December 27th 2015

પકડ્યો પ્રેમ

.               . પકડ્યો પ્રેમ

તાઃ૨૭/૧૨/૨૦૧૫                પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવનમાં પકડ પ્રેમની,અંતે અનુભવથી સમજાય
સાચોપ્રેમ ક્યારે મળ્યો જીવને,ને દેખાવનો ક્યાંરે ભટકાયો
………..એ સમય સમયે સમજાઇ જાય,જ્યાં નિખાલસતા સહેવાય.
વાણી વર્તન  છે પ્રેમની કેડી,જે સમયની સાથે ચાલી જાય
સુખ દુઃખમાં સંગાથ મળે જીવને,ત્યાં કર્મબંધન અડી જાય
અવનીપરના આગમનને સાચવે,નિર્મળ જીવનમળીજાય
કુદરતની જ્યાં કૃપામળે દેહને,જીવથી ભક્તિપ્રેમ મેળવાય
………..એ સમય સમયે સમજાઇ જાય,જ્યાં નિખાલસતા સહેવાય.
કળીયુગના સહવાસે રહેતા,જીવને દેખાવી પ્રેમ મળી જાય
સુખસાગરમાં રહીને જીવતા,અનેકનો સાથ મળ્યો દેખાય
દુઃખની નાની રાહ જીવનેમળતા,મિત્રોજ દુશ્મન થઈ જાય
એજ કળીયુગની કેડી અવનીએ,જે મળતા પ્રેમથી સમજાય
………..એ સમય સમયે સમજાઇ જાય,જ્યાં નિખાલસતા સહેવાય.
+++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment