June 6th 2012

૬+૬=૧૨

                          ૬+૬=૧૨

તાઃ૬/૬/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક અંકમાં એજ અંક ઉમેરો,તો બમણુ તે થઇ જાય
માનવતામાં માનવતાં ઉમેરતાં,સાચો પ્રેમ મળી જાય
.             …………………એક અંકમાં એજ અંક ઉમેરો.
કલમની કેડી પકડી ચાલતાં,કલમધારી જ મળી જાય
એક કલમને બીજી મળતાં,માતાસરસ્વતી રાજી થાય
શબ્દ સ્પર્શે દેહને જીવનમાં,ત્યાં ઉમંગો ઉભરાઇ જાય
માનવીની આમહેંકજગે,દીવસવાર મહીનાથી દેખાય
.                ……………….એક અંકમાં એજ અંક ઉમેરો.
મળ્યો જન્મ અવનીએ,ના સાતવારથી બહાર જવાય
મહીનાની પણ એજ રીત,એજ જગતમાં પ્રભુનો ખેલ
અવનીપર જે આવ્યો જીવ,મૃત્યુ તેની સાથેજ છે છેક
કુદરતની આ અજબ લીલાથી,નાછટકી શકે કોઇ એક
.                  ……………….એક અંકમાં એજ અંક ઉમેરો.

++++++++++++++++++++++++++++++++++++++=

June 6th 2012

આવકાર

.                   આવકાર

તાઃ૬/૬/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે આવકાર દેહને જગતમાં,જ્યાં સાર્થક જીવન હોય
વર્તનનો સંગાથ દેહે અવનીએ,સાચી રાહ આપી જાય
.                ………………..મળે આવકાર દેહને જગતમાં.
આંગણે આવેલાને આવકારતાં,આવેલ જીવ હરખાય
પ્રેમની વર્ષા વાણીથી ત્યાં પડે,ને અખંડ આનંદ થાય
ના હકની કોઇ વ્યાધી મળે,એતો દુર જ ભાગી જાય
પ્રભુકૃપાનીરીત અનોખી,જે સાચી માનવતા દઈ જાય
.               …………………મળે આવકાર દેહને જગતમાં.
સત્કર્મોના સહવાસે જીવનમાં,નિર્મળતાય મળી જાય
ઉભરોપ્રેમનો કદીનાઉભરે,જે ના કોઇવ્યાધી દઈજાય
સહવાસ સંતજલાસાંઇનો રાખતાં,પ્રેમસાચો મેળવાય
જન્મસફળની રાહમળે જ્યાં,ત્યાં સૌને આવકારદેવાય
.              ………………….મળે આવકાર દેહને જગતમાં.

=====================================