November 10th 2010

લાભપાંચમ

 

 

 

 

 

 

 

 

 

                              લાભપાંચમ

તાઃ૧૦/૧૧/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

નુતન વર્ષના નવલા દીવસોમાં,ભક્તિ પ્રેમથી થાય
નવા વર્ષનો દીવસ પાંચમો,એ લાભપાંચમ કહેવાય
                   ………..નુતન વર્ષના નવલા દીવસોમાં.
પ્રભાતપહોરે વહેલા ઉઠી,પ્રભુભક્તિએ જીવ પરોવાય
પરમાત્માની કૃપાને કાજે,ઘરમાં ભજન કિર્તન થાય
પાંચમના પવિત્ર દીને,મા લક્ષ્મીની આરતી ગવાય
ઉજ્વળ જીવન જીવવાકાજે,માતાની ભક્તિપ્રેમે થાય
                   ……….નુતન વર્ષના નવલા દીવસોમાં.
પવિત્ર પંચામૃતથી,માતાની મુર્તીને સ્નાન કરાવાય
ૐ શ્રીમ નમઃ,ૐ શ્રીમ નમઃથી,ઘર આખુ ગુંજી જાય
કૃપાપામવા માનીઆજે,શ્રધ્ધાએ મીઠાઇપણધરાવાય
વંદન કરતાં દયા માગવાને,સૌ ભક્તિમાં ભળી જાય
                 …………નુતન વર્ષના નવલા દીવસોમાં.

******************************************