December 27th 2015

કળીયુગી દુનીયા

.                    . કળીયુગી દુનીયા

તાઃ ૨૭/૧૨/૨૦૧૫                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપર છે સમયની સીડી,જેને યુગો યુગ એમ કહેવાય
આજકાલને સમજતા કરોડો વર્ષો,જીવ જકડ જકડાતો જાય
……….એ છે અવનીપરની અસર,જે યુગો યુગોથી જ ઓળખાય.
અવનીને ના ઉંમર અડે,કે ના જન્મ મત્યુ પણ  સ્પર્શી જાય
કુદરતની એતો દ્રષ્ટિ છે,જેને જગતમાં કોઇથી ના અંબાય
સતયુગને જ્યાં વિદાય મળે,ત્યાં કળીયુગ કેડી આવી જાય
કુદરતની કૃપા મેળવવા કળીયુગમાં,નિર્મળ ભક્તિ કરાય
……….એ છે અવનીપરની અસર,જે યુગો યુગોથી જ ઓળખાય.
કળીયુગની દુનીયામાં જીવતા,જીવને ખોટીરાહ મળી જાય
સમજીને જીવનમાં પગલુ ભરતા,તકલીફ તોય અડી જાય
દેખાવનો સંગ જ્યાં મળે જીવને,ત્યાં પ્રભુ કૃપાય દુર  જાય
મોહમાયાએ આફત જીવનમાં,અનંત દુઃખ પણ આપી જાય
……….એ છે અવનીપરની અસર,જે યુગો યુગોથી જ ઓળખાય.

==+++++++++++++++++++++++++++++++++++==

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment