June 26th 2012

અજબલીલા

.                   .અજબલીલા

તાઃ૨૬/૬/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબલીલા અવિનાશીની,સમગ્ર સૃષ્ટિ પર વર્તાય
શરણુ લેતા જલાસાંઇનું,દેહને ઉજ્વળ ભાવી દેખાય
.                ……………….અજબલીલા અવિનાશીની.
શીતળતાનો સહવાસ મળે,જ્યાં મન નિખાલસ હોય
કરુણા સાગર છે અતિ દયાળુ,જીવને વર્તને સમજાય
નિર્મળતાની કેડી ન્યારી,સાચો પ્રેમભાવ આપી જાય
ઉજળી આવતીકાલ જોવા,જીવને ભક્તિએ લઈજાય
.               …………………અજબલીલા અવિનાશીની.
લેખ લખેલા ના મિથ્યા બને,જીવ કળીયુગે લબદાય
આંટી ઘુટીમાં બંધાઇ રહેતા,વ્યર્થ આજીવન થઈજાય
કેડીપકડી ભક્તિનીચાલતાં,સૌ વ્યાધીઓ ભડકી જાય
મળે શાંન્તિ આવી જીવને,જે દેહને સદમાર્ગે લઈ જાય
.                …………………અજબલીલા અવિનાશીની.

*******************************************************