October 17th 2014

સ્નેહની સાંકળ

.                    .સ્નેહની સાંકળ

તાઃ૧૭/૧૦/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

વાણી વર્તન છે સ્નેહની સાંકળ,પાવનકર્મ કરાવી જાય
મળે જીવને પ્રેમનિખાલસ,એજ સુખશાંન્તિ આપી જાય
……………અવની પરના આગમને જીવથી કર્મ પવિત્ર થાય.
માનવદેહ એ છે  કૃપા પ્રભુની,જે સમજણથી જ સમજાય
અવનીપરના આગમનમાં,જીવને કર્મબંધન  સ્પર્શી જાય
ભક્તિરાહની નિર્મળ કેડી,શ્રીજલાસાંઇની કૃપાએ મેળવાય
અંતે આવી દર્શન દઈ જાય,એજીવની સાચીભક્તિ કહેવાય
…………….અવની પરના આગમને જીવથી કર્મ પવિત્ર થાય.
આધી વ્યાધી આંબે કળીયુગમાં,નાકોઇ જીવથીય છટકાય
દેખાવની ભક્તિ એ કળીયુગી કાતર,અભિમાને મળી જાય
સંકટ આવે દોડી જીવનમાં,અવનીએ કોઇથી ના છટકાય
મુક્તિમાર્ગની કેડી મળે જીવને,જ્યાં ભક્તિ શ્રધ્ધાએથાય
…………….અવની પરના આગમને જીવથી કર્મ પવિત્ર થાય.

===================================