May 24th 2010

સજળ નેત્ર

                          સજળ નેત્ર

તાઃ૨૪/૫/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંખમાં આવે પાણી,ના જગમાં શકે કોઇ જાણી
અકળઅજબએ લીલા,ના પરમાત્માથી અજાણી
                          ……….આંખમાં આવે પાણી.
સુંદર સ્નેહની વાણી,જે મળી જાય સહવાસીની
શાંતિઆવે દોડીજીવનમાં,જે આવીજાયઅજાણી
શબ્દોની પ્રેમની સાંકળ,એમળી જાય મનમાની
લાવે પ્રેમના આંસુ આંખે,જે ખુશીખુશી લઇઆવે
                         ………. આંખમાં આવે પાણી.
દુર્લભ પ્રેમ મળે માબાપનો,જે દેહેથી અનુભવાય
મળીજાય કૃપાપ્રભુની,સાચા આશિર્વાદથી લેવાય
મળી જાય સદમાર્ગ જીવને,જે દેહ થકી મેળવાય
સજળ નેત્ર બનીજ જાય,જ્યાં હૈયુ આનંદે ઉભરાય
                             ………..આંખમાં આવે પાણી.
લીલા પ્રભુનીન્યારી જગમાં,ના માનવીથીપરખાય
ક્યારે આંખમાં આવે પાણી,જે સજળ નેત્ર કહેવાય
દેહનાબંધન સ્પર્શતા જીવને,જે જન્મ મરણે દેખાય
આંસુ આવે એ જગમાં એવા,ના કોઇથી એ લુછાય
                               ……….આંખમાં આવે પાણી.

++++++++++++++++++++++++++++++

May 24th 2010

નિરાળો પ્રેમ

                        નિરાળો પ્રેમ

તાઃ૨૪/૫/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ જગતમાં એક નિરાળો,ના સૌથી એ મેળવાય
અતુટબંધન ઉજવળ દીસે,જ્યાં માબાપ રાજી થાય
                      ………..પ્રેમ જગતમાં એક નિરાળો,
બાળપણ થી બારાખડીએ,મા ની મમતા મળી જાય
ધીમી ટપલી બરડે પડતાં જ,આંગળી પકડી લેવાય
પગલી સંભાળી ચલાવતા,જલ્દી ઉભા થઇને ચલાય
સમજણ ની સીડી પકડતાં,બારાખડી સમજી  લેવાય
                       ………..પ્રેમ જગતમાં એક નિરાળો.
માતાની પ્રેરણા સમજીલેતાં,પિતાનોપ્રેમ દોરી જાય
ડગલુ માંડતા એક વિચારતાં,સોપાન ઉજ્વળ થાય
મળે સફળતા મહેનતને,ત્યાં માબાપ ખુબ મલકાય
આશીર્વાદ તો મળે હૈયે થી,ના માગણી કદી કરાય
                      …………પ્રેમ જગતમાં એક નિરાળો.

+++++++++++++++++++++++++++++++=