June 1st 2012

સુંદરતા

.                  .સુંદરતા

તાઃ૧/૬/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેખાવની આ દુનીયા છે ન્યારી,ક્યાંક ક્યાંક એ ખટકી જાય
સમજણની આ નાનકડી કેડી,મળેલ દેહને કદીકજકડીજાય
.                    ………………..દેખાવની આ દુનીયા છે ન્યારી.
દ્રષ્ટિની આ અજબલીલા ભઈ.લીપસ્ટીક લાલીએ લબદાય
મોહની કેડી વળગી જતાં,ના માગેલી વ્યાધીઓજ અથડાય
.                    ………………..દેખાવની આ દુનીયા છે ન્યારી.
અનોખા સંબંધ છે લોહીના જગે,જીવને સમજણે્જ સમજાય
દેખાવની દુનીયા આ બંધનને,દુર રાખી સદાએ ભાગીજાય
.                    ………………..દેખાવની આ દુનીયા છે ન્યારી.
અંતરમાં ઉભરે આનંદ ને પ્રેમ,એ મળેલા જીવોની લાયકાત
ના ઉભરો નીકળે મનથી ક્યારેય,કે ના દેખાવમાંય લબદાય
.                    ………………..દેખાવની આ દુનીયા છે ન્યારી.
કળીયુગી દેખાવ જકડે છે જીવને,જે ના  સમજણથી સમજાય
કૃપા શ્રીજલાસાંઇની થતાં,સાચી જીવનરાહ જીવને મળીજાય
.                    ………………..દેખાવની આ દુનીયા છે ન્યારી.
સુંદરતાનો સંબંધ સમજણથી,જે દ્રષ્ટિથી કદીય ના પરખાય
બંધઆંખે અનંતઆનંદમળેજીવને,જે સાચીસુંદરતા કહેવાય
.                    ………………..દેખાવની આ દુનીયા છે ન્યારી.

######################################

 

June 1st 2012

સ્નેહી સાંકળ

.                 .સ્નેહી સાંકળ

તાઃ૧/૬/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના કોઇથી જગે પકડાય,કે ના કોઇથીય તેને છોડાય
જીવનેમળે સ્પંદનદેહથી,એ સ્નેહની સાંકળ કહેવાય
.                    ……………….ના કોઇથી જગે પકડાય.
અવનીપરના આગમનને,કર્મના બંધનેજ મેળવાય
ક્યો મળે છે દેહ જીવને,તે જીવની લાયકાત કહેવાય
વાણી વર્તનને સંબંધ દેહથી,સંસ્કારથી જ  મેળવાય
એજ અનંતલીલા પ્રભુની,અવનીએ આવતાં દેખાય
.                    ………………..ના કોઇથી જગે પકડાય.
આશીર્વાદની હેલી વરસે,જે આનંદ જીવને દઈ જાય
સ્નેહી સાંકળ જગમાંન્યારી,લાયકાતે દેહથીમેળવાય
મળેલ પ્રેમ અંતરથી દેહને,અનંત શાંન્તિજ દઈ જાય
આજકાલની નારામાયણ,જેને સ્નેહી સાંકળ મળીજાય
.                     ………………..ના કોઇથી જગે પકડાય.

++++++++++++++++++++++++++++++++++++=