October 12th 2014

જન્મદીનની શુભકામના

brig-poem

 

 

 

 

 

 

 

 

 

.                    .જન્મદીનની  શુભકામના

તાઃ૧૨/૧૦/૨૦૧૪                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત પ્રેમની જગે પ્રગટાવી,સંગીતની રાહ પકડી ભઈ
તાલતાલને પકડી ચાલતા,જગતમાં નામના મળી ગઈ
…………એવા બ્રીજભાઇને જન્મદીનની શુભકામના અર્પી જઈ.
ઉજ્વળ જીવનની કેડી લીધી,માબાપની કૃપા પામી ભઇ
લીધો સ્નેહ સંબંધ મિત્રોનો,ત્યાં સફળતાય મળતી  ગઈ
પકડીકેડી સંગીતની જીવનમાં,મા સરસ્વતીનીકૃપા થઈ
એવા પ્રદીપના મિત્ર બ્રીજભાઇને,શુભકામના આપી ભઈ
………….તુમ જીઓ હજારો સાલ,એમ કેક કાપતા બોલાયુ ભઈ.
કલાની ઉજ્વળ કેડી પકડી,નિખાલસ જીવન મેળવે ભઈ
સંગીતના તાલને પકડાવી,જગતમાં સ્ટેજ શોભાવે જઈ
દુનીયામાં નમના મેળવી,આણંદની શાન વધારી ભઈ
આનંદથી દીધી રાહ પ્રેક્ષકોને,એજ તેમનુ માન છે અહીં
…………..એવા બ્રીજભાઇને જન્મદીનની શુભકામના અર્પી જઈ.

===================================================
.                  .અમારા આણંદની શાન એવા શ્રી બ્રીજભાઇ જોષીને તેમના જન્મદીનની યાદ રૂપે
જય જલારામ સહિત આ લખાણ સપ્રેમ ભેંટ.   (જન્મ તારીખ ઑક્ટોબર ૯)
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ (આણંદ) હ્યુસ્ટન.

October 11th 2014

અંજની સુત

hanuman

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                           અંજની સુત

તાઃ૧૧/૧૦/૨૦૧૪                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંજનીપુત્ર છે પરમ પવિત્ર,એ બજરંગબલીથીય ઓળખાય
સર્જનહારની આ અજબછે લીલા,સીતારામની સંગેએ જોડાય
.      ………….એવા પવનપુત્ર હનુમાન,અજબ ભક્તિ આપી જાય.
અજબશક્તિ ભક્તિથી મળતા,રાજા રાવણ અભિમાને હરખાય
લંકામાં મેળવીકૃપા શિવજીની,અજબશક્તિશાળી એબનીજાય
મોહમાયાવળગે જ્યાં જીવને,ત્યાં માનવીનીમતિ પણ બદલાય
સીતામાતાનુ હરણ થતાં,શ્રી રામને હનુમાનનો સંગમળી જાય
.      ………….એવા પવનપુત્ર હનુમાન,અજબ ભક્તિ આપી જાય.
અહં અભિમાનને ના આંબે કોઇ,એ માનવીના વર્તનથી દેખાય
પરમાત્માની એ કરામત,રાવણ સીતાજીને મહેલે ઉપાડી જાય
પ્રભુરામની તાકાત બન્યા બજરંગ બલી,લંકામાં પહોંચી જાય
રાવણની તાકાતને આંબીને,અંતે લંકામાં એનું દહન કરી જાય
.     …………..એવા પવનપુત્ર હનુમાન,અજબ ભક્તિ આપી જાય.

++++++++++++++++++++++++++++++++++++++++

October 10th 2014

સિધ્ધીનો સંગાથ

.                   .સિધ્ધીનો સંગાથ

તાઃ૧૦/૧૦/૨૦૧૪                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જીવનમાં સિધ્ધીનો સંગાથ,જ્યાં મનથી મહેનત થાય
અજબ શક્તિ છે શ્રધ્ધામાં,જે સાચી રાહ જીવને આપી  જાય
.                      ……………….મળે જીવનમાં સિધ્ધીનો સંગાથ.
માનવજીવનની મહેંક અનેરી,સાચી લાયકાતે જ મેળવાય
આધિ વ્યાધી ને આંબી લેવાય,જ્યાં જલાસાંઇની કૃપા થાય
શ્રધ્ધા રાખી મહેનત કરતાં,જીવનમાં સફળતા મળતી જાય
કરેલ કર્મંની શીતળકેડી,જીવને સિધ્ધીનો સંગાથ આપીજાય
.                 ………………….. મળે જીવનમાં સિધ્ધીનો સંગાથ.
માતા સરસ્વતીની કૃપા એજ,જીવનમાં માનવતા સચવાય
પ્રેમ ભાવથી સંબંધ સાચવે,નિખાલસપ્રેમ સદાય મળી જાય
ઉજ્વળ કોટીનો સંગ રહેતા,પળે પળે સફળતા  આવતી જાય
સૃષ્ટિના સર્જનહારની કૃપાએ,જીવનો જન્મ સફળ થઈ જાય
.                  …………………..મળે જીવનમાં સિધ્ધીનો સંગાથ.

*******************************************

October 8th 2014

સંતાનની કેડી

.                      .સંતાનની કેડી

તાઃ૮/૧૦/૨૦૧૪                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ મળે માબાપનો અંતરથી,ને સાથે સંસ્કારનેય સચવાય
આવી મળે ઉજ્વળ કેડી સંતાનને,જલાસાંઇની કૃપા કહેવાય
…………….જન્મ મળે અવનીએ માબાપથી,કર્મબંધન મળી જાય.
અવનીપરના આગમને,બાળકને માબાપનો પ્રેમ મળી જાય
ઉંમરની પકડીઆંગળી ચાલતો જીવ,સમયને એસમજી જાય
વાણી વર્તનને સાચવી લેતાં,વડીલના આશીર્વાદ મળી જાય
ભક્તિની દોર પકડે સંસ્કારથી,જે મમ્મીની કૃપા જ મેળવાય
…………….જન્મ મળે અવનીએ માબાપથી,કર્મબંધન મળી જાય.
જીવને રાહ મળે સાચી પપ્પાથી,જે જીવન ઉજ્વળ કરી જાય
ભણતરના સોપાન સાચવતા,જગતમાં લાયકાત મળીજાય
મારૂતારૂની નામાયા સ્પર્શે,કે નાકોઇ અપેક્ષાય જીવથીરખાય
સંતાનની કેડી ઉજ્વળ બનતા,મળેલ જન્મ સફળ થઈ જાય
……………..જન્મ મળે અવનીએ માબાપથી,કર્મબંધન મળી જાય.

++++++++++++++++++++++++++++++++++++++++++

October 7th 2014

ઉમા સુત

Gapadada.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.              .ઉમા સુત

તાઃ૭/૧૦/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગજાનંદ એજ છે ગણપતિ,ને ઉમાસુત પણ ગણપતિ
અજબ શક્તિ ધારીના, પિતા ભોલેનાથ છે જગપતિ
…………..એવા મા પાર્વતીના સંતાન,અનેકનામે છે વિહારી.
પિતાપ્રેમની અજબ શક્તિછે,સાચી ભક્તિએ સમજાય
આંગળી પકડી ઉમા સુતની,પ્રદીપ હ્યુસ્ટન આવી જાય
શ્રધ્ધાએ ગૌરી સિધ્ધી વિનાયક,મંદીર પણ થઈ જાય
આવ્યા હીલક્રોફ્ટ દોડી ગજાનંદ,એ ભક્તિપ્રેમ કહેવાય
……………એવા મા પાર્વતીના સંતાન,અનેકનામે છે વિહારી.
ગૌરીપુત્ર છે સિધ્ધીવિનાયક,અજબ શક્તિએ ઓળખાય
આવી આંગણે જ્યાં પ્રેમ દે,ત્યાં માનવ જીવન મહેંકીજાય
મોહમાયા ના સ્પર્શે જીવને,એજ ઉમાસુતની કૃપા કહેવાય
મળે સૌને લાડુનો પ્રેમ,જ્યાં સાચી શ્રધ્ધાએ ભક્તિ કરાય
…………….એવા મા પાર્વતીના સંતાન,અનેકનામે છે વિહારી.

+++++++++++++++++++++++++++++++++++++++++++
.                   .ટેક્ષાસના હ્યુસ્ટનમાં હિલક્રોફ્ટ પર માતા પાર્વતી અને પિતા શિવજીના
લાડીલા સંતાન શ્રી ગણપતિના મંદીરની સ્થાપના કરી પંડીત શ્રી પ્રદીપ પંડ્યાએ
ગૌરી સિધ્ધી વિનાયક મંદીર શરૂ કર્યુ છે.તે પવિત્ર ધાર્મીક સેવાની યાદરૂપે
પ્રદીપ બ્રહ્મભટ્ટ પરિવાર તરફથી સપ્રેમ ભેંટ.

October 6th 2014

લક્ષ્મીબાનો જન્મદીવસ

lakshmiba

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                   લક્ષ્મીબાનો  જન્મદીવસ                

તાઃ૬/૧૦/૨૦૧૪                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ પ્રેમની જ્યોત લઈને,પધાર્યા છે એ હ્યુસ્ટન અહીં
જલાસાંઇની સાચી ભક્તિએ,મંદીર કર્યા છે પ્રેમથી અહીં
એવા પુજ્ય લક્ષ્મીબાનો જન્મદીવસ ઉજ્વાય આજે અહીં
……………જય જલારામ જય સાંઇબાબા,પગે લાગીને બોલે છે સૌ.
ઠક્કર કુળને ઉજાળ્યુ જગતમાં,વિરપુરના જલારામે ભઇ
હ્યુસ્ટન જલાસાંઇની જ્યોતને,લક્ષ્મીબાએ પ્રગટાવી ભઈ
ભક્તિરાહને પકડી બાએ,ઠક્ક્રર કુળને ઉજ્વળ રાહ દીધી
દીકરી જ્યોતિબેનની પ્રેમનીરાહે,નિર્મળતાની કેડી લીધી
…………. એવા પુજ્ય લક્ષ્મીબાનો જન્મદીવસ ઉજ્વાય આજે અહીં.
શ્રી બેચરદાસની આંગળી પકડી,લક્ષ્મીબા આવ્યા છે અહીં
ભક્તિરાહે પ્રેમથી ચાલતા,જલાસાંઇનુ મંદીર કર્યું છે અહીં
સંત જલાસાંઇની જ્યોત,અમેરીકામાં પ્રગટાવી આવી અહીં
પ્રદીપને હૈયે આનંદઅનેરો,જન્મદીને પગે લાગે છે એ જઈ
…………..એવા પુજ્ય લક્ષ્મીબાનો જન્મદીવસ ઉજ્વાય આજે અહીં.

++++++++++++++++++++++++++++++++++++++++++++++
.                .અમેરીકામાં સંત પુજ્ય જલારામ બાપા અને  સંત પુજ્ય સાંઇબાબાનુ
સૌ પ્રથમ મંદીર હ્યુસ્ટનમાં પુજ્ય લક્ષ્મીબેન બેચરદાસ ઠક્કરે હીલક્રોફ્ટપર કર્યુ
જે ભક્તિમાર્ગની ઉજ્વળ જ્યોત દેનાર લક્ષ્મીબાનો આજે  ૮૧ મોજન્મદીવસ છે
તે યાદ રૂપે આ કાવ્ય સપ્રેમ ભેંટ

લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ પરિવાર તરફથી જય જલાસાંઇ સહિત સપ્રેમ ભેંટ.

« Previous Page