July 11th 2022
. .પ્રગટે જ્યોત જીવનની
તાઃ૧૧/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પાવનકૃપા મળૅ પરમાત્માની,જે માનવદેહને પવિત્રરાહ આપી જાય
જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા,એ જીવને જન્મમરણથી અનુભવાય
....એ અદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને સમયે પાવનરાહ આપી જાય.
કુદરતની આલીલા અવનીપર જે જીવને,સમયે માનવદેહને કર્મકરાવી જાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં હિંદુધર્મમાં અનેકદેહથીજન્મીજાય
જગતમાં પ્રભુકૃપાએ જીવને દેહમળે,માનવદેહ એનિરાધારદેહથી બચાવીજાય
પ્રાણીપશુજાનવરકેપક્ષી નિરાધારદેહ કહેવાય,માનવદેહથી સમજણ મેળવાય
....એ અદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને સમયે પાવનરાહ આપી જાય.
મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,એ જીવનમાં ઉંમરનો અનુભવ થાય
જીવનમાં બાળપણ જુવાનીઅને ધડપણનો સાથમળે,જે કર્મનીરાહ આપીજાય
પરમાત્માના પવિત્રપ્રેમથી આશિર્વાદમળે,જ્યાં ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ કરાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે ધર્મઅને કર્મનો સંબંધ આપીજાય
....એ અદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને સમયે પાવનરાહ આપી જાય.
#####################################################################
May 30th 2022
. .શ્રધ્ધાથી વિશ્વાસ મળે
તાઃ૩૦/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલ માનવદેહને કર્મનો સંબંધમળે,જે જીવન જીવાડી જાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,એ જીવનમાં પવિત્રરાહ આપી જાય
....એ ભગવાનની પવિત્રકૃપા છે,જ્યાં મળેલદેહને શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
જીવને અનેકદેહથી જન્મ મળે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર જીવને પ્રાણીપશુજાનવરપક્ષીથી દેહ મળે,સમયે માનવદેહ મળે
અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે જીવનુ અનેકદેહથી આગમનથાય
મળૅલ માનવદેહને જીવનમાં સમયની સમજણ પડે,જે પાવનરાહેલઈ જાય
....એ ભગવાનની પવિત્રકૃપા છે,જ્યાં મળેલદેહને શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
જન્મમરણનો સંબંધ એ મળેલદેહને,જગતમાં ના કોઇજ દેહથી દુર રહેવાય
પવિત્ર કૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
હિંદુધર્મની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈ જાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપથી પુંજા કરતા,વિશ્વાસથી પ્રભુનીકૃપા મળીજાય
....એ ભગવાનની પવિત્રકૃપા છે,જ્યાં મળેલદેહને શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
December 28th 2020
. જગત વિધાતા
તાઃ૨૮/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહે જીવન જીવવા માનવદેહને,શ્રધ્ધા ભાવનાથી પુંજન કરાય
પરમકૃપાળૂ ભોલેનાથ ભારતનીભુમીપર,જન્મલઈ આગમન કરી જાય
....પવિત્રગંગા નદીને વહાવી ભુમીપર,જે મળેલદેહને પવિત્ર જળ આપી જાય.
બમબમભોલે મહાદેવથી ભક્તિકરતા,શંકર ભગવાનની કૃપા મેળવાય
પવિત્રકૃપા માતા પાર્વતીની મેળવાય,જે મળેલદેહ પર કૃપા કરી જાય
અદભુતલીલા ભોલેનાથની ભારતમાં,જે પ્રભુની કૃપાએ દેહ લઈ જાય
અવનીપરના આગમનથી ધરતી પવિત્રકરી,એ જગતવિધાતા કહેવાય
....પવિત્રગંગા નદીને વહાવી ભુમીપર,જે મળેલદેહને પવિત્ર જળ આપી જાય.
પાવનપ્રેમ પત્ની પાર્વતી માતાનો,જેગણેશ અને કાર્તીક પુત્ર દઈ જાય
અશોકસુંદરી દીકરી થઇ આવી,એ પવિત્રજીવો સંતાનથી આવી જાય
પુત્ર ગણેશ એ ભાગ્યવિધાતા થયા,જે મળેલદેહને કર્મનીકેડી દઈ જાય
શ્રી શંકર ભગવાનનો પવિત્રપરિવાર,દુનીયામાં પરમાત્માનાદેહ કહેવાય
....પવિત્રગંગા નદીને વહાવી ભુમીપર,જે મળેલદેહને પવિત્ર જળ આપી જાય.
************************************************************
December 24th 2018
. .ડમરુવાલે ભોલેબાબા
તાઃ૨૪/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બમબમ ભોલે મહાદેવ હર,ડમડમ ડમરુવાલે પ્યારે શ્રી ભોલેનાથ
પાર્વતીજીના એ પતિ અવનીપર,અજબશક્તિ જીવોને આપીજાય
......એવા વ્હાલા ભોલેનાથને સોમવારે,પ્રેમથી શિંવલીંગ પર દુધ અર્ચના થાય.
પરમ કૃપાળુ ને શક્તિશાળી છે,એ શંકર ભગવાન પણ કહેવાય
માયામોહને દુર રાખીને પુંજતા,પરમકૃપા ભોલેનાથની મળી જાય
ભાગ્યવિધાતા ગજાનંદ ગણપતીના,વ્હાલા પિતા પણ એ કહેવાય
ભક્તિનો સંગાથ મળે જીવનમાં,જીવને એ પાવન રાહે દોરી જાય
......એવા વ્હાલા ભોલેનાથને સોમવારે પ્રેમથી શિંવલીંગ પર દુધ અર્ચના થાય.
હરહર મહાદેવ હરના પાવનસ્મરણથી,જીવપર શાંંન્તિની વર્ષા થાય
પાવનકર્મનો સંગાથ જીવનમાં મળતા,ના કોઇજ માગણી અડીજાય
મળેલ માનવદેહને સંબંધ છે કરેલકર્મનો,દેહથી થતા કર્મથી દેખાય
નાકોઇ જ દેહથી છટકાય અવનીપર,મળેલ માનવદેહને એસમજાય
......એવા વ્હાલા ભોલેનાથને સોમવારે પ્રેમથી શિંવલીંગ પર દુધ અર્ચના થાય.
===========================================================
August 10th 2016
. .શ્રી ભોલેનાથ
…..
તાઃ૧૦/૮/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપિતાનો પ્રેમ મળે ભક્તિથી,અજબ શક્તિ ધારી કહેવાય
મા પાર્વતીની નિર્મળકેડીએ,ગજાનંદની કૃપા અવનીએ થાય
……….ૐ નમઃ શિવાયની પુંજાએ,જીવપર શ્રી ભોલેનાથની કૃપા થાય.
જીવનમાં ભક્તિની જ્યોત પ્રગટે,જ્યાં નિર્મળભાવે પુંજા થાય
પરમ કૃપાળુ છે ભોલેનાથ અવનીએ,જે અનેક રૂપે ઓળખાય
મળે પ્રેમ ભોલે શિવશંકરનો,જ્યાં શિવલીંગે દુધ અર્ચના થાય
પ્રેમભાવે સોમવારે શ્રધ્ધાથી,ભોલેનાથના ચરણે વંદન થાય
……….ૐ નમઃ શિવાયની પુંજાએ,જીવપર શ્રી ભોલેનાથની કૃપા થાય.
પુત્ર કાર્તિકના એ વ્હાલા પિતા,ને શ્રી ગણપતિના તારણહાર
મા પાર્વતીના આ સંતાનો,પિતા ભોલેનાથના પ્રેમે મેળવાય
અજબ શક્તિશાળી સ્વરૂપ પ્રભુના,ૐ નમઃશિવાયથી ભજાય
મળે જીવને માર્ગ મુક્તિનો,જે જીવના જન્મમરણ છોડી જાય
……….ૐ નમઃ શિવાયની પુંજાએ,જીવપર શ્રી ભોલેનાથની કૃપા થાય.
==========================================
December 7th 2015
. .જ્યોત પ્રગટે
તાઃ૭/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જ્યોત પ્રગટે જ્યાં જીવનમાં,ત્યાંજ એ પ્રકાશ પાથરી જાય
માનવજીવનની મહેંકપ્રસરે,ત્યાં જીવન પાવનએ કરીજાય
…………સુખદુઃખ નાસ્પર્શે દેહને,એ સાચી જલાસાંઇની ભક્તિ કહેવાય.
કરેલ કર્મ એછે બંધન જીવના,ના કોઇથી જગતમાં છટકાય
મળેલબંધન જીવને જગતમાં,જે અવનીપર દેહ આપી જાય
કામક્રોધ કે મોહ ના છુટે દેહને,જે જીવને જન્મ મળતા દેખાય
ભક્તિભાવની સાચી કેડીએ જીવતા,પરમાત્માની કૃપા થાય
………..સુખદુઃખ નાસ્પર્શે દેહને,એ સાચી જલાસાંઇની ભક્તિ કહેવાય.
દેહ મળતા અવનીએ જીવને,કર્મની કેડીથી બંધન થઈ જાય
કરેલ કર્મએજ કેડી જીવની,જીવને જન્મમરણથી જકડી જાય
ભક્તિરાહને પકડી ચાલતા,જીવથી કર્મનીકેડી સચવાઈજાય
મુક્તિમાર્ગનીકેડી મળે જીવને,અવનીપર આગમન છુટી જાય
………..સુખદુઃખ નાસ્પર્શે દેહને,એ સાચી જલાસાંઇની ભક્તિ કહેવાય.
++++++++++++++++++++++++++++++++++++++++++
January 31st 2015
. .ભક્તિભોજન
તાઃ૩૧/૧/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિ અને ભોજન પ્રેમથી કરતા,માનવજન્મ સફળ થઈ જાય
ના માગણી નાકોઇ અપેક્ષા અડકે,કે ના દવાખાનુય અડી જાય
…………એજ શ્રધ્ધા સાચી જીવનમાં,જ્યાં પરમાત્માની કૃપા થઈ જાય.
અજબ શક્તિ છે ભક્તિમાં,જે સંત જલાસાંઈની કૃપાએ મેળવાય
ઉજ્વળ જીવનની રાહ મળે,જ્યાં સમય સમજીને જીવન જીવાય
નામંદીરમસ્જીદ કેદેરાશરની જરૂર,જ્યાંશ્રધ્ધાએ ઘરમાં પુંજાથાય
માનવજીવન સમજીને જીવતા,જીવનેમળેલ જન્મસફળ થઈજાય
…………એજ શ્રધ્ધા સાચી જીવનમાં,જ્યાં પરમાત્માની કૃપા થઈ જાય.
મનુષ્યદેહની સમજણ છે સાચી,જ્યાં ઘરમાં પવિત્ર ભોજન થાય
દેખાવનીદુનીયાને આંબીલેવા,ના ખૌધરાગલીમાં ખાવાનું ખવાય
નાકોઇઆવે આફત કે તકલીફ દેહને,જ્યાં નિર્મળ જીવનને જીવાય
ભોજનભજનની એકજ છે શક્તિ,જે મળેલ માનવદેહથી્જ પરખાય
…………એજ શ્રધ્ધા સાચી જીવનમાં,જ્યાં પરમાત્માની કૃપા થઈ જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++
December 10th 2014

.
.
.
.
.
.
.
.
.
.
.
. .સંકટ ચોથ
તાઃ૧૦/૧૨/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ જીવનની રાહ મળે જીવને,જ્યાં ગજાનંદની પુંજા થાય
સંકટ ચોથના પવિત્ર દીવસે,શ્રધ્ધાએ મહાદેવપુત્રની કૃપા થાય
……….એવા માગસર માસના પવિત્ર દીવસે ભક્તોની શ્રધ્ધા વધી જાય.
અવનીપરનુ આગમન છે બંધન જીવનુ,ના કોઇનાથીય છટકાય
કર્મના બંધન એ જીવને જકડે,જગતના બંધનથીજ એ સમજાય
મળે માયાથી કાયા જીવને,આગળ પાછળ કોઇથીય ના રહેવાય
પામી પ્રેમ ગજાનંદનો ભક્તિએ,એ જ સંકટ ચોથનુ ફળ કહેવાય
……….એવા માગસર માસના પવિત્ર દીવસે ભક્તોની શ્રધ્ધા વધી જાય.
રિધ્ધી સિધ્ધીના એ જ પ્રણેતા,જે ભાગ્ય વિધાતા ગણપતિ કહેવાય
જીવના બંધન એ કલમ ગજાનંદની,જે જીવને જન્મ મળતા દેખાય
આવી અવનીપર જીવને,સાચી શ્રધ્ધાભક્તિએ મુક્તિમાર્ગ મળીજાય
માગસર માસનો પવિત્ર દીવસ,જે સંકટ ચોથે ગજાનંદની પુંજા થાય
……….એવા માગસર માસના પવિત્ર દીવસે ભક્તોની શ્રધ્ધા વધી જાય.
++++++++++++++++++++++++++++++++++++
October 9th 2013

. .પધારો આજ
તાઃ૯/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગરબે ધુમતી નારી જુએ છે વાટ,પ્રેમથી હ્યુસ્ટન પધારો આજ
નવરાત્રીની આ નવલી રાત,ઉજ્વળ કરો માડી ધુમીને સાથ
. ………………….ગરબે ધુમતી નારી જુએ છે વાટ.
ગરબે ધુમવા તાલ પડે,ત્યાં માડી તારી કૃપા અપરંપાર મળે
આવી હ્યુસ્ટન મા મહેંર કરો,ઉજ્વળ જીવનને સાચી રાહ મળે
વહેલા વહેલા પ્રેમથી પધારી,ગરબામાં નારીઓને સાથ રહે
આપામર જીવને મુક્તિમળે મા,જ્યાં તારી પ્રેમની નજર પડે
. …………………….ગરબે ધુમતી નારી જુએ છે વાટ.
તાલીઓના તાલે બહેનો ધુમે,ને ડાંડીયા લઇને ઘુમે છે ભક્ત
પધારો પ્રેમે માડી જલ્દી આજ,રાહ જોઇને ગરબે ધુમે છે અહીં
સુખશાંન્તિના વાદળવરસે,જ્યાં માતાના પગલા પડે છે જઇ
ઘુઘરા વાગે ને ઝાંઝર પણ જણકે,કૃપા જ્યાં માડી તારી થઈ
. …………………..ગરબે ધુમતી નારી જુએ છે વાટ.
====================================
October 8th 2013

. .માતાની પુંજા
તાઃ૮/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિભાવથી ગરબે ઘુમતા,જીવને શાંન્તિ મળી જાય
શ્રધ્ધા રાખી માતાને પુંજતા,માતાની કૃપા થઈ જાય
. …………………ભક્તિભાવથી ગરબે ઘુમતા.
અંતરમાં આનંદ અનેરો,જીવને નિર્મળરાહ મળી જાય
માતાજીની એક જ કૃપાએ,આ ધન્ય જીવન થઈ જાય
તાલી તાલે ગરબે ધુમતા,મનમાં અનંત આનંદ થાય
પાવનરાહ જીવને મળતા,મળેલ જન્મસફળથઈ જાય
. …………………..ભક્તિભાવથી ગરબે ઘુમતા.
ધુપ દીપથી અર્ચના કરતાં,માતાજીનો પ્રેમ મળી જાય
ગરબેધુમીપ્રાર્થનાકરતાં,માદુર્ગા,કાલી,અંબા રાજીથાય
ચામુંડા દશામા મેલડી કૃપાએજ,ધન્ય જીવન થઈ જાય
મુક્તિમાર્ગની સરળકેડીએ,જીવનીવ્યાધીઓ ભાગીજાય
. ………………….ભક્તિભાવથી ગરબે ઘુમતા.
++++++++++++++++++++++++++++++++++