઑમ નમઃ શિવાય
હાથમાં લીધા બીલીપત્ર ને બીજા હાથે ગુલાબના ફુલ
કંકુ સાથમાં રાખ્યુ હાથેઆજે લેવા મા ના ચરણનીધુળ
                                            બોલો ઑમ નમઃ શિવાય
ડમરુ શોહે હાથમાં તમારે ને ગુજે અમારી ભક્તિની ધુન
આપજો હેતપ્રેમને સ્વીકારીસેવા કરજોમાફ અમારીભુલ
                                            બોલો ઑમ નમઃ શિવાય
સૃષ્ટિ નો સથવારો મળ્યો જ્યાં લપેટ સંસારની લાગી
ભક્તિનો અણસાર મળ્યો માબાપથી પ્રભુથીપ્રીત થઇ 
                                               બોલો ઑમ નમઃશિવાય
અંતરના જ્યાં દ્વાર ખુલ્યાં ત્યાં હરહર ભોલે રટણ થયું
જગનીમાયા છુટી રહીજ્યાં પ્રભુસ્મરણ મનમાંવધીરહ્યુ
                                             બોલો ઑમ નમઃ શિવાય

Omomomomomomomomomomomomomomomomomomomom.

   

જલો કે જલારામ

Sunday, July 13th, 2008

                 virbaimata.jpg                

                        જલો કે જલારામ

તાઃ૧૨/૭/૨૦૦૮.…………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

તને જલો કહુ જલારામ કહુ તારી ભક્તિ અપરંપાર
                 તારી શ્રધ્ધા સાચી વિરબાઇએ જાણી
                                           જે જગતમાં ના મનાય

તારી ભક્તિ એમ રેલાય કે આવ્યા જગત મુરારી
          ના માગી લક્ષ્મી કે ભક્તિ માગીતારીનાર
                                           જેની કલ્પના ના કરાય

તેં દાન તો દીધા પ્રભુને જે જગમાં કોઇએ ના દીધા
              જન્મ સફળ ને સાથે માર્ગ દીધો માનવને
                                           માનવ જીવન છે સોહાય

રામશ્યામની આ અકળ લીલા તે સૃષ્ટીને સમજાવી
             સંત સમાગમ ના શોધ્યો ના માર્યા વલખા
                                                તારી ભક્તિમા દેખાય

ભોજલરામની સંસારી ભક્તિ પારખી પ્રભુએ લીધી
           ના માયા કે ના કાયાના બંધન તેને નડ્યા
                                             અંતે આવ્યા અંતરયામી

જલારામની જ્યોત મળી પ્રદીપને પ્રેમે પકડી લીધી
           ભક્તિકેરા દીવે પ્રકટાવી મુક્તિ માગી સીધી
                                              જલાની ભક્તિ સાચી દીઠી

omomomomomomomomomomomomomomomomomomom

ભક્તિનો અણસાર

Friday, July 11th, 2008

                         ભક્તિનો અણસાર

તાઃ૧૧/૭/૨૦૦૮.. ………………………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કામ નામની પરવા જીવનમાં તું કદી નાકરજે,
         જગમાં  સાચી શ્રધ્ધા રાખી પ્રભુ સ્મરણમાં રહેજે

અલ્લા ઇશ્વર રામ રહીમને મનથી તું ભજી લેજે
         માનવમનની જ્યોતજીવનમાં શ્રધ્ધાથી તુ ધરજે

સાધુ સંત બની ગયા જે ભક્તિ માર્ગ તને દેશે
             સંસારમાં રહી પ્રભુ ભજીને જીવન સાર્થક કરજે

આંગણુ ઘરનું પાવન કરવા ભક્તિ કરજે રોજ
           ના વ્યાધી કે ના ઉપાધી દુર એ તુજથી રહેશે

મનમાં સ્મરણ જલાનુ ને સાંઇનું  રોજ કરજે 
          ભક્તિની એ શક્તિ અનેરી ના જગમાં કોઇ દેશે

મળશેશાંન્તિ આ જીવનમાં રાખજે સાચો ધ્યેય
            સ્મરણ પ્રભુનું સદા કરજે  ને મનમાં રાખજે ટેક

આત્માને જ્યાં ઓળખાણ થાય પ્રભુ ભક્તિથી
             જીવનસાથે જન્મસફળથઇ મુક્તિ જીવનેમળશે

###################################

નજર પ્રભુની

Wednesday, July 2nd, 2008

                          નજર પ્રભુની 

તાઃ૧/૭/૨૦૦૮                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક નજર જો પડે પ્રભુની, મુક્તિ જ જીવની થાય
સ્નેહ, પ્રેમની અભિલાષામાં,જન્મ સફળ થઇ જાય
                                             ………જીવ ભક્તિએ હરખાય.
કુદરતનો અણસાર મળે,ને થાય ભક્તિનો સંગાથ
પામર દેહનહીં રહે આ,ઉજ્વળ સેવાથી થઇ જાય
                                              ………જીવ ભક્તિએ હરખાય.
કામક્રોધનીલાલસા ઘટતી,ને ભાવનાવધતીજાય
મનમંદીરના બારણે આવે, પૃથ્વી તણા ભરથાર
                           .                 ………જીવ ભક્તિએ હરખાય.
લાગણી મિથ્યા લોભે મળતી,ના મળે અણસાર
જલાસાંઇની ભક્તિ નીર્મળ, જગને મળતી જાય
                                             ………જીવ ભક્તિએ હરખાય.
દેહ થકી આ જન્મ સફળ, પ્રભુ સ્મરણથી થાય
આખર માનવ દેહ જ છે,જે મુક્તિ તણું છે દ્વાર
                                          ………..જીવ ભક્તિએ હરખાય.
કર્મનો જ્યાં મર્મ સમજાયો, માનવ મુક્તિ પામે
જન્મ અજ્ન્મ થઇ જતાં,જીવ પૃથ્વીએ ના આવે
                                           ……….જીવ ભક્તિએ હરખાય.

+++++++++++++++++++++++++++++++++++++++++++

શ્યામ ઓ રાધેશ્યામ.

Saturday, June 14th, 2008

                            શ્યામ ઓ રાધેશ્યામ.
તાઃ૧૪/૬/૨૦૦૮                                    પ્રદીપ  બ્રહ્મભટ્ટ
શ્યામ ઓ રાધેશ્યામ, મારી છે કામના
          અંતરમાં હેત રહે,મનમાં ઉમંગ રહે
                    ભક્તિંમાં ભાવ રહે,હૈયામાં પ્રેમ રહે
                                      ……શ્યામ ઓ રાધેશ્યામ.

કીર્તન હું કરતો તારા,મનથી છેલગનીતારી
           માગું હું ભક્તિ તારી, લેજે આજીવને ઉગારી
માયાની સીડીને તું, કરજે જીવનથી અળગી
            દેજે જીવનમાં મને, ભક્તિની લગની લગાડી
                                     …….શ્યામ ઓ રાધેશ્યામ.

જન્મને કર્મને માયા,બંધનને તું જ સંભાળજે
         અવનીના આગમનને, પ્રભુ કર્મથી બચાવજે
માનવ જીવન ને મારા, સાર્થક તું બનાવજે
         વળગેના મોહમને,પ્રીત મારામનડે જગાવજે
                                      …….શ્યામ ઓ રાધેશ્યામ.

રાધાનો છે શ્યામ તુ,નેગોકુળનો છે કાન તું
          મારો ઘનશ્યામ તું,ને જીવનઆધારપણ તું
મારો સથવાર તું છે, ને જગતકરતાર છે તું
………મનની માયામાં તું છે,ને ભક્તિમાં તું અમારી
……………………………………………….શ્યામ ઓ રાધેશ્યામ.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

રાઘવને રામ.

Thursday, June 12th, 2008

                          રાઘવને રામ
તાઃ૧૨/૬/૨૦૦૮                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

રાઘવને રામ કહું, કાન્હા ને કૃષ્ણ  કહું
મનથી હું પ્રભુ ભજુ, બીજુના જાણું કશું
                                          ……રાઘવને રામ કહું
અંતરમાં લાગે હેત, મળે જ્યાં પ્રભુ પ્રેમ
લાગે છે જીવન નેક, જલા છે સાથે છેક
                                          ……રાઘવને રામ કહું
મળી છે ભક્તિ મને,માબાપે દીધી પ્રેમે 
ઉજ્વલછે જીવનદીસે,મળીજે પ્રભુ પ્રીતે 
                                        ……..રાઘવને રામ કહું
સાંભળુ ભક્તિ ગીત, પ્રભુથી લાગે પ્રીત
વંદનહુંમનથીકરતો,ના હુંજીવનથી ડરતો
……………………………………………….રાઘવને રામ કહું
માગું હું મનથી પ્રભુ, શરણે હુ કાયમ રહુ
લાગે ના માયા મોહ, જીવ ને છુટતાં દેહ
                                      ……….રાઘવને રામ કહું
મનમાં ના વ્યાધી મને,સાંઇના નામથી
અમર ભક્તોની કૃપા,ભક્તિથી મળી મને
………………………………………………રાઘવને રામ કહું

********************************************

પ્રભુથી પ્રીત.

Thursday, June 12th, 2008

                                 hanukaka.jpg                     

                                   પ્રભુથી પ્રીત 
તાઃ૧૨/૬/૨૦૦૮ …………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગમાં સાચી પ્રેમની રીત, ભક્તિમાં જેને છે પ્રીત
રામરામ જે રટ્યા કરે, ઉજ્વળ જીવન તે જીવ્યાકરે
  ………………જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક

સંત સમાગમ પ્રેરે પ્રીત,મુક્તિ મેળવવા કરેજે જીદ
નામ સ્મરણ છે સાચી રીત,પ્રભુ પ્રેમમળશે હરદીન
 . ……………..જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક

માયાના બંધન છે અનેક,જે છુટશે જ્યારેમળશે હેત
દર્શન કરતાં રહેશે રંગ,જગની લીલા ના રહેશે સંગ
 ……………….જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક

કાયામાયાની જો જાશે દુર,છે ભક્તિમાંજીવનચકચુર
જલારામની ભક્તિ અદભુત, જાણે તે છે પ્રભુના દુત
  ………………જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક

મનથીરટણ નેમાળા થાય,તેનું જીવન ઉજ્વળદેખાય
સાંઇબાબાનો છેઅણસાર,પ્રભુનીભક્તિ જગમાંઅપાર
 ……………..જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક

શ્રીરામ શ્રીકૃષ્ણ જયજય રામ જયજય કૃષ્ણ હરેરામ હરેકૃષ્ણ…

જય જય સીતારામ

Wednesday, June 4th, 2008

                                જય જય સીતારામ
તાઃ૪/૬/૨૦૦૮                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જય રામ જય સીયારામ,ભક્તો બોલો જય જય જલારામ
ઉઠતા બોલો જય જય રામ, પોઢતા સાંજે બોલો જય જલારામ

સુંદર મોહક પ્રભુનુ રુપ, અનંતકોટી બ્રહ્માંડના છે નાથ અદભુત
અંતરમાં લઇ  એક જ આશ, રટણ કરી લઉ પરમાત્માનું આજ

દયા કૃપાએ શ્રધ્ધા સાથ,મળે જીવનમાં જ્યાં  ભક્તિની છે લાજ
રામ શ્યામની લગની આજ,ભવસાગરના બંધન ના લાગે સાથ

કરુણાનિધાનની  છે કરુણા અપાર,ના  જીવનમાં તેની કોઇ ખોટ
લાગશે જીવન વણકલપ્યુ છેક,જ્યાં જલારામને સાથે સીતારામ

માયા વળગી જ્યાં જન્મ મળ્યો,મળી જીવનને ઝંઝટ જાણેઅનેક
ના છુટશે કે  કોઇ  છોડાવે,જે મળે  જીવને જન્મ મળે વળગે  છેક

કુદરતના આ અનંત રુપ, જાણી છોડજો મોહ ને કરજો હૈયાથી દુર
ના રાખજો માયાનો કોઇ લોભ, કરજો અંતરમાં કાયમ પ્રભુનો મોહ

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

ઓ કરુણાનિધાન

Saturday, May 31st, 2008

                           big_sur_main1.jpg                    

                               ઓ કરુણાનિધાન
તાઃ૩૧/૫/૨૦૦૮                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

અકળ આ અવતારને સાર્થક તું કરનાર
              જગતના તારણહાર તારા અનંત છે અવતાર
ના મિથ્યા આ જન્મ મળશે તારો આધાર
               તું સર્જનહાર ને તારો સૌ જીવો પર ઉપકાર
                             …ઓ કરુણાનિધાન ઓ વિશ્વંભર ભગવાન.
માયા લાગી જન્મ મળ્યો જ્યાં જગમાંય
             સ્નેહપ્રેમ ના માગે મળતાં નિર્ધન કે ધનવાન
કૃપા પ્રેમ એ ર્સ્પશે તેને હૈયે જ્યાં જલારામ
             નમન જગમાં મળશે તેને જેના હ્રદયે સાંઇરામ
                              …ઓ કરુણાનિધાન ઓ વિશ્વંભર ભગવાન.
આત્માની ઓળખ અજાણ ન કળી કળાય
            જ્યાં શ્રધ્ધાનેવિશ્વાસ આત્મા ઉજ્વળથતો જાય
લગનીલાગે મનથી જ્યારે ભક્તિ થતીજાય
            શક્તિ એવી છે અનોખી જેની તુલનાના કરાય
                              …ઓ કરુણાનિધાન ઓ વિશ્વંભર ભગવાન.

ઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁ