December 28th 2015

આગમન ૨૦૧૬નુ

.                .આગમન ૨૦૧૬નુ

તાઃ૨૮/૧૨/૨૦૧૫             પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહને સંબંધ છે ઉંમરથી,જે સમયની સાથે ચાલી જાય
અવનીને અડે છે આવતી કાલ,જે વર્ષોવર્ષથી દેખાય
………..જન્મ મળે ત્યાં જીવન સ્પર્શે,જે ના કોઇથીય પકડાય.
પરમાત્મા એદેહ લીધો અવનીએ,જે ભુતકાળ કહેવાય
જન્મમળે  ત્યાં મૃત્યુસ્પર્શે,ના પ્રભુ રામકૃષ્ણથી છોડાય
અનેક વર્ષો થઈગયા જગતપર,ના કોઇથીય છટકાય
આવતીસાલ એતો આગમન છે,જેને સં.૨૦૧૬ કહેવાય
……….એજ કુદરતની લીલા છે,જે સાચી ભક્તિએજ સમજાય.
થયેલકર્મ એછે ભુતકાળ,ને આવતીકાલની રાહ જોવાય
પગલુભરતા પહેલા સમજી ચાલતા,શાંન્તિ જીવને થાય
સં.૨૦૧૫ એ હવે ભુતકાલ થશે,ને હવે  આવશે સં.૨૦૧૬
આ જ પરમાત્માની રાહ અવનીએ,ના કોઇથીય છટકાય
……….એજ કુદરતની લીલા છે,જે સાચી ભક્તિએજ સમજાય.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

December 28th 2015

આનંદની લહેર

.                 . આનંદની લહેર

તાઃ૨૮/૧૨/૨૦૧૫                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવનનો સંગ મળે,ત્યાં માનવતા મહેંકી જાય
ના અંતરમાં  અપેક્ષા રહે,જ્યાં અભિમાન ઓસરી જાય
……..એજ સાર્થક જન્મ કરે,જ્યાં અંતરનો આનંદ વરસી જાય.
માનવ દેહ મળતા જીવને,ધર્મ કર્મને એ સમજાઈ જાય
કર્મબંધન જકડે  છે જીવને,જે  આવન જાવનથી દેખાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં પવિત્ર ધર્મરાહ મેળવાય
……..એજ સાર્થક જન્મ કરે,જ્યાં અંતરનો આનંદ વરસી જાય.
મળે રાહ જીવને જીવનમાં,જે સાચાસંતથીજ મળી જાય
વિરપુરનાસંસારી સંતજલારામ,ભુખ્યાને ભોજન દઈ જાય
અનેક જીવોને અન્ન દેતા,પરમાત્માય આવીને ભાગીજાય
એજ સાચીરાહ જીવની,જે કર્મના બંધનથી દેહ છુટી જાય
……..એજ સાર્થક જન્મ કરે,જ્યાં અંતરનો આનંદ વરસી જાય.
પશુપક્ષી બંધનજીવના,અવનીએઅનેક દેહ આપી જાય
નાકોઇ આધાર રહે કે નાકોઇ જીવનો સંગાથ મળી જાય
સંત સાંઇબાબાએ આંગળી ચીધી,મનુષ્ય થઈ જીવીજાવ
શ્રધ્ધાસબુરીની રાહેજીવતા,નાકોઇ હિન્દુ મુસ્લીમ કહેવાય
……..એજ સાર્થક જન્મ કરે,જ્યાં અંતરનો આનંદ વરસી જાય.

#######################################

 

December 27th 2015

કળીયુગી દુનીયા

.                    . કળીયુગી દુનીયા

તાઃ ૨૭/૧૨/૨૦૧૫                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપર છે સમયની સીડી,જેને યુગો યુગ એમ કહેવાય
આજકાલને સમજતા કરોડો વર્ષો,જીવ જકડ જકડાતો જાય
……….એ છે અવનીપરની અસર,જે યુગો યુગોથી જ ઓળખાય.
અવનીને ના ઉંમર અડે,કે ના જન્મ મત્યુ પણ  સ્પર્શી જાય
કુદરતની એતો દ્રષ્ટિ છે,જેને જગતમાં કોઇથી ના અંબાય
સતયુગને જ્યાં વિદાય મળે,ત્યાં કળીયુગ કેડી આવી જાય
કુદરતની કૃપા મેળવવા કળીયુગમાં,નિર્મળ ભક્તિ કરાય
……….એ છે અવનીપરની અસર,જે યુગો યુગોથી જ ઓળખાય.
કળીયુગની દુનીયામાં જીવતા,જીવને ખોટીરાહ મળી જાય
સમજીને જીવનમાં પગલુ ભરતા,તકલીફ તોય અડી જાય
દેખાવનો સંગ જ્યાં મળે જીવને,ત્યાં પ્રભુ કૃપાય દુર  જાય
મોહમાયાએ આફત જીવનમાં,અનંત દુઃખ પણ આપી જાય
……….એ છે અવનીપરની અસર,જે યુગો યુગોથી જ ઓળખાય.

==+++++++++++++++++++++++++++++++++++==

December 27th 2015

પરમાત્માનો પ્રેમ

jalabapa's birthday

 

 

.                 પરમાત્માનો પ્રેમ

તાઃ૨૭/૧૨/૨૦૧૫                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે પ્રેમ પરમાત્માનો  જીવને,જ્યાં નિર્મળ ભક્તિ થાય
મોહમાયા દુર મુકીને ભજતા,જીવ પર કૃપા પ્રભુનીથાય
……….શ્રધ્ધા રાખીને વંદન કરતા,જીવનમાં કર્મ સરળ થઇ જાય.
સરળ જીવનની રાહ મળે જીવને,જ્યાં સાચી ભક્તિ થાય
અંતરથી કરેલ માળા જીવનમાં,શાંન્તિની વર્ષા કરી જાય
મનથી કરેલ વંદન પરમાત્માને,સરળ જીવન આપી જાય
ભક્તિરાહે જીવન જીવતા,અંતે જીવને મુક્તિરાહ દઈ જાય
……….શ્રધ્ધા રાખીને વંદન કરતા,જીવનમાં કર્મ સરળ થઇ જાય.
આરતી અર્ચન પ્રેમે કરતા,માતાની અસીમકૃપા થઈ જાય
કુળદેવીને અંતરથી વંદન કરતા,સંતાની પ્રેમ મળી જાય
માતાનીઅખંડ આરાધના કરતા,જીવનો જન્મસફળ થાય
અવનીપરના આગમને જીવને,માતાની કૃપા  મળી જાય
……….શ્રધ્ધા રાખીને વંદન કરતા,જીવનમાં કર્મ સરળ થઇ જાય.

***************************************************‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

December 27th 2015

પકડ્યો પ્રેમ

.               . પકડ્યો પ્રેમ

તાઃ૨૭/૧૨/૨૦૧૫                પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવનમાં પકડ પ્રેમની,અંતે અનુભવથી સમજાય
સાચોપ્રેમ ક્યારે મળ્યો જીવને,ને દેખાવનો ક્યાંરે ભટકાયો
………..એ સમય સમયે સમજાઇ જાય,જ્યાં નિખાલસતા સહેવાય.
વાણી વર્તન  છે પ્રેમની કેડી,જે સમયની સાથે ચાલી જાય
સુખ દુઃખમાં સંગાથ મળે જીવને,ત્યાં કર્મબંધન અડી જાય
અવનીપરના આગમનને સાચવે,નિર્મળ જીવનમળીજાય
કુદરતની જ્યાં કૃપામળે દેહને,જીવથી ભક્તિપ્રેમ મેળવાય
………..એ સમય સમયે સમજાઇ જાય,જ્યાં નિખાલસતા સહેવાય.
કળીયુગના સહવાસે રહેતા,જીવને દેખાવી પ્રેમ મળી જાય
સુખસાગરમાં રહીને જીવતા,અનેકનો સાથ મળ્યો દેખાય
દુઃખની નાની રાહ જીવનેમળતા,મિત્રોજ દુશ્મન થઈ જાય
એજ કળીયુગની કેડી અવનીએ,જે મળતા પ્રેમથી સમજાય
………..એ સમય સમયે સમજાઇ જાય,જ્યાં નિખાલસતા સહેવાય.
+++++++++++++++++++++++++++++++++++++++

December 27th 2015

કેડી માનવીની

.                  . કેડી માનવીની

તાઃ૨૭/૧૨/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવદેહની અજબલીલા અવનીપર,વર્તનથી દેખાય
જીવને મળેલ દેહ અવનીએ,કર્મના બંધનથી મેળવાય
……….શીતળતાનો સંગ મળે જીવને,જે સાચી ભક્તિ શ્રધ્ધાએ સહેવાય.
માનવદેહ મળે જીવને,જે માબાપનુ સંતાન છે કહેવાય
બાળપણમાં મળે પ્રેમ જીવને,નિખાલસ જીવન દઈજાય
પવિત્રરાહ મળે માતાથી,સંતાનને ભક્તિરાહ મળી જાય
માનવતાની કેડી મળે પિતાથી,ઉજ્વળ જીવન કરી જાય
……….શીતળતાનો સંગ મળે જીવને,જે સાચી ભક્તિ શ્રધ્ધાએ સહેવાય.
ભણતરએ જીવનનુ ચણતર,જીવનમાં રાહ સાચી દઈ જાય
મનથી સાચીરાહ પકડતા,જીવનમાં સન્માન પણ મળીજાય
માતાએ દીધેલ શ્રધ્ધાએ ભજતા,જલાસાંઇની કૃપા થઈજાય
પકડી નિર્મળ કેડીને જીવનમાં જીવતા,માનવતા મહેંકી જાય
……….શીતળતાનો સંગ મળે જીવને,જે સાચી ભક્તિ શ્રધ્ધાએ સહેવાય.

==========================================

December 26th 2015

જકડે પકડે

.                   .જકડે પકડે

તાઃ૨૬/૧૨/૨૦૧૫              પ્રદીપ બ્રહ્મભટ્ટ

જકડે પકડે માનવ જીવન,જ્યાં અભિમાનની ગંગા વહે
કુદરતની નાકૃપા મળે જીવનમાં,દેહ અવનીપર અથડે
………….એ છે પકડ પરમાત્માની,જ્યાં કળીયુગની કાતર ચાલે.
મળે ના માનવતા જીવનમાં,કે ના કોઇનો સંગાથ મળે
આચરકાચર ચાલતી જીવનની ગાડી,નાકોઇ આશ રહે
નિર્મળકર્મ ના થાય જીવનમાં,ના સચ્ચાઇનો સાથ રહે
કળીયુગની ગાડી મળી જતા,ના જીવને કોઇ સ્થાન મળે
………….એ છે પકડ પરમાત્માની,જ્યાં કળીયુગની કાતર ચાલે.
ના સમજ મળે કોઇ જીવનમાં,ત્યાં આપત્તીનો સંગ રહે
ક્યારે મળશે રાહ સાચી જીવનમાં,ના કોઇ વિશ્વાસ રહે
જકડે જીવને અભિમાન ત્યાં,જ્યાં જીવને ખોટી રાહ મળે
પકડે ખોટોપ્રેમ જીવને,જ્યાં દુશ્મનનો દેખાવ મેળવાય
………….એ છે પકડ પરમાત્માની,જ્યાં કળીયુગની કાતર ચાલે.

======================================

December 26th 2015

प्रेमकी गंगा

.                    .प्रेमकी गंगा 

ताः२६/१२/२०१५                  प्रदीप ब्रह्मभट्ट

निर्मळ जीवन मील जाता है,जहां प्रेमकी गंगा बहेती है
प्रेम भावना रखके चले,जीवनमें ज्योतप्रेमकी जलती है
……..येही तो है इन्सानीयत,जीवन में भक्तिप्रेमसे मीलती है.
माया मोहका बंधन है जगमें,जहां कलीयुगकी केडी है
संभलके चलते जीवनमें.कुदरतकी क्रुपाही हो जाती है
प्रेमकीराह जगतमेंचलती,ना इन्सानको समझ आतीहै
कर्मका बंधन जीवको जकडे,ना कोई जीवको कहेती है
……..येही तो है इन्सानीयत,जीवन में भक्तिप्रेमसे मीलती है.
जन्म मरण ये तो है बंधन जीवका,नाकोइ दुर जाते है
आगमन हे बंधन कर्मका,जीवको अवनीपर ले आता है
परमात्माकी एक ही क्रुपा,जहां जीवको मुक्ति मीलतीहै
आवनजावनसे बच जानेसे,जीव प्रभुके चरणमे रहेता है
……..येही तो है इन्सानीयत,जीवन में भक्तिप्रेमसे मीलती है.

====================================

December 25th 2015

આવીજાવ

.                 .આવીજાવ

તાઃ૨૫/૧૨/૨૦૧૫             પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવી જાવ તમે પ્રેમ લઈને,જે નિખાલસતા આપી જાય
ના મને કોઇ માયા સ્પર્શે,કે ના કોઇ મોહ મને મળી જાય
…………સરળ જીવનની કેડીએ જીવતા,જલાસાંઈની કૃપા થાય.
ભાગંભાગ એ કળીયુગની માયા,જે જીવનને જકડી જાય
મનથીકરેલ માળાપ્રભુની,પરમાત્માનીકૃપા આપી જાય
કરેલ કર્મ એ બંધન જીવના,જે જીવને દેહ મળે સમજાય
અંતરથીકરેલ પ્રેમ છે જીવનો,સાચો સંતોષ  આપી જાય
…………સરળ જીવનની કેડીએ જીવતા,જલાસાંઈની કૃપા થાય.
શ્રધ્ધા રાખી ભક્તિની રાહ પકડતા,પ્રભુની કૃપા મેળવાય
ચોખ્ખુ ઘરનુ આંગણુ રાખતા,આંગણે જલાસાંઇ આવી જાય
મળે જીવને કૃપા સંતની,ના આગળપાછળ કાંઈજઅથડાય
આવીજાય જ્યાં પ્રેમનિખાલસ,આવતીવ્યાધીય ભાગીજાય
…………સરળ જીવનની કેડીએ જીવતા,જલાસાંઈની કૃપા થાય.

*************************************************

December 25th 2015

સંસારી સીડી

.                     .સંસારી સીડી

તાઃ૨૫/૧૨/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ મળે અવનીએ જીવને,ત્યાં કુટુંબનીકેડી મળી જાય
મળે માબાપનો પ્રેમ જીવને,જ્યાં સંતાન થઈ અવાય
…………એજ અજબલીલા જગતપિતાની,જે કર્મનીકેડીથી બંધાય.
માનવદેહ મળે જીવને અવનીએ,જે સંસારથી બંધાય
જન્મે જન્મના સંબંધ જીવના,દેહ મળે સમજાઈ જાય
આગમન વિદાય સમયનીસીડી,પ્રભુકૃપાએમેળવાય
મૃત્યુ મળતા દેહને કુટુંબથી,સંસારની સીડી છુટી જાય
…………એજ અજબલીલા જગતપિતાની,જે કર્મનીકેડીથી બંધાય.
જીવના બંધન દેહ મળતા,ભાઇ બહેનનો સંબંધ થાય
પતિપત્નીના પ્રેમની પરખ,જ્યાં માબાપ થઈ જવાય
કુટુંબ એ છે કર્મના બંધન,જે દેહને જીવ મળે સમજાય
સાચીભક્તિએ મુક્તિરાહ,જેજીવને બંધનથી છોડીજાય
…………એજ અજબલીલા જગતપિતાની,જે કર્મનીકેડીથી બંધાય.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

 

« Previous PageNext Page »