October 22nd 2013

નજરની પરખ

 

Najar

.                             ……………………….નજરની પરખ

તાઃ૨૨/૧૦/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

નજર પડી જાય જ્યાં પ્રેમથી,સુખસાગર છલકાઇ જાય
અતુટ આફત આવી મળે,જ્યાં ઇર્ષાથી દ્રષ્ટિ પડી જાય
.                ………………….નજર પડી જાય જ્યાં પ્રેમથી.
આનંદ આનંદ મળે પળે પળ,એ નિખાલસતા કહેવાય
સાચો સંબંધ નિર્મળ પ્રેમનો,જગે માનવતાએ મેળવાય
અહીંતહીંની ઝંઝટ નાજીવે,સરળતાએપ્રભુકૃપાસહેવાય
નિર્મળતાનો સંગ રહે સંગે,જ્યાં જલાસાંઇની કૃપા થાય
.                …………………..નજર પડી જાય જ્યાં પ્રેમથી.
કળીયુગની કેડી છે વ્યાધીઓ,જે નાઅપેક્ષાએ મળી જાય
સરળતાનો ના સંગ રહે,જ્યાં ઇર્ષાની હેલીઓ આવી જાય
દેખાવનો દરીયો વહે જગતમાં,ક્યારે ક્યાંથી એ ભટકાય
માતાની ચૉકીને પ્રેમેપુંજતા,નાકોઇ બુરી નજર પડી જાય
.                …………………..નજર પડી જાય જ્યાં પ્રેમથી.

=================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment