June 12th 2012

પ્રેમાળ દ્રષ્ટિ

.                     .પ્રેમાળ દ્રષ્ટિ

તાઃ૧૨/૬/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતનીકાતર નિરાળી,એ કર્મના બંધને સમજાય
મળે દેહ અવનીએ જીવને,એ દ્રષ્ટિ પ્રેમાળ કહેવાય
.                 …………………કુદરતની કાતર નિરાળી.
જાગી રહેતા જીવને જગતમાં,અનેક દેહ ફરતા દેખાય
કર્મના બંધન એ કાતર જીવની,જે જીવને જકડી જાય
ભક્તિપ્રેમની નિર્મળ રાહે,જીવને માનવતા મળી જાય
નિર્મળસ્નેહની ગંગાવહે,જ્યાં સાચી શ્રધ્ધા ભક્તિથાય
.                ………………….કુદરતની કાતર નિરાળી.
માગી લીધો જ્યાં પ્રેમ જીવે,જે અનેક રીતે  મેળવાય
શાંન્તિને સંગાથ લઈઆવે,સાચો નિર્મળપ્રેમ કહેવાય
દેખાવની દુનીયાનોપ્રેમ,જે સમયઆવતા ભાગીજાય
નામળેજ્યાંમાગણી મનકરે,એ દેખાવનોપ્રેમ કહેવાય
.               …………………..કુદરતની કાતર નિરાળી.

===================================

June 12th 2012

લઈને આવજો

.                    .લઈને આવજો

તાઃ૧૨/૬/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

બારણે આવી ઉભો રહ્યો છું,લઈને આવજો પ્રેમનો સંગ
નિર્મળ પ્રેમની પોટલી સાથે,આવી લેજો ઉમંગનો રંગ
.                …………………બારણે આવી ઉભો રહ્યો છું.
જ્યોતજીવનમાં પ્રગટીપ્રેમની,જલાસાંઇની ભક્તિ દેણ
માગતાપહેલા મળ્યો મને,જગતજીવન સાર્થકના વ્હેણ
લાગણી પ્રેમની અજબકેડી છે,દેહને ઉમંગો આપી જાય
નિર્મળતાના વાદળવરસતા,કળીયુગી હવા ભાગી જાય
.                …………………બારણે આવી ઉભો રહ્યો છું.
પધારજો પ્રેમથી અમારે દ્વાર,લઈને સાચો ભક્તિ પ્રેમ
મળશે અખંડશાંન્તિ જીવને,નારહે જીવનમાં કોઇ વ્હેમ
સાચીશક્તિ ને પવિત્રરાહ,દેજો જલાસાંઇજીવને અનેક
પ્રેમપામજોપરમાત્માનો,જેજીવનામુક્તિદ્વારખોલીજાય
.                ………………….બારણે આવી ઉભો રહ્યો છું.

++++++++++++++++++++++++++++++++++++

June 12th 2012

આંધળો પ્રેમ

.                       .આંધળો પ્રેમ

તાઃ૧૨/૬/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ આંધળો મેં અપનાવ્યો,ના સ્વાર્થ મને કોઇ જીવે
સંબંધીઓના પ્રેમ કરતા,સ્નેહીઓનો સાચોપ્રેમ જીતે
.             ………………..પ્રેમ આંધળો મેં અપનાવ્યો.
ભાવના સાચી અંતરથી નીકળે,નિર્મળતાનો છે સંગ
મોહમાયાની ના ચાદરમળે,કે ના સ્વાર્થનોકોઇ જંગ
પ્રેમ નિખાલસ અંતરમાં ઉભરે,જે અંતરમાં દે ઉમંગ
માનવતાની મહેંક પ્રસરે ,જ્યાં આંધળા પ્રેમનો રંગ
.            …………………પ્રેમ આંધળો મેં અપનાવ્યો.
જ્યોતપ્રેમની પ્રકટે જીવે,ને નિખાલસ ભક્તિનો સંગ
સાચી ભક્તિ પ્રેમથી કરતાં,મળી જાય પ્રેમનો ઉમંગ
મુક્તિમાર્ગની આ રીત નિરાળી,સરળપ્રેમ મેળવાય
ના અંતરમાં કોઇ આશા રહે,કે ના ઉભરેય ખોટો રંગ
.           ………………….પ્રેમ આંધળો મેં અપનાવ્યો.

=================================

June 12th 2012

બચાવજો

.                 .બચાવજો

તાઃ૧૧/૬/૨૦૧૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવતી જગતની આંટીધુંટી,ને આવતી મોહમાયાની જાળ
કરજો કૃપા કરુણાધારી ભોલે,મળેલ જન્મ સાર્થક થઈ જાય
.                  ……………………આવતી જગતની આંટીધુંટી.
ભક્તિભાવને રાખી હૈયે સવાર સાંજ,પુંજન અર્ચન થાય
મનની શાંન્તિ પકડી રાખજો.ને હૈયાને રાખજો હેમખેમ
કર્મનીકેડી દેજો પ્રેમભાવની,સૌનો પ્રેમ મેળવી હરખાય
આવજો અંતરમાં પળેપળ,ને જીવનમાં મળે દેહને પ્રેમ
.                  …………………..આવતી જગતની આંટીધુંટી.
મોહમાયાને રાખજો દુર,ને ભક્તિ પ્રેમની વર્ષા મેળવાય
સોમવારનીશીતળસવારે,મનથી ૐનમઃશિવાયબોલાય
કરુ સ્મરણહુંભોલેનાથનું,કરીકરુણા જીવનો કરજો ઉધ્ધાર
અંત દેહનો ઉજ્વળ કરજો,ને ખોલજો જીવના મુક્તિદ્વાર
.                 ……………………આવતી જગતની આંટીધુંટી.

============================