January 31st 2015

ભક્તિભોજન

.                               .ભક્તિભોજન

તાઃ૩૧/૧/૨૦૧૫                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ અને ભોજન પ્રેમથી કરતા,માનવજન્મ સફળ થઈ જાય
ના માગણી નાકોઇ અપેક્ષા અડકે,કે ના દવાખાનુય અડી જાય
…………એજ શ્રધ્ધા સાચી જીવનમાં,જ્યાં પરમાત્માની કૃપા થઈ જાય.
અજબ શક્તિ છે ભક્તિમાં,જે સંત જલાસાંઈની કૃપાએ મેળવાય
ઉજ્વળ જીવનની રાહ મળે,જ્યાં સમય સમજીને જીવન જીવાય
નામંદીરમસ્જીદ કેદેરાશરની જરૂર,જ્યાંશ્રધ્ધાએ ઘરમાં પુંજાથાય
માનવજીવન સમજીને જીવતા,જીવનેમળેલ જન્મસફળ થઈજાય
…………એજ શ્રધ્ધા સાચી જીવનમાં,જ્યાં પરમાત્માની કૃપા થઈ જાય.
મનુષ્યદેહની સમજણ છે સાચી,જ્યાં ઘરમાં પવિત્ર ભોજન થાય
દેખાવનીદુનીયાને આંબીલેવા,ના ખૌધરાગલીમાં ખાવાનું ખવાય
નાકોઇઆવે આફત કે તકલીફ દેહને,જ્યાં નિર્મળ જીવનને જીવાય
ભોજનભજનની એકજ છે શક્તિ,જે મળેલ માનવદેહથી્જ પરખાય
…………એજ શ્રધ્ધા સાચી જીવનમાં,જ્યાં પરમાત્માની કૃપા થઈ જાય.

++++++++++++++++++++++++++++++++++++++++++++++

December 10th 2014

સંકટ ચોથ

Gapadada.

 

.

.

.

.

.

.

.

.

.

.

.

.                     .સંકટ ચોથ

તાઃ૧૦/૧૨/૨૦૧૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવનની રાહ મળે જીવને,જ્યાં ગજાનંદની પુંજા થાય
સંકટ ચોથના પવિત્ર દીવસે,શ્રધ્ધાએ મહાદેવપુત્રની કૃપા થાય
……….એવા માગસર માસના પવિત્ર દીવસે ભક્તોની શ્રધ્ધા વધી જાય.
અવનીપરનુ આગમન છે બંધન જીવનુ,ના કોઇનાથીય છટકાય
કર્મના બંધન એ જીવને જકડે,જગતના બંધનથીજ એ સમજાય
મળે માયાથી કાયા જીવને,આગળ પાછળ કોઇથીય ના રહેવાય
પામી પ્રેમ ગજાનંદનો ભક્તિએ,એ જ સંકટ ચોથનુ ફળ કહેવાય
……….એવા માગસર માસના પવિત્ર દીવસે ભક્તોની શ્રધ્ધા વધી જાય.
રિધ્ધી સિધ્ધીના એ જ પ્રણેતા,જે ભાગ્ય વિધાતા ગણપતિ કહેવાય
જીવના બંધન એ કલમ ગજાનંદની,જે  જીવને જન્મ મળતા દેખાય
આવી અવનીપર જીવને,સાચી શ્રધ્ધાભક્તિએ મુક્તિમાર્ગ મળીજાય
માગસર માસનો પવિત્ર દીવસ,જે સંકટ ચોથે ગજાનંદની પુંજા થાય
……….એવા માગસર માસના પવિત્ર દીવસે ભક્તોની શ્રધ્ધા વધી જાય.
++++++++++++++++++++++++++++++++++++

October 9th 2013

પધારો આજ

Ambe Mataji

 

 

 

 

 

 

.                         .પધારો આજ

તાઃ૯/૧૦/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગરબે ધુમતી નારી જુએ છે વાટ,પ્રેમથી હ્યુસ્ટન પધારો આજ
નવરાત્રીની આ નવલી રાત,ઉજ્વળ કરો માડી ધુમીને સાથ
.               ………………….ગરબે ધુમતી નારી જુએ છે વાટ.
ગરબે ધુમવા તાલ પડે,ત્યાં માડી તારી કૃપા અપરંપાર મળે
આવી હ્યુસ્ટન મા મહેંર કરો,ઉજ્વળ જીવનને સાચી રાહ મળે
વહેલા વહેલા પ્રેમથી પધારી,ગરબામાં નારીઓને સાથ રહે
આપામર જીવને મુક્તિમળે મા,જ્યાં તારી પ્રેમની નજર પડે
.             …………………….ગરબે ધુમતી નારી જુએ છે વાટ.
તાલીઓના તાલે બહેનો ધુમે,ને ડાંડીયા લઇને ઘુમે છે ભક્ત
પધારો પ્રેમે માડી જલ્દી આજ,રાહ જોઇને ગરબે ધુમે છે અહીં
સુખશાંન્તિના વાદળવરસે,જ્યાં માતાના પગલા પડે છે જઇ
ઘુઘરા વાગે ને ઝાંઝર પણ જણકે,કૃપા જ્યાં માડી તારી  થઈ
.               …………………..ગરબે ધુમતી નારી જુએ છે વાટ.

====================================

October 8th 2013

માતાની પુંજા

Mataji krupa

.                    .માતાની પુંજા

તાઃ૮/૧૦/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિભાવથી ગરબે ઘુમતા,જીવને શાંન્તિ મળી જાય
શ્રધ્ધા રાખી માતાને પુંજતા,માતાની કૃપા થઈ જાય
.                  …………………ભક્તિભાવથી ગરબે ઘુમતા.
અંતરમાં આનંદ અનેરો,જીવને નિર્મળરાહ મળી જાય
માતાજીની એક જ કૃપાએ,આ ધન્ય જીવન થઈ જાય
તાલી તાલે ગરબે ધુમતા,મનમાં અનંત આનંદ થાય
પાવનરાહ જીવને મળતા,મળેલ જન્મસફળથઈ જાય
.                 …………………..ભક્તિભાવથી ગરબે ઘુમતા.
ધુપ દીપથી અર્ચના કરતાં,માતાજીનો પ્રેમ મળી જાય
ગરબેધુમીપ્રાર્થનાકરતાં,માદુર્ગા,કાલી,અંબા રાજીથાય
ચામુંડા દશામા મેલડી કૃપાએજ,ધન્ય જીવન થઈ જાય
મુક્તિમાર્ગની સરળકેડીએ,જીવનીવ્યાધીઓ ભાગીજાય
.                    ………………….ભક્તિભાવથી ગરબે ઘુમતા.

++++++++++++++++++++++++++++++++++

 

August 27th 2013

નિર્મળભક્તિ

.                  .નિર્મળ ભક્તિ

 તાઃ૨૭//૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ ભક્તિ ને પાવન કર્મ,જીવનને આપે છે સાચો ધર્મ
ઉજ્વળ જીવન મળતા જીવને,સમજી જાય છે દેહનો મર્મ
.             ……………………. નિર્મળ ભક્તિ ને પાવન કર્મ.
દેહ મળે જ્યાં અવનીએ જીવને,કરેલ કર્મની કેડી પરખાય
જન્મોજન્મના બંધન મળતાં,સમજાઇ જાય છે જીવનાકર્મ
માનવ જીવન એ મહેંક બને,જ્યાં સમજીને જીવનજીવાય
મળે છે માયા દરેક જીવને,ના જગતમાં કોઇથીય છટકાય
.               …………………….નિર્મળ ભક્તિ ને પાવન કર્મ.
અંત દેહનો અદભુત બને ત્યાં,જ્યાં નિર્મળ ભક્તિ મેળવાય
અજબપ્રેમ મળે  અવનીથી,જીવને મુક્તિ માર્ગ મળી જાય
ભક્તિ કેરી એકજ સીડી મેળવતાં,જલાસાંઇની ભક્તિ થાય
મુક્તિકેરી સાચીરાહે જીવ,જન્મમરણના બંધનથી છુટીજાય
.                 …………………..નિર્મળ ભક્તિ ને પાવન કર્મ.

******************************************

 

July 31st 2013

ભક્તિરાહ

.                 . ભક્તિરાહ           

તાઃ૩૧/૭/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભજન ભક્તિનો સંગ નિરાળો,શ્રધ્ધાપ્રેમથી સમજાય
મળે કૃપા પરમાત્માની જીવને,એ લાયકાત કહેવાય
.            ………………….ભજન ભક્તિનો સંગ નિરાળો.
મનથી માળા કરતાં પ્રભુની,જીવનમાં શાંન્તિ થાય
ઉજ્વળતાની કેડી મળતા,આ જન્મ સફળ થઇ જાય
મોહમાયાની કાતરછુટે,જ્યાં ભજન ભાવનાથી થાય
શ્રધ્ધા સાચી મનમાં રાખતાં,પ્રભુ કૃપાય મળી જાય
.          ……………………ભજન ભક્તિનો સંગ નિરાળો.
મૃત્યુની ના કોઇ  ચિંતા દેહને,જ્યાં માનવતા મેળવાય
જલાસાંઇની દીધેલ રાહે,માનવી માનવીને મળી જાય
પ્રેમનીવર્ષા જીવનમાં પડતા,જીવને શાંન્તિ થઈ જાય
ભક્તિરાહ મળતા જીવનમાં,ના આધીવ્યાધી અથડાય
.           ……………………ભજન ભક્તિનો સંગ નિરાળો.

=====================================

July 25th 2013

ભક્તિરસ

photo0159

 

 

 

 

 

 

 

 

 

.                     .ભક્તિરસ

તાઃ૨૫/૭/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ શક્તિની અદભુત ગાથા,સાચા ભક્તિરસથી છલકાય
મળી જાય પ્રેમ જલાસાંઇનો જીવને,એ જ લાયકાત કહેવાય
.                   ………………….અજબ શક્તિની અદભુત ગાથા.
ભક્તિરસની નિર્મળતા મળતા,દેહને સુખશાંન્તિ મળતી જાય
અગમનિગમના ભેદની નાજરૂર,જ્યાં પરમાત્માની કૃપાથાય
અંતરમાં આનંદની  હેલી ઉભરે,ને મનને અનંત શાંન્તિ  થાય
આજકાલની નાવ્યાધી જીવને,ઉંમરાથી ઘર પવિત્ર થઈ જાય
.                 ……………………અજબ શક્તિની અદભુત ગાથા.
સાચી શ્રધ્ધાની કેડી મળતા,મળેલ આ જન્મ સફળ થઇ જાય
કર્મબંધનની રાહ છુટતા જીવને,સ્વર્ગીયસુખ સદા મળી જાય
મોહમાયાની ના ચાદર અડકે દેહને,કે ના લાગણીઓ ઉભરાય
ભક્તિરસની આઅજબ લાયકાત,જીવ કર્મબંધનથી છુટીજાય
.                 ……………………અજબ શક્તિની અદભુત ગાથા.

+++++++++++++++++++++++++++++++++++++++

December 7th 2012

અણસાર મળે

.                .અણસાર મળે

તાઃ૭/૧૨/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

અદભુત છે અણસાર પ્રભુનો,સમજદારને સમજાય
મળી જાય જ્યોત જીવને,ત્યાં પાવનરાહ મેળવાય
.                  ………………અદભુત છે અણસાર પ્રભુનો.
લાગણી મોહની કાતર છે કાળી,જીવન વેડફી જાય
મનની માગણીઓ વધતી,ત્યાંએ કાતર ફરી જાય
સમજણ નો ના સહવાસ રહે,કેના સદમાર્ગ દેખાય
એકવ્યાધીથી પરાણે છુટતાં,બીજી ત્યાંઆવી જાય
.                    ……………….અદભુત છે અણસાર પ્રભુનો.
આવી મળે પ્રેમ અવનીએ,એજ અદભુત અણસાર
મનને શાંન્તિ સરળ મળે,જે પ્રભુકૃપાએજ મેળવાય
સાગર જેવા સ્નેહથી જગે,મન આકુળ વ્યાકુળ થાય
જલાસાંઈની એક જ કેડી,આ જન્મ સફળ કરી જાય
.                 …………………અદભુત છે અણસાર પ્રભુનો.

================================

December 19th 2010

પુણ્યનું પારણુ

                        પુણ્યનું પારણુ

તાઃ૧૯/૧૨/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવદેહની અજબલીલા,ના સમજાય આમ તેમ
મળે સાચી રાહ જીવનને,ત્યાં મળી જાય પ્રભુ પ્રેમ
                   ………… માનવદેહની અજબલીલા.
બાળક દેહની નિર્મળતાને,માની પ્રીતથી પરખાય
ધોડીયાના ગુણલા મેળવતા,દેહને ઉંઘ આવી જાય
ઉંમરની સીડી પકડતાં દેહથી,બાળપણ છટકી જાય 
જુવાનીનો શ્વાસ મળતાં,જીવને સમજણ મળી જાય
                     ………..માનવદેહની અજબલીલા.
આધી વ્યાધી ઉપાધી જગમાં,જ્યાં દેહથી ઓળખાય
સમજણ સાચી આવીજાય,ત્યાં પુણ્યની કેડી પકડાય
મોહમાયાથી છટકી લેવા,દેહે પુણ્યનુ બારણુ શોધાય
મળી જાય ભક્તિ સાચી,ત્યાં પુણ્યના પારણે ઝુલાય
                     ………..માનવદેહની અજબલીલા.

++++++++++++++++++++++++++++++

August 2nd 2010

મળેલ માર્ગ

                       મળેલ માર્ગ

તાઃ૨/૮/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભજી લીધા ભગવાન મનથી,
                         જીવને મળી ગયા સદમાર્ગ
શ્રધ્ધા રાખી હેત પ્રેમમાં મેં,
                       દીઠા નિર્મળ ભક્તિને સન્માન
                           ………ભજી લીધા ભગવાન મનથી.
આંગળી પકડી ચાલતુ બાળક,માતા નિરખીને હરખાય
સમયની સાથે જીવ  જીવતાં,ના જગે વ્યાધી ભટકાય
મળતી માયા આંગણે કળીયુગે,જે લોભ થકી લઇ જાય
મમતાની મોહકતા લેતાં,આશિર્વાદની વર્ષા થઇ જાય
                         ………..ભજી લીધા ભગવાન મનથી.
સંતની છાયા પડતાં દેહે,જીવનના માર્ગ મોકળા થાય
સંસારની શીતળતા મળતાં,આ જન્મ સફળ થઇ જાય
જલાસાંઇની જ્યોત પ્રેમની,સીધી ભક્તિ બતાવી જાય
જન્મદેહનો સફળથતાં કૃપાએ,જીવને મુક્તિ મળી જાય
                           ………..ભજી લીધા ભગવાન મનથી.

===============================

« Previous PageNext Page »