May 4th 2010
પક્ષીની આંખે
તાઃ૪/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉડી ગગનમાં વિચરણ કરે,ને કરે માળામાં લહેર
પાંખ પ્રસારી ભ્રમણકરે,ને જુએ આંખથી આમહેર
…………ઉડી ગગનમાં વિચરણ કરે.
નીચે આવી ચણ ચણે.જ્યાં વેરે પ્રેમથી ચણાદાળ
ભડકરાખે માનવીની,જે અચાનક પીંજરે પુર જાય
મુકે દાણા અન્નનાનીચે,ને રાખે પાણીની પણપોળ
સમજે માનવી એમ,કે ના પક્ષીમાં બુધ્ધિની છોળ
……….ઉડી ગગનમાં વિચરણ કરે.
માળોબનાવે લાકડાનીડાળનો,જ્યાં રાત્રીનો વિસામ
સવાર પડતાં ઉડીજવું ત્યાં,મળે જ્યાં દાણાની મહેર
અહીંયાં ઘરલાકડાના માનવીના,ના ઉડવાની લકીર
પડે ઝાપટ જ્યાં કુદરતની,ના છટકવાની કોઇ રીત
……….ઉડી ગગનમાં વિચરણ કરે.
માનવ જીવન વ્યર્થ બને,જ્યાં ના કુદરતની આંખ
પક્ષીની જીંદગી ન્યારી,જે સગી આંખે જોઇ જીવાય
બચી જવાની અનેકરીતો,ના માનવીમાંદેખાય એક
ઉડીજાય જ્યાં તકલીફજુએ,માનવી લબડીજાય છેક
……….ઉડી ગગનમાં વિચરણ કરે.
++++++++++++++++++++++++++++++++++++
May 4th 2010
ઘડપણ
તાઃ૪/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દાંત મારા દુઃખનો દરીયો,ને કાન સરોવર કહેવાય
આંખ મારી અંધારો દીવો,ને લાકડીનો ટેકો લેવાય
……….દાંત મારા દુઃખનો દરીયો.
બાળપણ તો ખુબ વ્હાલુ લાગે,ખોળે ખોળે જ ઘુમાય
પાણી પાણીનું વિચારતાં,મને માનુ દુઘ મળી જાય
ખાવાનીનારા જોવાની,મોંમાં ટોટી સતત સરી જાય
આંખમાં આંસુ ના આવે,માટે ઘોડીયામાં હીંચોળાય
………..દાંત મારા દુઃખનો દરીયો.
આવી ક્યાં જુવાની દેહને,સધળા ટેકાઓ છુટી જાય
મહેનતકરી ભણતર મેળવવા,પાટીપેન સંગ રખાય
શીખવા થોડો પ્રયત્ન કરતો,ત્યાં બૈડે જવાનીદેખાય
પેટ પાળવા હાથ ચલાવું,ત્યાં તનમને મહેનતથાય
………દાંત મારા દુઃખનો દરીયો.
જુવાનીની ઝંઝટથી છુટવા,કરતો રાતદીન હું વિચાર
વિચારકરતાં સમયવહ્યો,ત્યાંઆવી ઘડપણની પોકાર
લઘરવઘર આ જીવનનૈયાને,માગવા પડતાંસહવાસ
ઘડપણની કેડીમળી,ત્યાં જીવનમાં થઇગયો નિરાધાર
………..દાંત મારા દુઃખનો દરીયો.
================================
May 4th 2010
પ્રભુની ઓળખ
તાઃ૪/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના કોઇથી આંગળી ચીંધાય,કે ના કોઇથી એ દેખાય
સૄષ્ટિના કર્તાની અજબલીલા,જે કૃપા થકી મેળવાય
…………ના કોઇથી આંગળી ચીંધાય.
અવનીપર આવેલ આ દેહને,કર્મ જન્મનો છે હિસાબ
કેવો,ક્યાંથી આવ્યોજીવ,એતો તેના વર્તનથી દેખાય
પરમાત્માની આઅકળલીલા,ના કપડાંથી ઓળખાય
સાર્થકજીવન કરવા જીવથી,સાચી માનવતા વર્તાય
…………ના કોઇથી આંગળી ચીંધાય.
લાકડી ટેકો મળતાં દેહને,ચાલવાનું સરળ થઇ જાય
ભક્તિકેરા ટેકાથી જીવ જગે,પવિત્ર કર્મ કરતો જાય
માળા એ સહવાસબને,ને પુંજન અર્ચન એ સથવાર
સાથે આવેએ જીવની જગે,જ્યાં પ્રભુની ઓળખ થાય
………..ના કોઇથી આંગળી ચીંધાય.
————————————————
May 4th 2010
ભક્તિનું પરિણામ
તાઃ૪/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિ એ તો બારણુ છે,ને પુંજન તો છે સોપાન
જન્મ મળતા જીવને જગમાં.મળી જાય સથવાર
…………ભક્તિ એ તો બારણુ છે.
સાર્થક જીવનનો સંકેતમળે,જ્યાં મળી જાય કરતાર
ડગલે પગલે સ્મરણરહે,ને ત્યાં પ્રભુ ભક્તિ સહવાય
મનને શાંન્તી આવી મળે,જ્યાં કીર્તન અર્ચન થાય
દેહને મળતી વ્યાધી ટળે,ને આ જન્મ સાર્થક થાય
………..ભક્તિ એ તો બારણુ છે.
કુદરતની આ કરુણા ન્યારી,જે માનવદેહે જ લેવાય
ક્યાંથી મળશે તે સૌ જાણે,ક્યારે મળશે તે ના જાણે
અબજલીલા આઅવિનાશીની,જે ભક્તિએ મેળવાય
ના આવે વ્યાધી આ બારણે,ને તકલીફો ભાગી જાય
………..ભક્તિ એ તો બારણુ છે.
==============================